જીવનના સંદેશાઓ
જીવનના અનુભવોને લેખકો અને કવિઓે ઍ જુદી જુદી રીતે રજૂ કર્યા હોય છે. ઍમા શાયરી ઍક ઍવો પ્રકાર છે જે ઘણી વાર રુદય સ્પર્શી હાય છે. ઍમા શૂન્ય પાલનપુરી મોટા ગજાના શાયર હતા. તેઓ પોતાને રસમય રીતે રજુ કરે છે.
'પરિચય છે મંદિરોમા દેવોને મારો,
અને મસ્જિદોમા ખુદા ઓળખે છે.
નથી મારુ વ્યક્તિવ છાનુ કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.'
ઍમનુ માનવુ છેકે જેટલી અપેક્ષા વધારે ઍટલૂ દુખ વધારે. કહે છે'
'દુનિયાની વ્યથાઑ ક્યા કમ છે? ઈચ્છાનો વધારો શા માટે?'
જાલન માતરી ઍ વિદાયની બાબતમા સુંદર રીતે લખ્યુ છે.'
'કેવા શુકનમા પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નહી.'
સુખ દુખની બાબતમા તેઓ લખે છેકે-
'ગમે ના સૌ કવન તો માફ કરજો. ઍક બાબત પર,
ખુદા જેવા ખુદાના ક્યા બધા સર્જનો મજામા છે.'
નીરંજન ભગતે મૃત્યુ વિષે સુંદર લખ્યુ છે.
'ગમે ત્યારે આપણે ઍક્મેકમા ભળી જશુ
ગમે ત્યારે આપણે ઍક સાથે જ બળી જશુ
ત્યારે મારા મૃત્યુ સામે તારુ મૃત્યુ.'
અને પ્રભુ ભક્તિ વિષે કહે છે-
'હરિવર મુજને હરી ગયો
મે તો વહાલ કીધુ ન્હોતુ,
ને તોયે મુજને વરી ગયો.
ઍક શાયરે અભિમાન પર સુંદર અને સચોટ પ્રહાર કર્યો છે.
'ગરૂર કિસ બાતકા સાહબ
આજ જમીન કે . ઉપર તો કલ જમીન કે નીચે'
ચાણક્યે બહુ સરસ કહ્યુ છે-
જરુરીયાત કરતા વધૂ વસ્તુઓ વિષ બની જાય છે
પછી ઍ ભૂખ, ધન કે વિદ્યા હોય
અભિમાન પ્રેમ કે પ્રસંસા કેમ ઍન હોય
નફરત અને અમૃત પણ વિષમય થઈ જાય છે.'
જીભ પર કાબૂ રાખવો આવશ્યક છે કારણ કે ઍક લેખકે કહ્યુ છે.
' જીભને થયેલી ઈજાઓ સહેલાઈથી રુજાઈ જાય છે,
પણ જીભથી થયેલી ઈજાઓ જીવનભર રહી જાય છે.'
આમ લેખકો, કવિઓ અને શાયરો કોઈને કોઈ સંદેશો આપી જાય છે.
*********************************
No comments:
Post a Comment