નૌતિક્તા અને ધાર્મિકતા
આજકાલ ભારતમા ધાર્મિકતાનુ પ્રમાણ વધતુ જાય છે. ઍના કારણો પણ સામાન્ય છે. જેવાકે
૧) મંદિરોમા લોકોનો ભરચક ગિરદીઑ હોય છે. ઍમા યુવાનોનૂ પણ પ્રમાણ વધ્યુ છે ઍ સારી નિશાની છે.
૨) નવા નવા મંદિરો બંધાતા જ જાય છે.
૩) પુરાતન મંદિરો પ્રત્યે પણ શ્રધ્ધાનો પ્રવાહ વધતો જ જાય છે.
૪) જૂના અને જાણીતા પુરાતન મંદિરોની સમૃધ્ધિ અતૂટ દાનના પ્રવાહથી વધતી જ જાય છે. ઍના પૂરાવાઓ મોજુદ છે.
-સાઇ બાબા મંદિર શેરડીની વાર્ષિક આવક રૂપિયા ૪૬૦ કરોડની થઈ છે.
- તિરૂપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવક રૂપિયા ૨૨૪૮ કરોડ જેટલી છે.
-વિષ્ણુદેવી મંદિર, જમ્મૂ કાશ્મીરની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦ કરોડ જેટલી આંબી જાય છે.
-ગુરૂવાૈયરાપપન મંદિર, કેરાલાની વાર્ષિક આવક રૂપિયા ૪૮૦૦ કરોડ જેટલી છે.
-મિનાક્ષી મંદિર, તામિલનાડુની વાર્ષિક આવક રૂપિયા ૬૦૦ કરોડ છે.
આજ બતાવે છેકે લોકોની ઉદારતાનો પાર નથી અને ઍજ ઍમની ધાર્મિકતાનો ઉચ્ચ નમૂનાઓ છે.
બીજી બાજુ જોઇઍતો ભારતમા નૈતિકતાનુ પ્રમાણ પણ નીચે જઈ રહ્યુ છે. ફક્ત ૩% લોકો જ દેશમા આવક વેરો ભરે છે. આથી કદાચ કાળા પૈસાનો અમુક પ્રમાણ મંદિરોમા દાનના રૂપમા વહેતો હશે ઍવુ પણ બનતુ હોવુ જોઇઍ. દેશમા ભ્રષ્ટાચારનુ પ્રમાણ વધતુ જાય છે. સ્ત્રીઓને લગતા ગંભીર ગુનાઓ વધતા જાય છે. ભૌતિક્તાને લીધે બીજા ગુનાઓ પણ વધી રહ્યા છે. વિકાસ પામતા દેશોમા કેટલાક લોકો નૈતિકતાને ભોગે પ્રગતીને પંથે આગળ જતા હોય છે.
મુળમા પ્રશ્ન ઉધ્ભવે છેકે ધાર્મિકતા સાથે અધપતન કેમ? ઍટલૂ તો સમજાય છે કે લોકો ધર્મનેતો અનુસરે છે પરતુ ધર્મને આચરણમા મુકવામા ગફલત ખાઈ જાય છે. લોકોમા ધાર્મિકતા જાગી છે તો આચરણમા મૂકવાની વૃત્તિ પણ જાગશે. ઍનો અર્થ ઍમ પણ નથી કે બધા જ ધર્મો આચરતા નથી. જે કેટલાક રસ્તો ભુલેલા છે ઍમા પણ વખત જતા ધાર્મિકતાને લીધે નૈતિકતા જાગૃત થશે અને મૂળ ભારતીય સંસ્કૃતિના પ્રવાહમા ભળી જશે.
**********************************
No comments:
Post a Comment