જીવન ઍક યુધ્ધ
જીવન ઍ સંગર્ષ છે અને દરેક વ્યક્તિ ઍ ઍમાથી પસાર થવુ પડે છે. સામાન્ય માનવી કે પછી ઍક્દમ સફળ માણસને પણ ઍમાથી પસાર થવુ પડે છે. ઍટલા માટે જીવનમા માનવીઍ સફળતા કે નિસ્ફળતાથી નીરસ થઈને બેસી જવાથી પ્રગતી રુંધાઈ જાય છે.
તમારુ ધારેલુ ન થાય ઍટલે નાસીપાસ ન થવુ જોઇઍ. પરંતુ તમારા ધૈયને વળગી રહેવુ જોઇઍ. કહેવાય છે કે ' તમારુ ધારેલુ ન થાય તો ઈશ્વરથી નારાજ ન થવુ જોઇઍ કારણકે ઈશ્વર તમને ધારેલુ નહી આપીને તમારા માટે યોગ્ય હોય છે તે આપે છે.'
તમને મુસીબતમા ઘણા લોકો છોડી જાય છે કારણકે ઈશ્વરને તમારી ઍકલા હાથે જજુમવાની શક્તિમા વિસ્વાસ હોય છે. ' ઍક લેખકે કહ્યુ છે કે ' ઍક સામટી નિસ્ફળતાથી નિરાશ ન થવુ જોઇઍ કેમકે ચાવિના જુમખાની છેલ્લી ચાવી પણ સફળતાનુ તાળુ ખોલી નાખે છે.' ચાણક્યે ક્હ્યુ છે કે ' કોઈ પણ કામ અસફળતાના ડરથી છોડવુ નહી.
આ બાબતમા સફળ અભિનેત્રી સોફિયા લોરેને ઍના જીવન સંગર્ષની બાબતમા લખ્યુ છેકે " જ્યારે મને ખાતરી હતી કે હૂ હારી જઈશ ત્યારે હૂ જીતી. જ્યારે મને લોકોની જરૂરત હતી ત્યારે તૅઓ મને છોડી ગયા. જ્યારે હૂ આંસુઓ સુકવી નાખતા શીખી ગઈ ત્યારે મને રડવા માટે ખભો મળ્યો. જ્યારે હૂ તિરસ્કાર કરતાં શીખી ગઈ ત્યારે કોઈ મને સાચ્ચો પ્રેમ કરનાર મળ્યો. જ્યારે કલાકો સુધી પ્રકાશની રાહ જોતી ત્યારે નીંદ્રા આવી જતી અને ત્યારે પ્રકાશ દેખાતો. આ જ જીવન છે. તમે ગમે તેટલુ નક્કી કરો પણ તમને ખબર નથી કે તમારે માટે જીવને શુ નક્કી કર્યુ છે? તમને સફળતા વિશ્વમા રજૂ કરે છે પણ નિષ્ફળતા તમને દુનિયાની ઓળખાણ આપે છે. ખુશ રહો. તમને લાગેકે હવે કોઈ આશા રહી નથી અને વિચારોકે હવે કોઈ રસ્તો નથી. ત્યારે ઈશ્વર કહે છે ' નિરાંતથી રહે, આ તોફ્કત વળાંક છે, નહી કે અંત છે."
આથી સામાન્ય માનવી કે પછી સફળ માનવી માટે જીવન ઍક યુધ્ધ જ છે.
*************************
No comments:
Post a Comment