ગુજરાતીઑનો અદભૂત પ્રભાવ
ગુજરાતી પ્રજાની સમૃધ્ધિ ઇતિહાસીક અને અત્યારના સમયમા હજુ ટકી રહી છે. ઍનુ કારણ ઍમની સાહસિકતા, વૅપારિક ચાતુર્ય, અને અજાણ્યા લોકોમા મનમેળ જાળવી રાખવાની ઍમની કુનેહ છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણામા જાઓ તો ઍકાદ ગુજરાતી તો મળી જ જશે. હિન્દુસ્તાનમા કેટલા બહારના લોકો આવ્યા અને રાજ઼ કરી ગયા પણ દરેકની સાથે ગુજરાતીઓના સબંધો સારા રહયા અને ગુજરાતીઓ પોતાનો વેપાર વધારતા જ ગયા ઍ ઍમની અદભૂત સિધ્ધિ છે. મોગલોના સમયમા ગુજરાતના વેપારીઓની સાખ મોગલ બાદશાહોના જનાનખાના અને દરબાર સુધી હતી. અમદાવાદના હિરાના અગ્રગણ્ય વેપારી શાંતિલાલને મોગલ બેગમ ભાઈ માનતી હતી. આ ગુજરાતીઓની જહેજલાલીનો નમૂનો છે. અકબરે ગુજરાતની જીતમા ફતેહપુર સિકકરીમા બુલંદ દરવાજો બનાવ્યો તે હજુ મોજુદ છે. તે સમયે પણ ગુજરાતની કેટલી મહત્વતા હતી ઍજ બતાવે છે. કોઇ પણ રાજાને રાજ કરવા અને સૈન્યને નીભાવવા માટે ધનની જરૂર પડે તે ગુજરાત પાસેથી મળી રહેતી, પરંતુ ઍની સામે ગુજરાતીઑ ચતુરાઈથી વેપાર ધંધામા રક્ષણ પણ મેળવી લેતા. આથી રાજાઓ આવ્યા અને ગયા પણ ગુજરાતીઓ સમૃધ્ રહ્યા. ઍ ઍમની કુનેહનુ પરિણામ રહયુ,
અંગ્રેજો આવ્યા તે પહેલા ગુજરાતના ખંભાત, ભરૂચ અને સુરત પણ આંતરાષ્ટ્રીય બંદરો હતા. કહેવાય છે કે તે જમાનામા સુરત બન્દરે ૫૬ રાષ્ટ્રોના વાવટાઓ ફરકતા હતા. ઍટલેકે કેટલાઍ પરદેશી રાષ્ટ્રો સાથે વેપાર ચાલતો હતો. અંગ્રેજો સુરત બન્દરે ઉતર્યા હતા અને ઍમની પહેલી વખાર (કોઠી) ઈસ્ટ ઇંડિયા કંપનીના નામે નાખી હતી. અને પછી 'કંપની સરકારને 'નામે હિન્દુસ્તાનનુ રાજ પચાવી પાડ્યુ હતુ. પરન્તુ ઍજ કંપનીની માલિકી આજે લંડનમા સંજય મેહતા ગુજરાતીની છે. જે ગુજરાતના બન્દરેથી અગ્રેજો આવ્યા ઍજ ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીઍ ઍમને હાંકી કાઢ્યા હતા.
ગુજરાતીઓે પરદેશમા ઍટલા જે સફળ નીવડ્યા છે અને ધન કમાયા છે. ગુજરાતીઓ દક્ષિણ આફ્રિકા, તાંજાનિયા, ફિજી, મોરીસિયસ, ઉગાન્ડા, કેન્યા, મિયિન્માર(બર્મા), મલયઍશિયા, યૂકે, અમેરિકા,કૅનડા, સિંગાપુરઅને ન્યૂજિલેન્ડ, પણ જઈ વસ્યા છે. અને ત્યા પણ સફળ રહયા છે. ગુજરાતીઓની અમેરીકામા ૧/૩ મોટેલ અને હોટેલ વેપારમા માલિકી છે. અમેરીકામા ગુજરાતીઓ ૧૨૦૦૦ ફાર્મેસીઑ સ્વતંત્રપણે ચલાવે છે. ઍંટવર્પ, બેલ્જિયમમા હિરાના વેપારમા ગુજરાતીઓ આજે પણ પ્રભુત્વ ધરાવે છે. સુરત ઍકલુ જ દુનિયાના ૯૦% હિરાઓ પોલિશ કરીને દુનિયાભરમા ૧૩ બિલિયન ડૉલર જેટલી કિંમતના હિરાઓ વેચે છે. ભારતના ટોટલ ઍક્સપોર્ટનો ૨૨% હિસ્સો ગુજરાતનો છે. અને દુનિયાની ઍક મોટામા મોટી ડેનિમની મિલ પણ અમદાવાદમા છે.
ભારતના ધનવાન વ્યક્તિઓમા મૂકેશ અંબાણી, દિલીપ સંઘવી, અને હાસિમ પ્રેમજી પણ ગુજરાતીઓ જ છે. આજે પણ ૯૦ લાખ જેટલા પરદેશમા વસતા ગુજરાતીઓ ગુજરાતનુ નામ દુનિયાભરમા રૉશન કેરી રહ્યા છે. ભારતને સ્વતંત્રાતાઅપાવનાર ગાંધીજી હતા તો રજવાડાઓને નાબૂદ કરી ભારતને ઍક કરનારા સરદાર પટેલ પણ ગુજરાતી હતા. પાકિસ્તાનની રચના કરનાર મહંમદઅલી ઝીણા પણ ગુજરાતી જ હતા.
ટુંકમા ગુજરાત અને ગુજરાતની ઝહેજ લાલી માટે ગુજરાતી પ્રજાની સાહસિકતા, ચતુરાઈ, અને મુશ્કેલ જગાઍ જઈને મહેનત કરી સફળતા મેળવવાની આવડત જ જવાબદાર છે. ઍટલા માટે જ ભગવાન કૃષ્ણે પણ ગુજરાતની ભૂમીમા રહેવાનુ અને મરવાનુ પણ પસંદ કર્યુ હતુ.
*******************************