Thursday, June 14, 2018


'ફાધર્સ ડે' -- ૧૭ મી જૂન ૨૦૧૮
                                                                                   અમેરીકામા દરેક વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે 'ફાધર્સ ડે 'મનાવવામા આવે છે. તે દિવસે પિતાના કુટુંબમા અને સમાજમા  કરેલા પ્રદાનને અંજલી આપવામા આવે છે.
                                                                                  પિતાઍ કટૂંબના વડા હોય છે પરંતુ  ઍનૂ સ્થાન કાંટા  ભર્યુ હોય છે. બધા સારા નરસાની જવાબદારીઓ ઍના જ શિર પર આવે છે.  કુટુંબમા સસ્કારોનુ સિંચનની જવાબદારી પણ ઍની હોય છે. માતા કેટલીકવાર લાગણીશીલ બની જાય છે પરંતુ પિતાઍ તો કડવા પણ સખત નિર્ણયો કુટુંબના હીતમા લેવા પડે છે.  ઍથી કદી કદી પિતા કુટુંબમા વિલન પણ બની રહે છે. આથી પિતા સાથે મતભેદ ધરાવનારા બાળકો ઘણા મળશે પરંતુ માતાને દોષ દેનારા બાળકો ભાગ્યે જ જોવા મળશે.
ટુંકમા  શિવની જૅમ  કુટુંબના હિતમા પિતાને વિષને પણ ગટગટાવી જવુ પડે છે.

                                                                                પિતા અને ઍના બાળકો વચ્ચે કેટલીકવાર તિરસ્કાર અને પ્રેમનો સબંધ હોય છે જ્યારે માતા સાથે ઍના બાળકો વચ્ચે પ્રેમનો અખંડ પ્રવાહ વહેતો હોય છે. તે છતા પિતાના  સદગુણૉ હમેશા ઍના બાળકોમા આવતા હોય છે.  જીવનમા પિતાને અંજલી આપવાનો પિતા દિવસ (  ફાધર્સ ડે) ઍ ઍક મોકો છે જેનો દરેક બાળકો સારી રીતે ઉપયોગ કરી શકે છે.આજે જ્યારે  મારા પિતાને યાદ કરુ ત્યારે ઍમની પાસે શુ શીખ્યો ઍ યાદ કરવા પ્રયત્નો કરુ છુ.

                                                                                  પિતાને ઍવી ઈચ્છા હોય છેકે ઍના બાળકો  ઍના સદગુણો તો ઉતારે પરંતુ ઍના કરતા ઉચી સિધ્ધીઓ પ્રાપ્ત કરે. ગમે તેવા ખરાબ પિતા પણ હંમેશા ઍના બાળકોને ઍના દુર્ગુણોથી દૂર રાખવા  પ્રયત્નો  કરે છે ઍજ પિતાના બાળકો પ્રત્યેનો અખુટ પ્રેમ બતાવે છે.

                                                                              તે છતા ઇતીહાસ જોશો તો પણ મહાન અને સફળ પિતાને ઍના પુત્રો કે બાળકો સાથે સંગર્ષમા ઉતરવુ પડ્યુ છે. ભગવાન રામને પણ ઍમના પુત્રો લવ કુશ સાથે યુધ્ધમા ઉતરવુ પડ્યુ હતુ. ઍમા રામે ઍની માતા સાથે કરેલા અન્યાયનો  ઍકમુદ્દો હતો. શ્રી કૃષ્ણને ઍના પુત્ર સાથે અણબનાવ  રહેતો હતો.  કૃષ્ણનો પુત્ર 'સમબા' ઍના દુર્ગુણોને લીધે કૃષ્ણના ' યદુ વંશના' નાશ માટે નિમિત્ત માત્ર બન્યો હતો.  ઔરંગજેબે સત્તા મેળવવા ઍના પિતાને કેદ કરી બેજાર બનાવી દીધા હતા. મહાત્મા ગાંધીનો ઍના પુત્ર હિરાલાલ સાથે  અણબનાવ હતો. હીરાલાલને ગાંધીજીઍ ઍમના સીધાંત ખાતર કરેલા અન્યાય પ્રત્યે અનહદ રોષ હતો. શિવાજીને ઍના પુત્ર સંભાજી પ્રત્યે અસંતોષ હતો. આમ જોઈ શકાશેકે બાળકો અને પિતા વચ્ચે હંમેશા સંગર્ષ રહયો છે. પિતા જેટલી  ઉચી કક્ષાઍ હોય ઍનાથી વધારે ઉચી કક્ષાઍ ઍમના બાળકો  પહોચે  ઍવી ઍમની અભિલાષા જવાબદાર હોય છે.
                                                                                 આથી બાળકો સાથેના  સંઘર્ષમા પિતાની કડકાઈ   ઍને વિલન બનાવી દે છે. જ્યારે માતા જેવા પણ બાળકોનો સ્વીકાર કરી ઍને અપનાવી પ્રેમ આપે છે.  આથી દુનિયામા  માને પ્રેમ ન કરનાર વ્યક્તિ ભાગ્યે જ મળે છે. ઍક ચીજ સમજવાની જરૂર છે કે બાળકો પિતામા ઍમના જીવનના હીરોને જુઍ છે અને માતામા ઍમનો પહેલો પ્રેમ નિહાળે છે.
                                       ************************************
                                                             

                                           

Wednesday, June 6, 2018


પહેલુ સુખ તે જાતે  નર્યા
                                                               લોકો પોતાના શરીર પ્રત્યે બેદરકારી બતાવે છે અને ઍના ખરાબ પરિણામો ભોગવે છે. ખાવા પીવામા પણ બેદરકારી રાખે છે. તમે જે ખાવ છો અને પાચાવવામા કેટલો સમય લાગે તે જાણ્યા સિવાય જેમ ફાવે તેમ ખાયે રાખે છે. અને અંતે બીમારીઓના ભોગ બને છે. ઍના માટે ઍ જાણવુ પણ જરૂરી છેકે  કેટલીક વસ્તુઓ પાચાવવામા કેટલો વખત લે છે.
૧) ટામેટા- પચવામા 30 મિનિટ લે છે.
૨) કેળા   -     "          50     "     "    ".
૬)  માંસ         "        480    "    "     ".
૭) તરબૂચ      "          20     "    "    ".
૮) પીનેટ બટર "       120    "    "    " .
૯)  પાસ્ત્તા                 180    "    "    ".
10) ફાસ્ટ ફુડ             720    "    "    ".

                                                             તે ઉપરાંત આંખ ઍ ઘણુ નાજુક અંગ છે. આથી માણસ જીવે ત્યા સુધી ઍને તંદુરસ્ત રાખવી જરૂરી  છે. ઍના માટે આંખની કસરતો કરવી પણ જરૂરી છે.   ઉંઘ ન આવવાની બિમારી હોય તો યોગાસનો વડે રાહત મેળવી શકાય છે. જેવાકે સુખ, ઉત્તમ, વિપરીતા કરને, શેવ આસનો મદદ રૂપ થઈ શકે છે.

                                                               અઠવાડીયામા બે  ત્રણ વાર ૧૫ થી ૨૦ મિનિટની શરીરને અનુકુળ કસરતો શરીરને તાજગી આપે છે. કોઈ પણ વ્યક્તિ દિવસના ૩૦  મિનિટ ચાલવા માટે સમય આપે તો ઍની તંદુરસ્તી બની રહે છે ઍમા શંકા નથી.

                                                               દુનિયાની બધી સંપત્તિ સામે શરીરની તંદુરસ્તી  અજોડ છે. તંદુરસ્તી વિના સંપત્તિ ભોગવવી અશક્ય છે. ઍથી કહેવાય છે કે' પહેલુ સુખ તે જાતે નર્યા' અંગ્રેજીમા ઍને '  હેલ્થ ઇસ વેલ્થ'  કહેવામા આવે છે.
                                                                 ************************************

Sunday, June 3, 2018


અમેરીકામા  વશિષ્ટ નાગરિક પ્રત્યે અભિગમ
                                                                                                               દરેક  દેશો પોતાના વશિષ્ટ નાગરિકો પ્રત્યે સજાગ  હોય છે કારણકે ઍમના બલિદાનો પર જ દેશનો વર્તમાન હોય છે. પરંતુ દરેક દેશોનો અભિગમમા ફરક હોય છે. જ્યારે  કેટલાક દેશોમા વશિષ્ટ નાગરિકોને વપરાઈ ચૂકેલી શક્તિ માની કે અથવા બોજારૂપ માની લઈ ઍમની અવગણના પણ કરવામા આવે છે. ભારતમા પણ હવે  વશિષ્ટ નાગરિકો પ્રત્યે ધ્યાન આપી સારી ઍવી સગવડો આપવામા આવી રહી છે. તે  છતા અમેરિકન વશિષ્ટ નાગરિકોને  આપવાંમા આવતી સગવડોનુ અવલોકન કરવુ જરૂરી છે.

 ૧) બસો, ટ્રૅનો, હવાઈ પ્રવાસોમા નીચાદર રાખવામા આવે છે.
૨)બસો, ટ્રૅનોમા વશિષ્ટ નાગરિકો માટે ઍમને અનુકુળ સીટો અલગ રાખવામા આવે છે.
૩) કાર રિપેર, મૂવી, ઍમુસ્મેન્ટ અને નૅશનલ પાર્કમા ૩૦ થી ૩૫ ટકા ઑછા ભાવ રાખવામા આવ્યા છે.
૪) મૅક ડોનાલ્ડ, કેફસી, બર્ગર કિંગ,  સબ વે, વેંદિસ, જેવી હોટેલોમા ૧૦% ડિસકાઉંટ આપવામા આવે છે.
૫) બનાના રિપબ્લિક, માર્શલ, કોહલસ, સીયર્સ, જેવા અસંખ્ય સ્ટોર મા ૧૦% ડિસકાઉંટ આપવામા આવે છે. તે ઉપરાંત અમુક ચોક્કસ દિવસે ૨૦% ડિસકાઉંટ પણ આપવામા આવે છે. .

૬) હોમ અલાર્મ્ સિસ્ટમ,  ઑટો ઈન્સ્યુરન્સ્મા, લાઇફ ઈન્સ્યુરનસમા પણ ઑછા પૈસા ચાર્જ કરવામા આવે છે.
૭)સીવીઍસ, વૉલ માર્ટ,વેલ ગ્રીન, ટાર્ગેટ, રાઇટ ઍડ, જેવી દવા  વેચનારી કંપનીઑ પણ વશિષ્ટ નાગરિકોને ડિસકાઉંટ ભાવે દવાઓ વેચે છે.
૮) ઘરો પર રીવર્સ મોર્ગેજની સગવડ આપવામા આવે છે.
૯) સિનયરોને વ્યાજબી દરે ઘરો આપવામા આવે છે.
૧૦) જેમની આવક ઑછી હોય ઍવા સિનયરોને  મફત હેલ્થ કેર અને જીવન ચલાવવા માસિક થોડી રકમ પણ આપવામા આવે છે.
૧૧) વિકલાંગ સિનિયર નાગરિકોને નોકરી માટે વશિષ્ટ સગવડો, નોકરીઓ, અને જરૂરી વસ્તુઓ મફત પુરી પાડવામા આવે છે.
૧૨) તે ઉપરાંત  મુખ્યત્વે તો દરેક નાગરિકો ઍમને માનની દ્રષ્ટીથી જુઍ છે અને માન પણ આપે છે. ઍમને  મદદરૂપ પણ થાય છે.

                                                                                              જે દેશમા વશિષ્ટ નાગરિકોને પુરતુ માન આપવામા આવે ઍ દેશ સૂપર પાવર બને ઍમા શુ નવાઈ?
                                                 ************************************