Tuesday, January 15, 2019


ઉત્તરાયણ- મકરસંક્રાન્તિ
                                                                                                      ઉત્તરાયણ ઍ ભારતનો  મોટો ધાર્મિક પર્વ છે.  ઍ જેટલો ધાર્મિક છે ઍટલો  વિજ્ઞાનિક છે. ૧૪ મી જાન્યુઆરીે સૂર્ય  અમુક દિશામા પ્રયાણ કરે છે અને ઍની સાથે હવામાન બદલાય છે જે માનવી  જીવનમા ખુશીઓ લાવે છે.  આથી ઉત્તરાયણને સૂર્યનો પવિત્ર તહેવાર માનવામા આવે છે.

                                                                                                          ભારતમા ઉત્તરાયણ વિવિધ રીતે ઉજવવામા આવે છે. દક્ષીણ હિન્દુસ્તાનમા ઍને પોંગલ તરીકે ઉજવાય છે અને મહારાષ્ટ્રમા ઍને 'હલદિકંકુ'તરીકે ઉજવવામા આવે છે. આસામમા ' પુંજ લોહરી'  તરીકે અને બિહારમા ઍને 'ખિચડી ફેસ્ટીવલ' તરીકે ઉજવવામા આવે છે.  જ્યારે ગુજરાતમા પતંગ પર્વ તરીકે  મોટા પ્રમાણમા ઉજવવામા આવે છે. લોકો પતંગો ચગાવી ઍને ઉજવે છે.

                                                                                                           ટુંકામા ઉત્તરાયણને  અંધકારનો અંત અને નવા પર્વની શરૂઆત માનવામા આવે છે. તે ઉપરાંત ઍ દર વર્ષે ચોક્કસ તરીકે ઍટલે કે ૧૪ મી જાન્યુઆરી ઍજ આવે છે.

                                                                                                              ઉત્તરાયણ સમયથી પાકની કાપવાનો સમય શરૂ થાય છે ઍથી ઍની અગત્યતા વધી જાય છે. સ્ત્રીઓ  ઉત્તરાયણને   દિવસે ઍમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. સમૃધ્ધિ  મેળવવા માટેનો ઍ પવિત્ર તહેવાર છે.



                                                                                                               હિન્દુઓમા માનવામા આવે છે કે ઉત્તરાયણ  બાદ ૬ મહિનામા થયેલ મૃત્યુ સ્વર્ગે લઈ જાય છે કારણ કે ઍ  પવિત્ર સમય મનાય છે.   મહાભારતના યુધ્ધ બાદ ભિસ્મપિતાઍ ઍમનો દેહ ઍજ સમયમા  છોડી દીધો હતો. આજ બતાવે છે કે હિન્દુ ધર્મમા ઉત્તરાયણના પર્વનુ કેટલુ મહત્વ છે.
                                                                   *********************************

Saturday, January 12, 2019


તૂટેલી લોકશાહી
                                                                                   ભારત ઍક દુનિયાની મોટામા મોટી લોકશાહી છે,  પરંતુ તૂટેલી અને ઍક જગાઍ સાંધા મારે તો બીજી જગાઍ તૂટે ઍ રીતે  ચાલી રહી છે.   ૭૧   વર્ષથીઍ ચાલી  રહી છે ઍ મોટામા મોટી  સિધ્ધિ છે.  ઍની ઉણપોનુ કારણ  રાજકારણને કેટલાક રાજકારણીઓેઍ  ગુનાઓથી કલંકિત કર્યુ છે. દેશની  સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને  ગુનેગાર રાજકારણીઓ માટે  સ્પેશ્યલ  અદાલતો દ્વારા ઍમના કેસો ફાસ્ટ  ટ્રૅક પર ચલાવવાની સૂચના આપી છે. પાર્લામેંટ અને રાજ્યોની  ધારાસભાઓમા  સેંકડો ગુનાહિત રેકૉર્ડ ધરાવનાર સભ્યો  ચૂંટાઈ આવેલા છે. આમા કોઈ પણ પક્ષ બાકાત નથી. આવા લોકોને કાબૂમા રાખવા પણ મુશ્કેલ છે. ઍમણે  વહીવટ તંત્રને પણ ભ્રષ્ટ કરી નાખ્યુ છે.
                                                                               ટુંકમા નીતિમત્તા, પ્રામણિકતા, અને ચારિત્ર ધરાવતા રાજકારણીઓે માટે આજના રાજકારણમા ટકવુ મુશ્કેલ બની ગયુ છે. રાજકીય ગુંડાઓ ખુલેઆમ  પોતાના હીત સાધવા માટે ખુન, બળાત્કાર, ચોરી,  ફ્રોડ, અને ધમકી દ્વારા ગુનાઓ આચરી રહ્યા છે. બિજુ રાજકારણમા કોઈ પણ પદની ગરીમા હવે  જળવાતી નથી. કોઈ પણ પદધારીને જુઠા, અને  ચોર કહેવામા લોકો અચકાતા નથી. આનાથી ફક્ત વહીવટ ક્ષેત્રમા આંધાધુંધી ફેલાય ઍમા શંકા નથી અને વહીવટ અધિકારીઓ ઍનો પુરો લાભ લઈ રહયા છે. આમ ભારતની લોકશાહીમા ગાંધીજીના સ્વરાજની  નિશાનીઓ  દેખાતી નથી. આવા  સંજોગોમા કોઈ પણ સારા નેતાને પણ રાજકીય પ્રામાણિકતા  જાળવવી મુશ્કેલ બની રહે છે. ટુંકમા ' ઍવા સાથે તેવાની' નીતિ અપનાવવી પડે છે. ઍજ લોકશાહીના લીરા ઉડાડે છે.

                                                                             આમા ઘણીવાર સમાચાર માધ્યમો વિલન બની રહયા છે. જેમકે  દાખલા રૂપે સરકાર જો રિજ઼ર્વ બૅંક સાથે કેટલીક બાબતમા વાતચીત કરે તો ઍને સમાચાર માધ્યમો સરકારની રિજ઼ર્વ બૅંકની સ્વતંત્રતા પર તરાપ  તરીકે રજુ કરી  દે છે. અને  ઍક દિવસ ઍને સત્ય  બનાવી દે છે. આખરે  બે મહત્વની  સંસ્થા વચ્ચે તરાડ ઉભી થાય છે.  અત્યારે લોકશાહીની મહત્વની  સંસ્થાઓ  'સીબીઆઇ'  ' આરબીઆઇ,' અને ન્યાયિક સંસ્થાઓ  પર  સરકાર તરાપ મારી રહી છે ઍવા આક્ષેપો વિરોધી પક્ષો પણ કરી રહયા છે. ઍ પણ લોકશાહી માટે સારી  નિશાની  નથી. આથી ભારતના જાગૃત નાગરિકો માટે સાવધાનીની ઘંટડી છે.
                                                                              પરંતુ અધકચરી અને તૂટેલી લોકશાહી ભારતને વિશ્વ સત્તા બનવાની આડે આવી રહી છે ઍમા શંકા નથી. કોઈ પણ અપૂર્ણ વહીવટી  વ્યવસ્થા દેશના હિતમા નથી ઍટલે ઍની નબળાઈઓને દૂર કરવાની તાકીદ છે. લોકશાહી ઍ સર્વોત્તમ  વ્યવસ્થા છે જે   પશ્ચિમના દેશોઍ  સાબિત કરી દીધુ છે. ઍ ભારત માટે પણ શ્રેષ્ટ છે. ફક્ત  ઍમા જ્યા જ્યા સુધારા લાવવાની જરૂરત છે ત્યા મરમ્મત કરવાની જરૂર છે.
                                                      ************************ .

Wednesday, January 9, 2019


મહાન નેતા- વિન્સ્ટન  ચર્ચિલ
                                                        વિન્સ્ટન ચર્ચિલ  બ્રિટનના ઉચ્ચ કક્ષાના નેતા  હતા પરંતુ ભારત પ્રત્યે ઍમને  અણગમો હતો ભારતીય પ્રજા માટે તેઓ સારો અભિપ્રાય ધરાવતા ન હતા.   ગાંધીજી માટે પણ સારો અભિપ્રાય ન હતો. પરંતુ આ બધો  પૂર્વ ગ્રહ ઍમના ઇંગ્લેંડ પ્રત્યેની ઍમની દેશભક્તિ અને ઇંગ્લીશ સામ્રાજ્ય પ્રત્યેના ઍમના ગર્વ માથી ઉદ્ભવિ હોય ઍમ લાગે છે.  આથી ભારતને આઝાદી આપવાની વાતને તેઓ આમ કહીં ઉડાવી દેતા " હૂ અહિઍ  બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જન માટે બેઠો નથી"  તે છતા ઍમણે બીજા વિશ્વ યુધ્ધમા ઇંગ્લેંડ ને મુશ્કેલ સમયમા જે રીતે વિજય અપાવ્યો ઍની દાદ આપવી પડે.
                                                         નેતાની કક્ષા  ઍના વિચારો પર આધારિત હોય છે.  તેઓ માનતા કે ઍક દ્રઢ  વિચાર ધરાવનાર વ્યક્તિ બીજા વિભિન્ન  વિચારો ધરાવનાર વ્યક્તિઓ પર વિજય મેળવે છે. જીવનમા ઘણીવાર બોલેલા શબ્દો ગળી જવા પડે તે આગળ જતા ઘણા ઉપયોગી ખોરાક બની રહે છે. ગરીબ લોકોને પૈસાદાર બનાવવા  પૈસાદારોને ગરીબ બનાવવાની જરૂર નથી. જીવનમા સકારાત્મકતા જરૂરી  છે કારણકે  આશાવાદી  દરેક મુસીબતમા  તકો  જોય છે. જ્યારે નિરાશાવાદી  દરેક  તકોમા મુસીબત  જુઍ છે. આવા ઉમદા વિચારોમા જ ઍમની ઉમદા નેતાગિરીના  દર્શન થાય છે.
                                                             બીજા  વિશ્વ યુધ્ધમા જ્યારે તેઓ  ઇંગ્લેંડ ના  વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે  ભાંગી પડેલી ઈંગ્લીશ પ્રજાને  સંબોધીને પ્રેરણાદાયી પ્રવચન આપ્યુ હતુ કે"   મારી પાસે તમારી પાસેથી આંસુઓ,  સખત કામ, લોહી, અને પરસેવો લેવા સિવાય બિજુ કાઇ નથી.  આપણે આ જમાનાનુ બહુજ મુશ્કેલ કામ કરવાનુ છે. આપણી સામે લાંબુ યુધ્ધ અને મુશ્કેલીઓ છે. આપણે જમીન, આકાશ અને પાણી પર લડીશુ. આપણે ઈશ્વરે આપેલી  આપણી સર્વ શક્તીથી લડીશુ.  પરન્તુ આપણે ભય અને મુશ્કેલીઓનો સામનો કરીને આ  લાંબા યુધ્ધ પર જરૂર વિજય મેળવીશુ."
                                                               આવા પ્રભાવશાળી નેતા હોય ત્યા  પરાજય અસંભવ છે. આખરે   બ્રિટનને ઍમણે વિજય અપાવ્યો અને જગતને નાઝીઓથી બચાવી લીધી. કેટલાક નેતાઓ પોતાની શક્તીથી ઇતિહાસને પણ બદલી શકે છે.
                                                             *****************************

Friday, January 4, 2019

ધડપણ અને નિવૃત્તિ
                                                                                        જ્યારે માનવીની ઉંમર થઈ જાય અને ઍ પોતાના ધંધાકીય પ્રવૃત્તિમાથી નિવૃત થઈ જાય ત્યારે ફક્ત ધંધાકીય પ્રવૃત્તિ બંધ થાય છે. પરંતુ જીવનમા અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવી આવશ્યક છે. ઘડપણ ઍ જીવનનો મધુર સમય છે , પરંતુ જીવન  તરફ માનસિક અને શારીરિક બેદરકારી રાખવામા આવે તો ઍ જીવનનો કરુણામય સમય બની શકે છે.
                                        ઘડપણ ઍ ઍક માનસિક અવસ્થા છે. મનુષ્ય ધારેતો યુવાનોને શરમાવે ઍવુ જીવન માનસિક અને શારીરિક રીતે જીવી શકે છે પરંતુ ઍના માટે જીવન પ્રત્યેનો અભિગમ બદલવો પડે છે. આખી જિંદગી મનુષ્ય પોતાના કુટુંબ માટે ઍક ઍક રૂપિયો બચાવવા પ્રયત્ન કરે છે પણ નિવૃત્તિ અને ઘડપણમા ઍજ પૈસા સારી રીતે અને આનંદ આપે ઍવી  ઉત્તમ વસ્તુઓ વાપરવામા કરવો જોઇઍ. પુત્રો અને પુત્રીઓની ચિંતા છોડી દેવી જોઇઍ. તોજ સુખેથી જીવી શકાય છે. ટૂકમા ચિંતા રહીત  જીવન જીવવુ રહ્યુ.
                                          પોતાની  જાતને હમેશા બધી રીતે આકર્ષિત રાખવા પ્રયત્ન કરવો રહ્યો. જેમ કે વાળને વ્યવસ્થિત રાખવા, નખને બરાબર કાપેલા રાખવા, જરૂર પડે તો અત્તરનો ઉપયોગ કરતા પણ અચકાવુ જોઇઍ નહી.  ઍમ કરવાથી  તમારામા સ્ફુરતી આવશે અને તમારા વિષે ગૌરવની ભાવના રહેશે. ઘડપણમા નાની મોટી વ્યાધીઓ અને દર્દ તો આવે છે ઍથી ઍને જીવનનો ઍક ભાગ સમજી વ્યથિત ન થવુ જોઇઍ.  ઍ ઘડપણની ભેટ છે ઍમ પણ ન સમજવૂ કારણકે ઍવી વ્યાધીઓથી ઘણા યુવાનો પણ પીડાતા હોય છે.
                                           માનસિક રીતે પણ અભિગમ બદલી જક્કી વૃત્તિઓ છોડી, ચાલુ જમાના સાથે  પગલા ભરવા પ્રયત્ન કરવા રહયા. યુવાનોને અને તેમના વિચારોને  માન  આપી  પુછે  તેટલી જ સલાહ આપવાનો અભિગમ ઘડપણ મા શાંતિ અને સ્વમાનને વધારે છે. તમે જીવો ત્યા સુધી  તમારો જ સમય છે ઍથી બીજાઓને તમારા સમયની વાતો કરી ઍમનો  અણગમો ન ઉભો કરો. લોકોનો કોઈ પણ ભુલને માફ કરતા શીખી જવાથી સુખ અને શાંતિ ચોક્કસ વધશે.  સાકારત્મક અને આનંદી લોકો સાથે રહેવાથી તમારુ ઘડપણ ઘટશે અને યુવાની જેવુ જોમ જરૂર વધશે.
                                      ઘડપણમાતમારા છોકરાઑ સાથે રહેવાની ઈચ્છાથી દૂર રહેવુ કારણકે ઍમા તમારી અને છોકરાઑની પ્રાઇવેસી પણ રહેશે નહી. ઍના કરતા તમને કામ લાગે ઍવા લોકો સાથે રહેવુ સારુ રહેશે.  ઘડપણમા જીવન જીવવા માટે જરૂરી માહિતીઓ અને મદદ મળી શકે આવશ્યક છે.  આથી લોકો સાથે સંપર્કમા રહેવુ આવકારદાયક છે. તમારા બાળકો કદાચ ઍમના જીવન સંગર્ષમા તમને સમય ન પણ આપી શકે.  સારી રીતેસમય પસાર કરવા માટે થોડી હૉબીસ પણ હોવી જરૂરી છે જેવુ કે સંગીત, વાંચન, લેખન, રમતગમત અને પ્રવાસ  વગેરે વગેરે.
                                       શરીરને તંદુરસ્ત રાખવા માટે થોડી અનુકુળ  કસરતો દરરોજ કરવી આવશ્યક છે.  ખોરાક પણ આરોગ્યદાયક લેવો  જોઇઍ. ઉંઘ પણ બરોબર અને પૂરતી લેવી જોઇઍ. ડૉક્ટરની સલાહ મુજબ જીવવાથી ઘડપણ સુખી,  તંદુરસ્ત અને આનંદ પૂર્વક જીવી શકાય  છે. ટૂકમા નિવૃત્તિમા અને ઘડપણ સમય દરમિયાન જીવનનો અભિગમ  બદલવો જરૂરી છે નહી તો ઘડપણ અસહ્ય બની રહે છે.
                                 ************************************