તૂટેલી લોકશાહી
ભારત ઍક દુનિયાની મોટામા મોટી લોકશાહી છે, પરંતુ તૂટેલી અને ઍક જગાઍ સાંધા મારે તો બીજી જગાઍ તૂટે ઍ રીતે ચાલી રહી છે. ૭૧ વર્ષથીઍ ચાલી રહી છે ઍ મોટામા મોટી સિધ્ધિ છે. ઍની ઉણપોનુ કારણ રાજકારણને કેટલાક રાજકારણીઓેઍ ગુનાઓથી કલંકિત કર્યુ છે. દેશની સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને ગુનેગાર રાજકારણીઓ માટે સ્પેશ્યલ અદાલતો દ્વારા ઍમના કેસો ફાસ્ટ ટ્રૅક પર ચલાવવાની સૂચના આપી છે. પાર્લામેંટ અને રાજ્યોની ધારાસભાઓમા સેંકડો ગુનાહિત રેકૉર્ડ ધરાવનાર સભ્યો ચૂંટાઈ આવેલા છે. આમા કોઈ પણ પક્ષ બાકાત નથી. આવા લોકોને કાબૂમા રાખવા પણ મુશ્કેલ છે. ઍમણે વહીવટ તંત્રને પણ ભ્રષ્ટ કરી નાખ્યુ છે.
ટુંકમા નીતિમત્તા, પ્રામણિકતા, અને ચારિત્ર ધરાવતા રાજકારણીઓે માટે આજના રાજકારણમા ટકવુ મુશ્કેલ બની ગયુ છે. રાજકીય ગુંડાઓ ખુલેઆમ પોતાના હીત સાધવા માટે ખુન, બળાત્કાર, ચોરી, ફ્રોડ, અને ધમકી દ્વારા ગુનાઓ આચરી રહ્યા છે. બિજુ રાજકારણમા કોઈ પણ પદની ગરીમા હવે જળવાતી નથી. કોઈ પણ પદધારીને જુઠા, અને ચોર કહેવામા લોકો અચકાતા નથી. આનાથી ફક્ત વહીવટ ક્ષેત્રમા આંધાધુંધી ફેલાય ઍમા શંકા નથી અને વહીવટ અધિકારીઓ ઍનો પુરો લાભ લઈ રહયા છે. આમ ભારતની લોકશાહીમા ગાંધીજીના સ્વરાજની નિશાનીઓ દેખાતી નથી. આવા સંજોગોમા કોઈ પણ સારા નેતાને પણ રાજકીય પ્રામાણિકતા જાળવવી મુશ્કેલ બની રહે છે. ટુંકમા ' ઍવા સાથે તેવાની' નીતિ અપનાવવી પડે છે. ઍજ લોકશાહીના લીરા ઉડાડે છે.
આમા ઘણીવાર સમાચાર માધ્યમો વિલન બની રહયા છે. જેમકે દાખલા રૂપે સરકાર જો રિજ઼ર્વ બૅંક સાથે કેટલીક બાબતમા વાતચીત કરે તો ઍને સમાચાર માધ્યમો સરકારની રિજ઼ર્વ બૅંકની સ્વતંત્રતા પર તરાપ તરીકે રજુ કરી દે છે. અને ઍક દિવસ ઍને સત્ય બનાવી દે છે. આખરે બે મહત્વની સંસ્થા વચ્ચે તરાડ ઉભી થાય છે. અત્યારે લોકશાહીની મહત્વની સંસ્થાઓ 'સીબીઆઇ' ' આરબીઆઇ,' અને ન્યાયિક સંસ્થાઓ પર સરકાર તરાપ મારી રહી છે ઍવા આક્ષેપો વિરોધી પક્ષો પણ કરી રહયા છે. ઍ પણ લોકશાહી માટે સારી નિશાની નથી. આથી ભારતના જાગૃત નાગરિકો માટે સાવધાનીની ઘંટડી છે.
પરંતુ અધકચરી અને તૂટેલી લોકશાહી ભારતને વિશ્વ સત્તા બનવાની આડે આવી રહી છે ઍમા શંકા નથી. કોઈ પણ અપૂર્ણ વહીવટી વ્યવસ્થા દેશના હિતમા નથી ઍટલે ઍની નબળાઈઓને દૂર કરવાની તાકીદ છે. લોકશાહી ઍ સર્વોત્તમ વ્યવસ્થા છે જે પશ્ચિમના દેશોઍ સાબિત કરી દીધુ છે. ઍ ભારત માટે પણ શ્રેષ્ટ છે. ફક્ત ઍમા જ્યા જ્યા સુધારા લાવવાની જરૂરત છે ત્યા મરમ્મત કરવાની જરૂર છે.
************************ .
No comments:
Post a Comment