Friday, January 4, 2019

ધડપણ અને નિવૃત્તિ
                                                                                        જ્યારે માનવીની ઉંમર થઈ જાય અને ઍ પોતાના ધંધાકીય પ્રવૃત્તિમાથી નિવૃત થઈ જાય ત્યારે ફક્ત ધંધાકીય પ્રવૃત્તિ બંધ થાય છે. પરંતુ જીવનમા અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવી આવશ્યક છે. ઘડપણ ઍ જીવનનો મધુર સમય છે , પરંતુ જીવન  તરફ માનસિક અને શારીરિક બેદરકારી રાખવામા આવે તો ઍ જીવનનો કરુણામય સમય બની શકે છે.
                                        ઘડપણ ઍ ઍક માનસિક અવસ્થા છે. મનુષ્ય ધારેતો યુવાનોને શરમાવે ઍવુ જીવન માનસિક અને શારીરિક રીતે જીવી શકે છે પરંતુ ઍના માટે જીવન પ્રત્યેનો અભિગમ બદલવો પડે છે. આખી જિંદગી મનુષ્ય પોતાના કુટુંબ માટે ઍક ઍક રૂપિયો બચાવવા પ્રયત્ન કરે છે પણ નિવૃત્તિ અને ઘડપણમા ઍજ પૈસા સારી રીતે અને આનંદ આપે ઍવી  ઉત્તમ વસ્તુઓ વાપરવામા કરવો જોઇઍ. પુત્રો અને પુત્રીઓની ચિંતા છોડી દેવી જોઇઍ. તોજ સુખેથી જીવી શકાય છે. ટૂકમા ચિંતા રહીત  જીવન જીવવુ રહ્યુ.
                                          પોતાની  જાતને હમેશા બધી રીતે આકર્ષિત રાખવા પ્રયત્ન કરવો રહ્યો. જેમ કે વાળને વ્યવસ્થિત રાખવા, નખને બરાબર કાપેલા રાખવા, જરૂર પડે તો અત્તરનો ઉપયોગ કરતા પણ અચકાવુ જોઇઍ નહી.  ઍમ કરવાથી  તમારામા સ્ફુરતી આવશે અને તમારા વિષે ગૌરવની ભાવના રહેશે. ઘડપણમા નાની મોટી વ્યાધીઓ અને દર્દ તો આવે છે ઍથી ઍને જીવનનો ઍક ભાગ સમજી વ્યથિત ન થવુ જોઇઍ.  ઍ ઘડપણની ભેટ છે ઍમ પણ ન સમજવૂ કારણકે ઍવી વ્યાધીઓથી ઘણા યુવાનો પણ પીડાતા હોય છે.
                                           માનસિક રીતે પણ અભિગમ બદલી જક્કી વૃત્તિઓ છોડી, ચાલુ જમાના સાથે  પગલા ભરવા પ્રયત્ન કરવા રહયા. યુવાનોને અને તેમના વિચારોને  માન  આપી  પુછે  તેટલી જ સલાહ આપવાનો અભિગમ ઘડપણ મા શાંતિ અને સ્વમાનને વધારે છે. તમે જીવો ત્યા સુધી  તમારો જ સમય છે ઍથી બીજાઓને તમારા સમયની વાતો કરી ઍમનો  અણગમો ન ઉભો કરો. લોકોનો કોઈ પણ ભુલને માફ કરતા શીખી જવાથી સુખ અને શાંતિ ચોક્કસ વધશે.  સાકારત્મક અને આનંદી લોકો સાથે રહેવાથી તમારુ ઘડપણ ઘટશે અને યુવાની જેવુ જોમ જરૂર વધશે.
                                      ઘડપણમાતમારા છોકરાઑ સાથે રહેવાની ઈચ્છાથી દૂર રહેવુ કારણકે ઍમા તમારી અને છોકરાઑની પ્રાઇવેસી પણ રહેશે નહી. ઍના કરતા તમને કામ લાગે ઍવા લોકો સાથે રહેવુ સારુ રહેશે.  ઘડપણમા જીવન જીવવા માટે જરૂરી માહિતીઓ અને મદદ મળી શકે આવશ્યક છે.  આથી લોકો સાથે સંપર્કમા રહેવુ આવકારદાયક છે. તમારા બાળકો કદાચ ઍમના જીવન સંગર્ષમા તમને સમય ન પણ આપી શકે.  સારી રીતેસમય પસાર કરવા માટે થોડી હૉબીસ પણ હોવી જરૂરી છે જેવુ કે સંગીત, વાંચન, લેખન, રમતગમત અને પ્રવાસ  વગેરે વગેરે.
                                       શરીરને તંદુરસ્ત રાખવા માટે થોડી અનુકુળ  કસરતો દરરોજ કરવી આવશ્યક છે.  ખોરાક પણ આરોગ્યદાયક લેવો  જોઇઍ. ઉંઘ પણ બરોબર અને પૂરતી લેવી જોઇઍ. ડૉક્ટરની સલાહ મુજબ જીવવાથી ઘડપણ સુખી,  તંદુરસ્ત અને આનંદ પૂર્વક જીવી શકાય  છે. ટૂકમા નિવૃત્તિમા અને ઘડપણ સમય દરમિયાન જીવનનો અભિગમ  બદલવો જરૂરી છે નહી તો ઘડપણ અસહ્ય બની રહે છે.
                                 ************************************

No comments:

Post a Comment