મહાન નેતા- વિન્સ્ટન ચર્ચિલ
વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના ઉચ્ચ કક્ષાના નેતા હતા પરંતુ ભારત પ્રત્યે ઍમને અણગમો હતો ભારતીય પ્રજા માટે તેઓ સારો અભિપ્રાય ધરાવતા ન હતા. ગાંધીજી માટે પણ સારો અભિપ્રાય ન હતો. પરંતુ આ બધો પૂર્વ ગ્રહ ઍમના ઇંગ્લેંડ પ્રત્યેની ઍમની દેશભક્તિ અને ઇંગ્લીશ સામ્રાજ્ય પ્રત્યેના ઍમના ગર્વ માથી ઉદ્ભવિ હોય ઍમ લાગે છે. આથી ભારતને આઝાદી આપવાની વાતને તેઓ આમ કહીં ઉડાવી દેતા " હૂ અહિઍ બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જન માટે બેઠો નથી" તે છતા ઍમણે બીજા વિશ્વ યુધ્ધમા ઇંગ્લેંડ ને મુશ્કેલ સમયમા જે રીતે વિજય અપાવ્યો ઍની દાદ આપવી પડે.
નેતાની કક્ષા ઍના વિચારો પર આધારિત હોય છે. તેઓ માનતા કે ઍક દ્રઢ વિચાર ધરાવનાર વ્યક્તિ બીજા વિભિન્ન વિચારો ધરાવનાર વ્યક્તિઓ પર વિજય મેળવે છે. જીવનમા ઘણીવાર બોલેલા શબ્દો ગળી જવા પડે તે આગળ જતા ઘણા ઉપયોગી ખોરાક બની રહે છે. ગરીબ લોકોને પૈસાદાર બનાવવા પૈસાદારોને ગરીબ બનાવવાની જરૂર નથી. જીવનમા સકારાત્મકતા જરૂરી છે કારણકે આશાવાદી દરેક મુસીબતમા તકો જોય છે. જ્યારે નિરાશાવાદી દરેક તકોમા મુસીબત જુઍ છે. આવા ઉમદા વિચારોમા જ ઍમની ઉમદા નેતાગિરીના દર્શન થાય છે.
બીજા વિશ્વ યુધ્ધમા જ્યારે તેઓ ઇંગ્લેંડ ના વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે ભાંગી પડેલી ઈંગ્લીશ પ્રજાને સંબોધીને પ્રેરણાદાયી પ્રવચન આપ્યુ હતુ કે" મારી પાસે તમારી પાસેથી આંસુઓ, સખત કામ, લોહી, અને પરસેવો લેવા સિવાય બિજુ કાઇ નથી. આપણે આ જમાનાનુ બહુજ મુશ્કેલ કામ કરવાનુ છે. આપણી સામે લાંબુ યુધ્ધ અને મુશ્કેલીઓ છે. આપણે જમીન, આકાશ અને પાણી પર લડીશુ. આપણે ઈશ્વરે આપેલી આપણી સર્વ શક્તીથી લડીશુ. પરન્તુ આપણે ભય અને મુશ્કેલીઓનો સામનો કરીને આ લાંબા યુધ્ધ પર જરૂર વિજય મેળવીશુ."
આવા પ્રભાવશાળી નેતા હોય ત્યા પરાજય અસંભવ છે. આખરે બ્રિટનને ઍમણે વિજય અપાવ્યો અને જગતને નાઝીઓથી બચાવી લીધી. કેટલાક નેતાઓ પોતાની શક્તીથી ઇતિહાસને પણ બદલી શકે છે.
*****************************
No comments:
Post a Comment