શરીર સ્વાસ્થ્ય પર નવો અભિગમ
શરીરનુ સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણા લોકો પરેજી પાળે છે અને કેટલાક તો ઉપવાસ પણ કરે છે. પરંતુ શરીર ઉતારવા માટે અભિગમ બદલવાની જરૂર છે. લોકો સ્વાસ્થ્ય નિષ્ણાતોના સલાહ સૂચન પર શરીર ઉતારવા આંધળો અમલ કરી શરીરમા બીજી વ્યાધીઓને દાખલ કરી દે છે. ભારતમા કેટલાક લોકો તો પરદેશી નિષ્ણાતોની વજન ઘટાડવાની સલાહને દેશી ઉપચારો કરતા ઉત્તમ માનનારા પણ છે. બધુ દેશી કઈ નક્કામુ હોતુ નથી.
શરીરનુ વજન ઘટાડવા કરતા . સ્નાયુઓ અને હાડકાઓને મજબૂત બનાવવા જરૂરી છે. ઍમા જુદી જૂદી જાતના ખોરાક લેવા જરૂરી ચ્હે. દાખલા તરીકે કેળા, રો, ઑછી ચરબી વાળા, મિનરલ ધરાવતા અને, રેસાવાળા ખોરાક લેવા જોઇઍ. ખોરાક પણ તરત રાંધેલો જ ખાવો અને વાસી અને જંક ખોરાકથી દૂર રહેવાની જરૂર છે. પરેજી ઍવી ન હોવી જોઇઍ કે જે જીવન માટે બોજારૂપ બની જાય અને પરેજી પાળનારને દુખી ન બનાવી દે.
થેપલા, હાંડવા, અને ઢોકળા જેવા પારંપરિક ખોરાકમા પણ પ્રોટીન હોય છે. થોડા પ્રમાણમા ઘીનુ સેવન પણ શક્તિ આપે છે. ટુંકમા કુદરતી, પારંપરિક અને સિઝનલ ખોરાક પ્રોટીન અને શક્તિ વધારે છે જે હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. આથી કુટુંબની સાથે બેસીને પારંપરિક ખોરાકને ચાવીને ખાવાથી પણ સ્વાસ્થ્ય સારુ રહે છે. પોતાની ભાષામા ટેબલ પર ચર્ચા પણ વાતાવરણને આલહાદક બનાવે છે જે કુટુંબીજનોનૂ સ્વાસ્થ્ય સુધારે છે.
તે ઉપરાંત ઍક અઠવાડિયામા ૧૫૦ મિનિટ ક્સરત કરવાથી સ્નાયુઓ અને હાડકા પણ મજબૂત થાય છે. દરરોજની શરીરની હાલચાલ વધારવી જરૂરી છે જેથી શરીરની શક્તિ અને સ્ફુરતી વધે છે.
ટૂંકા ગાળાની પરેજીના પરિણામો કરતા લાંબાગાળાની પરેજીઓના પરિણામો વધારે ફાયદા કારક હોય છે. ટુંકમા માનસિક દ્રઢતા અને અનુકુળ વાતાવરણ શરીરને તંદુરસ્ત અને વજનને કાબૂમા રાખી શકે છે. ઘણીવાર સખત પરેજી માનસિક અને શારીરિક નાશ નોતરે છે.
*************************************************
No comments:
Post a Comment