સૂર્યપુરથી સુરત
સુરત સૈકાઓથી સમૃધ્ધ શહેર રહયુ છે અને ઍનો ઇતીહાસ પણ ઍટલોજ રસપ્રદ છે. ગોપી નામના બ્રાહ્મણે ઍની રચના ૧૫મી સદીના અંતમા કરી હતી. હજુ પણ સૂરતમા ગોપીપુરા નામનો વિસ્તાર આવેલો છે. સુરતનુ પૂરાણિક નામ સૂર્યપુર હતુ અને અંતે સુરત બની ગયુ. સૂર્યપુર ઍટલેકે સુર્યનુ શહેર, અને ઍનો ઉલ્લેખ સંસ્કૃત શાસ્ત્રોમા છે. કહેવાય છે કે દ્વારકા જતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે સૂરતમા વિશ્રામ કર્યો હતો. ભગવાનના પવિત્ર પગલાઓેઍ સુરતને ન્યાલ કરી નાખ્યુ છે. ઍટલા માટે સુરતના લોકો સારા અને સમૃધ્ધ રહ્યા છે. ૧૫૩૦ મા સૂર્યપુર સુરત તરીકે ઓળખવા લાગ્યુ.
ખંભાત બંદરના પતન પછી સૂરતનો વધુ ઉદય શરૂ થયો. ૧૬મી સદીના અંત સુધી પોર્ટુગીઝો સુરતના વેપાર પર પ્રભુત્વ ધરાવતા હતા. પરન્તુ ૧૬૦૮ મા અંગ્રેજોે ઍ ઈસ્ટ ઇંડિયા કંપની દ્વારા સૂરતમા પ્રવેશ કર્યો. ઈસ્ટ ઇંડિયા કંપનીઍ ૧૬૧૫ મા સુરતમા પોતાની પહેલી કોઠી નાખી. તે વખતે સુરતમા સુંદર હાથવણાટનુ કાપડ, રેશમી કાપડ, વહાણવાડો અને જરી કામનો વેપાર પણ હતો. તે ઉપરાંત સુરત બંદર પર ૫૬ દેશોના વાવટા ફરકતા હતા. સુરત દ્વારા હિંદનો વેપાર પરદેશો સાથે ચાલતો હતો. તે વખતે સુરતમા વીરજી વોરા, હાજી ઝહીદ બેગ, ભીમજી પારેખ, અબ્દુલ ગફૂર, હરી વૈશ્ય, અને અર્જુન નાથજી જેવા ધુરંધર શરાફો હતા. જેમનો વેપાર હિંદમા અને વિશ્વમા હતો. ઍ લોકો અંગ્રેજો, પોર્ટુગીઝો, અન્ય યુરોપની કંપનીઓને ધિરાણ પણ કરતા. ઍમનો વેપાર હિંદ વ્યાપી હોવાથી ઍમણે તે જમાનામા પોતાની અલાયદી પોસ્ટ પધ્ધતિ પણ રાખી હતી જેથી ઍમને સારા હિંદની રાજકીય અને નાણાકીય ખબરો મળતી રહેતી હતી. મુસલમાનો પણ હજ જવા માટે સૂરતનો જ ઉપયોગ કરતા. હજુ પણ સુરતમા મોગલ સરાઇ વિસ્તાર જાણીતો છે.
ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજકીય ચંચુપાત પછી મોગલ સામ્રાજ્ય તૂટી પડવા માંડ્યુ હતુ ઍના સુબાઓ ઍટલેકે સુરતના નવાબ સ્વતંત્ર થવા માંડ્યા હતા. તેઓ ધનિક શરાફોને પણ લુટતા. અંગ્રેજોઍ શરાફ અર્જૂન ત્રવાડી નુ બહુમાન કર્યુ હતુ તો સુરતના નવાબ તેગબેગખાનને ઈર્ષા થઈ હતી અને પોતાના ખર્ચાઓ કાઢવા માટે અર્જુનને લૂંટી લીધો હતો. સુરતની સમૃધ્ધિની વાતો આખા હિંદમા પ્રચલિત હતી. ઍથી શિવાજીઍ પણ મોગલો સામે લડવા નાણા ભેગા કરવા માટે બે વાર સુરતને લુટયુ હતુ. ઍમા સુરતના નવાબોની ભૂમિકા ઘણી નીંદનીય હતી. તે વખતે નવાબનુ લશ્કર નીરક્ષક બની રહયુ હતુ. આજે પણ સુરતના નવાબોના વંશજો સુરતમા વસેલા છે. ૧૬૬૮ પછી મુંબઈનો ઉદય થયો કારણકે અન્ગ્રેજોઍ ઈસ્ટ ઇંડિયા કંપનીનુ મથક સુરતથી મુંબઇ લઈ જવામા આવ્યૂ. તે છ્તા સુરતની સમૃધ્ધિ ઍના હૅંડલૂમ કાપડ ઉદ્યોગ, જરીકામ, જેવા વેપારી કામોથી ચાલુ રહયા. વહાણ બનાવવાનો ઉદ્યોગ જ મુંબઇ ચાલી ગયો. સુરતના લોકોની ખેલદીલી અને પ્રામાણિક વૃત્તિઓને લીધે ઍમની સમૃધ્ધિ ચાલુ રહી.
આજે પણ સુરતમા ટેક્સટાઇલ ઉદ્યોગ, જરી ઉદ્યોગ, ચાલુ છે. સૂરતમા દુનિયાના ૮૦ % હિરાઓ પૉલિશ્ડ થાય છૅ. રેશમી બ્રોકેડ બનાવવાનો ઉદ્યોગ, પેપર મિલ્સ જેવા ઉદ્યોગો પણ આવેલા છે . તાપીની સામી બાજુ હજીરામા ઍસ્સાર, રિલાઇયન્સ, અને ઍલ ઍન્ડ ટી જેવી વિશ્વ વિખ્યાત કંપનીઓના ઉદ્યોગો આવેલા છે જે સુરતની આજની સમૃધ્ધિના ભાગીદાર છે. તે ઉપરાંત સુરત આજે દુનિયાનુ ત્રીજુ સ્વચ્છ શહેર બની ચુક્યુ છે. ટુંકમા દુનિયામા કોઇપણ રીતે સુરતની સમૃધ્ધિ ટકી રહી છે. ભારતનુ ઍ ફાસ્ટેસ્ટ આગળ વધતુ શહેર પણ છે.
**************************
No comments:
Post a Comment