રાજકીય પ્રપંચ અને લોકોની પાયમાલી
દુનિયામા રાજકારણીયો પ્રજાના ભલા માટે રાજ઼ કરવા આવે છે પરંતુ નીજી સ્વાર્થ માટે કેટલી વખત નિર્દોષ લોકોનો ભોગ લઈ લે છે ઍવા કેટલાઑ કિસ્સાઓ બનેલા છે. જ્યા લોકશાહી બરાબર ચાલતી હોય છે ત્યા ઍવા કિસ્સાઓ પ્રજા સમક્ષ આવી જાય છે જ્યારે કેટલાકતો સમયની સાથે વિસરાઇ પણ જાય છે.
અમેરીકામા ઍવી લોકશાહી છે ઍમા ભાગ્યેજ કઈ છૂપુ રહે છે. મીડીયા ઘણીવાર રાજકારણિયોને ઉઘાડા પણ પાડી દે છે.'ફેરેનાઈટ ૯/૧૧' ફિલ્મમા અમેરિકન પ્રેસીડેન્ટ જૉર્જ બુશના કુટુંબના ઓસામા બિન લાદેન કુટુમ્બ સાથેના આર્થિક સબંધો કઈ કંપનીમા હતા તે બતાવવામા આવ્યુ છે. અને ઍજ ઓસામા બિન લાદેન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટરને તોડી પાડવાને નિમિત્ત રૂપ હતો. ઍમા અમેરિકાના હજારો નાગરિકોના મોત થયા હતા. અમેરિકાને અબજો ડોલરોનુ નુકશાન પણ થયુ હતુ.ઍ ઍક વિચિત્ર ઘટના હતી. લોકોે ઍમા શુ સમજવૂ ઍ પ્રશ્ન છે. બુશની ટીમમા તે વખતે ડિક ચીની ઉપ પ્રમુખ હતા અને તેઓ પહેલા ઍક મોટી પેટ્રોલિયમ કંપનીમા મુખ્ય અધિકારી હતા. બુશના સમય દરમિયાન ચીની કરતાહર્તા હતા. જૉર્જ બુશને બીજી વખત ચુંટાવાની પણ તકલીફ હતી. આથી ઍના ઉપપ્રમુખે રસ્તો કાઢ્યો હતો. તેઓ ઍવી વાત લાવ્યા કે ઈરાકનાશાસક સાદામ હુસૈન પાસે કેમિકલ, અને વિનાશક શસ્ત્રો છે. ઍ અમેરિકા માટે નુકશાનકારક છે. ઍટલા માટે ઈરાક પર આક્રમણ કરવુ જરૂરી છે. અને ઈરાક પર આક્રમણ કરી સદામ હુસૈનનો નાશ કર્યો. ઍમા ઍક કાંકરે બે પક્ષી માર્યા જેવુ કર્યુ. ઍક તો જૉર્જ બુશની બીજી ટર્મ નક્કી થઈ ગઈ. અને ઈરાકના તેલના કુવાઓનો કોન્ટ્રાક્ટ ઍની પોતાની પેલી પેટ્રોલિયમ કંપની મળી ગયો. ઈરાકમા ઍવુ કઈ ન હતુ જેનો' ચીની' ઢોલ વગાડતા હતા. પરંતુ ઈરાકની તો સદામ હુસૈનના પતન બાદ પનોતી બેસી ગઈ અને ઈરાક આંતરિક યુધ્ધમા ફસાઈ ગયુ અને બધી રીતે બરબાદ થઈ ગયુ.
જેહાદી આંતકવાદીઓેઍ ઈરાકનુ સત્યાનાશ કરી નાખ્યુ ઍમાથી ઈરાક હજુ બહાર આવ્યુ નથી. ' વાઇસ' નામની ફિલ્મમા જૉર્જ બુશ અને ડિક ચીનીને ઍમા ઉંઘાડા પાડવામા આવ્યા છે. ટુંકમા નિજ સ્વાર્થ માટે રાજકારણીઓ કેવો વિનાશ નોતરી શકે છે.
સિરીયામા પણ લોકશાહીને નામે યુધ્ધ ચાલી રહયુ છે ઍમા ઍક બાજુ અમેરિકા અને બીજી બાજુ સિરીયન ડિક્ટેટર અસદની મદદે રશિયા પડ્યુ છે. ઍમા ઈરાકી આંતકવાદીઓેઍ દખલ કરી સિરીયન લોકોનો વિનાશ નોતરી દીધો છે. ટુંકમા રાજકારણમા સિરીયન લોકોની સ્થિતિ દર્દમય છે.
અત્યારનો ઍક દાખલો વેનેઝૂઍલા નામના દક્ષિણ અમેરિકાના દેશનો છે. ત્યાના લોકોની દર્દમય કહાની છે. લોકોને ઈચ્છા આપખુદ રાજકારણીને કાઢી લોકશાહીની સ્થાપના કરવાની છે. નિકોલસ માન્દુરોને કાઢી વચગાળાના પ્રમુખ ગ્વેદોને લૉકૉઍ સ્થાપિત કર્યા છે. પરંતુ આપખુદ પ્રમુખ નિકોલસ ગાદી છોડવા તૈયાર નથી. ઍમા લોકોની ખરાબ દશા થઈ ગઈ છે. મોંઘવારીઍ માંઝા મૂકી છે. ચલણનુ પતન થયુ છે. અનાજના કઈ ઠેકાણા નથી. ઉધ્યોગો બંધ થઈ રહ્યા છે. લોકો બાજુના દેશોમા હિજરત કરી રહયા છે. હોટેલના બિલ ચૂકવવા બૅંક બૅલેન્સ બતાવવુ પડે છે. દેશમા આવેલા પેટ્રોલના કુવાઓ આજે દેશ માટે શાપ રૂપ બની રહ્યા છે. ઍક બાજુ રશિયા અને ચીન પ્રમુખ નિકલસ દ્વારા પોતાનુ રાજકારણ રમી રહ્યા છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને બીજા દેશો હંગામી પ્રમુખને ટેકો આપી રહ્યા છે. મૂળમા દેશના તેલ ભંડારો પર બધા દેશોની નઝર છે. ગરીબ પ્રજાની ઍમા પાયમાલી થઈ ગઈ છે. ટુંકમા રાજકારણીઓ દરેક વસ્તૂમા પોતાના સ્વાર્થ જોતા હૌય છે. પ્રજાની પાયમાલિની ઍમને કઈ પડી નથી.
ભારતમા પણ આંતકવાદ કાશ્મીરમા જોસમા છે. પુલવામા નિર્દોષ ૪૫ જેટલા જવાનોની આંતકવાદે બોમ્બ બ્લાસ્ટ દ્વારા હત્યા કરી નાખી. ઍની સામે સૈન્યઍ પગલા લીધા. તેમા પણ રાજકારણ રમાઈ રહયુ છે. જ્યારે નિર્દોષ સૈનિકો અને નાગરિકોની હત્યા આંતકવાદીઑ દ્વારા કરવામા આવી રહી છે ત્યારે પણ રાજકારણીઓ પોતાની મેલી રાજકીય નીતીઓ છોડતા નથી. આ પણ ગંદી રાજનીતીઓનો દાખલો છે. ઍમા નિર્દોષ લોકો બરબાદ થઈ રહ્યા છે.
પોતાનો સ્વાર્થ સચવાય તો રાજકારણીઓ ગમે તે હદે જઈ શકે છે.
****************************
No comments:
Post a Comment