દુનિયાના પૈસાદારમા પૈસાદાર માણસની દિનચર્યા- બિલ ગેટ્સ
દરેક માણસ ઍ બાબત પોતાની જ કલ્પના હોય છે. ઘણા તો ધનવાનોની ભવ્ય રહેનીકરણીની વાતોથી જ અંજાઈ જતા હોય છે. પરંતુ બિલ ગેટ્સ જુદી જ માટીના જન્મેલા છે. ઍમના સંતાનો હોટેલમા મોટી ટીપ ઍના વૈટરોને આપતા હોય છે પરંતુ બિલ ગેટ્સ ની ટીપ બહુજ સામાન્ય હોય છે. બિલ ગેટ્સ માને છેકે ઍમના પિતા ઍમના સંતાનોના પિતાની જેમ ધનવાન ન હતા. આથી ઍમને સામાન્ય ટીપ આપવાની આદત છે. ઍમા ઍમની સાદાઇ, સરળતા, અને ઍમનામા કોઈ જાતનુ અભિમાન નથી ઍ તરી આવે .છે. ઍમણે ગાંધીજીની ટ્રસ્ટી શીપ વિચારધારા અપનાવી છે અને ઍમની મિલકતનો મોટો ભાગ ' બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉંડેશન ' દ્વારા દાન કરી દીધો છે. તેઓ ઍક વાર્ષિક પત્ર દ્વારા લોકોને માહિતગાર કરે છે કે ગયા વર્ષમા લૉક હિતના કાર્યોમા થયેલ આશ્ચર્યજનક અનુભવો કેવા હતા.
તે ઉપરાંત ઍમની દૈનિક દિનચર્યા પણ ઘણી રસપ્રદ છે. રાતની સાત કલાકની ઉંઘ તેઓ આરોગ્ય માટે આવશ્યક માને છે. વહેલી સવારના તેઓ થોડુ ચાલી નાખે છે અન પછી જીમમા જઈને ટ્રેડ મિલ પર પણ થોડો શ્રમ કરે છે. કોઈક વાર ટેનિસ પણ રમે છે જે ઍમને ગમતી રમત છે. ત્યારબાદ તેઓ 'ન્યૂયોર્ક ટાઇમ્સ ' વૉલ સ્ટ્રીટ જર્નલ' અને' ઈકોનોમિસ્ટ ' પેપરોંની ' હેડલાઇન્સ જોઈ જાય છે . થોડો વિચાર કર્યા બાદ આખા દીવસનો કાર્યક્રમ જોઈ ઍના પર નોંધ તૈયાર કરી નાખે છે. દીવસનો થોડો વખત ઍમેની લાઇબ્રેરીં મા પણ ગાળે છે અને પોતાને પસંદ આવેલી બૂકો લોકો સમક્ષ રજૂ કરે છે.
જ્યારે ટાઇમ હોય છે ત્યારે પોતાનો વખત પોતાના બાળકો સાથે પસાર કરે છે. ઘણીવાર ઍમના પુત્ર સાથે ' ઈલેક્ટ્રીક પ્લાન્ટ' કે પછી ' મીસ્સાઈલેસ સોલો' જેવી અણધારી જગાઍ પણ પહોચી જાય છે. ઍમને મિત્રો સાથે પત્તાનિ 'બ્રિડ્જ ની' રમત પણ રમવાનો શોખ છે.
બપોરના ખાણામા ' ચીસ બર્ગર' ઍમની ગમતી ડિશ છે. ચોકોલેટના પણ ઍ શોખીન છે. પરંતુ રાતના પોતાની ડિશ પોતેજ પોતાની રીતે સાફ કરી નાખે છે. સંપતીઍ ઍમને સુખ સાયબી ભોગવવા કરતા શ્રમ જીવી જીવન જીવવા તરફ દોર્યા છે. અને લોકોની કલ્પના બહાર દુનિયાના ઍક ધનવાન માણસ સામાન્ય માનવી જેવુ જ જીવન જીવે છે.
****************************