ફળો અને ઍનો આહાર
લોકોમા માન્યતા છેકે ફળો ખાવાથી તંદુરસ્તી સારી રહે છે પરંતુ ક્યારે અને ક્યા ફળો કેવા શારીરિક પ્રશ્નો માટે યોગ્ય છે તે બહુ થોડા લોકો જાણતા હોય છે.
ફળો ભૂંખા પેટે ખાવાથી વધારે લાભદાયક હોય છે. ફળોને રાંધીને ખાવાથી ઍના પોસ્ષ્ટિક તત્વોનો નાશ થાય છે. બની શકે તો ફળો નો તાજો રસ જ પીવો જોઇઍ. ત્રણ દિવસ ફક્ત ફળો ખાવાથી શરીરમાથી હાનિકારક ટૉક્સીક પદાર્થો દૂર કરી શકાય છે.
ડ્રાય . ફ્રૂટ્સમા અખરોટ હાર્ટ માટે લાભદાયક છે. જ્યારે કાજુ લોહીના દબાણને ઑછુ કરે છે. પિસ્તા કૉલોસ્ટ્રોલ માટે લાભદાયક છે. બદામ શરીરની નસોને પોષણ આપી શકે છે.
ઍપલ્ હાર્ટને મજબૂત બનાવે છે જ્યારે કીવી પાચન શક્તિને મજબૂત કરે છે. શરીરને ઉતારવા માટે ઍપ્રિકેટ ઉપયોગી થાય છે. કેળા સુગરને સ્થિર કરવામા મદદ કરી શકે છે. દ્રાક્ષ મગજની શક્તિ વધારી શકે છે. તરબુચ કીડનીના કાર્યને મજબૂત કરવામા મદદ રૂપ થાય છે. લીંબુ પાણી શરીરને રેફ્રેશ અને મદદ કરે છે.
ટુંકમા ફળો યોગ્ય રીતે લેવામા આવે તો શરીરની તંદુરસ્તી માટે બહુ જ ઉપયોગી હોય છે.
***************************
No comments:
Post a Comment