કુદરત અને મનુષ્ય
હવામાનના બદલાવે વિશ્વમાં દાટ વાળી દીધો છે. ચારે બાજુ દુકાળ, વાવાઝોડા, અતિશય વરસાદ, નદીઓમાં બાઢ. પહાડોમાં લેન્ડ સ્લાઇડ્સ, ધરતીકંપોએ, માનવીના જીવનનને હચમચાવી નાખ્યું છે. એને માટે માનવી પોતેજ જવાબદાર છે. એણે પણ કુદરતને રગદોળવામાં કઈ બાકી રાખ્યું નથી. કચરો, ગંદા પાણી, અને પૃથ્વીની ખોદી ખોદીને વેરાન બનાવી નાખી છે. પહાડોને કલુષિત કર્યા છે. ઓઈલને માટે દરિયાના દરિયા ખોદી નાખ્યા છે. પહાડો પરના બરફને પણ પીગળાવી નાખ્યા છે. ટૂંકમાં પૃથ્વીને વીંધી નાખી છે.
પછીતો કહેવાય છેકે' જેવું વાવો તેવું લણો ' જેવું તમારું આચરણ તેવું જ પછી પરિણામ ભોગવો'. આથી હવે કુદરતે પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પરંતુ એને સમજવાની પણ માનવોમાં સમજણ નથી અને એક કવિએ લખ્યું છે ઍમ કુદરતને વરસાદ માટે પ્રાર્થના કરી રહયા છે. કુદરત એક જગાએ પાણી પાણી કરી નાખે છે અને બીજી જગ્યાએ પાણી પાણી માટે ત્રાહિ ત્રાહિ પોકરાવે છે. પોતાને બહુજ બુદ્ધિશાળી માનતા માનવીઓને ઘૂંટણીએ પાડી રડાવે છે. ત્યારે પામર મનુષ્ય કુદરતને પ્રાર્થના કરે છે.
મેઘ તું ---
મેઘ તું ઝરમર ઝરમર વરસ
ગરમીથી ત્રાસેલી ધરાને એક ચુંબન દે
મેઘ તું----
તળાવો સૂકા પડ્યાને, અને નદીઓ છે વીરાન
તારા નિર્મલ જળથી એના ઉરમાં કર ભરાણ
લીલા લીલા પાકો તારા રાહે લાગ્યા કરમાવા
એનું સિંચન કર તુજ અમૃત જળથી બચાવવા
મેઘ તું ----
આગ ઝરતી ધરા હવે બહુ ત્રાસી ગઈ છે
એ પણ હવે ધીરજ ગુમાવી ધ્રુજવા માંડી ગઈ છે
માનવોના પાપોથી તું બહુ ત્રાસેલો છે
પણ વણવાંકે ધરતીને શા કાજે ત્રાસ દઈ રહ્યો છે આજે.
મેઘ તું ----
ભારત દેસાઈ
ઘણી વાર કુદરત પ્રાર્થના સાંભળે પણ છે પરંતુ માનવોએ કુદરત તરફનું એમનું વર્તન સુધારવાની જરૂરત લાગતી નથી? એજ આપણી કમનસીબી છે.
*********************************