વૃદ્ધાવસ્થાની વીટમ્બણાઓ
જીવનમાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ એની સામાજિક મહત્વતાનો ઘટાડો થોડી થોડી થતી જ રહે છે. પરંતુ એનો ખ્યાલ આવતો નથી. એ એક એવી પ્રક્રિયા છે કે જેમ પૃથ્વી ગોળ ફરે છે પરંતુ પૃથ્વી પર રહેનારાને એનો જરા પણ આભાસ થતો નથી. આથી જયારે માનવી વૃદ્ધા વસ્થાએ પહોંચે છે ત્યારે એને ભાન થાય છે કે સમાજમાં એની મહત્વતા ઘટી રહી છે. એજ સમય છે જયારે દરેક માનવે જીવતા શીખવું પડેછે જેના પર એના સુખનો અને શાંતિ નો આધાર રહે છે.
જીવનમાં આજુબાજુના માણસો ઓછા થતા જાય છે. જ્યારે વડીલો આ દુનિયાથી વિદાય થઇ ગયા હોય છે. અને આવતા યુવાન લોકો અવગણતા થઇ ગયા હોય છે. એમાં પતિ પત્નીમાંથી એકનું મૃત્યુ થઇ ગયું હોય તો પરિસ્થિતિ વાળું વિકટ બની જાય છે. તે વખતે લાગણીઓના અભાવ વચ્ચે એકલતામાં રહેવાના સંજોગો ઉભા થઇ જાય છે. સોસાયટી એવા લોકો તરફ બેદરકાર હોય છે. ત્યારે માનવીને એની સફળ અને ઉચ્ચ કારકિર્દીની યાદ આવે છે. કદાચ એકલા ખૂણામાં ઉભારહેવાનો પણ વારો આવે.
આવા વિકટ સંકટો માં માનવી નો દુઃખ ભર્યો ગણગણાટ શરૂથઈ જાય છે. આવા સંજોગોમાં ઘણીવાર રોગો અને જાત જાતની શારીરિક તકલીફો શરુ થઇ જાય છે. તેવામાં કોઈપણ દિવસ કોઈ પણ જાતની તકલીફ વગર જવાની કલ્પના કરવી મુશ્કેલ બની રહે છે. આવા સંજોગોમાં એવા પગલાંઓ લેવાની જરૂર છે જે ઉપરની તકલીફોમાંથી રાહત અને મુક્તિ આપે.
આવા સંજોગોમાં પોતાની જાતને સકારત્મક બનાવવી એ સમયની માંગ હોય છે. માણસે પોતાને શારીરિક રીતે તંદુરસ્ત રાખી આત્મ વિશ્વાસ વધારવો જોઈએ. ગરેલું જીવન જીવવાની તૈયારી પણ રાખવી જોઈએ . એ સમય જો સામાન્ય રીતે વિચારો તો બાળપણમાં પાછા ફરવાનો સમય છે. જેથી જીવનના મુશ્કેલ વખતને નિદોર્ષતા પૂર્વક બાળકની જેમ પસાર કરી શકાય. આવા વખતમાં ફક્ત તમારું ધ્યાન રાખનાર જ બદલાય છે. દાખલા તરીકે બાળપણમાં માતા પિતા સંભાળ રાખનાર હોય છે જયારે વૃદ્ધાવસ્થામાં નજદીકના સગાઓ રહે છે. જોકે આવા સંજોગોમાં માણસની આજુબાજુ કાવતરાખોરો , અને લુચ્ચાઓ વધવાનો સંભવ છે તેનાથી સાવધાની રાખવાની જરૂરિયાત હોય છે. આથી પૈસાદારીની બાબતમાં સચેત રહેવું જરૂરી છે.
તે છતાં નમ્ર રહી અને બધુજ ખબર છે અને જાણકાર છે એવો દેખાવ કરવાથી દૂર રહેવાની જરૂર છે. ટૂંકમાં જીવનના છેલ્લા વર્ષોમાં બધી માયા અને સંબંધોને દૂર કરી સરળતાથી આ જગતમાંથી માનસિક રીતે પણ નીકળી જવાની તૈયારી કરવી જોઈએ. જીવનને કુદરતના રસ્તે લઇ જવાની સરળતા કરી આપવી જોઈએ એજ અંતિમ સત્ય છે. એમાજ સુખમય વૃધ્ધાવસ્થાનું રહસ્ય છે.
***************************************
No comments:
Post a Comment