મા એટલે નિર્મળ પ્રેમનું ઝરણું -
" સવારના છ વાગે સાત કહી જલ્દી જગાડી દે
ખરાબ સપના ન આવે કહી સુતા પહેલા પગ સાફ કરાવી દે
ખાવામા શાક ઓછું હોય તો તું ખાઈ લે, મને ભૂખ નથી એમ કહે
હું નહિ હોઉં તો મારું ભાવતું શાક પણ ન બનાવે
હું સ્કૂલે જતો ત્યારે હું કઈ નથી મૂકતી કહી
મારી બેગમાં મને ભાવતી ચીજ મૂકી દેતી
કરકસર કરતી પણ કહેતી સિનેમા હોલમા લાંબુ બેસાતુ નથી
એને સાડી લેવા કહેતો તો કહેતી કબાટમાં ઘણી પડી છે
મારી ખામીઓ છુપાવી મારી સિદ્ધીઓના ગુણગાન ગાતી
મારા ભલા માટે વારે ઘડીએ અપવાસ કરતી .
હું સંસારની જ્ન્જાળમાં એને ભૂલી જતો
તો પણ તેતો મીઠું મીઠું હસી લેતી
જાણે સ્વર્ગમાંથી વહેતુ પ્રેમનું ઝરણું
પૃથ્વી પર ઉતરી ન આવ્યું હોય
આજે ક્યાંક મારા હૃદયને ઠેસ પહોંચે ત્યારે
સ્વર્ગમાં માનું હૃદય જરૂર ઘવાતું હશે ત્યારે "
ભારત દેસાઈ
***********************************
No comments:
Post a Comment