Saturday, December 14, 2019


આધુનિક બાલ ઉછેર
                                                                                             આધુનિક યુગમાં બાળ ઉછેર બહુ જ વિપરીત બની રહ્યો છે . એનું કારણ વાલીઓ અને શિક્ષકમાં રહેલી ઉણપો છે. એ લોકો બાળકોને પ્રોત્સાહન આપવાને બદલે એમના પર શિક્ષણ નો બોજો વધારવામાં નિમિત્ત રૂપ બની રહયા છે.
                                           દરેક માતાપિતાને પોતાના બાળકને અવ્વલ નંબર પર રહે એવી મહેચ્છા હોય છે.. પોતાના બાળકોને બીજાના બાળકો સાથે સરખાવતા રહે છે . એમાં  બાળકોનું  આત્મસન્માન ગવાય છે અને એમનામાં નકારત્મક તત્વો દાખલ થાય છે. એમનો વિકાસ રૂંધાવા માંડે  છે. માતા પિતા થી ડરી સાચી વાત કહેતા  ભય અનુભવે છે.  શરમ અનુભવે છે અને માતા પિતાથી  તેમની વાતો છુપાવા માંડે છે. ઘણીવારતો શાળાના રિપોર્ટો પણ માતાપિતાના હાથ સુધી આપતા નથી કે પછી પહોંચતા નથી.
આથી એમની નબળાઈઓમાંથી બહાર નીકળવાના બધા રસ્તા બંધ થઇ જાય  છે. ઉપરથી માતાપિતા તેમના વિચારો બાળકો પર બળજબરીથી  નાખે છે. એમાં બાળકોને પોતાના રસ્તે જવામાં પણ મશ્કેલીઓ ઉભી થાય છે.
                                                   તેઉપરાંત  સ્કૂલોમાં પણ શિક્ષકોનું ધોરણ જોઈએ એવું  હોતું નથી કે જે બાળકોની મુશ્કેલીઓ અને અપેક્ષાઓને સમજી  શકે. શિક્ષકોને તો બાળકો  જાતે બધું  તૈયાર કરે એવું કામ ગમે છે . અને જે બાળકોને તૈયાર કરવા પડે એ ઘણા શિક્ષકો માટે બોજારૂપ લાગે છે. એવા કમનસીબ બાળકો એમના ભોગ બને છે. અને એમના વિષે વિસમ અહેવાલો પણ એમના વાલીઓને મોકલાવ્યા  કરે છે .
                                                          આવી પરિસ્થિતિમાં બાળકોને ન તો વાલીઓ કે પછી શિક્ષકો તરફથી કોઈ મદદ કે પછી પ્રોત્સાહન  મળતું નથી. આખરમાં તો સારું વાતાવરણ અને પ્રોત્સાહનજ  સારી નવી પેઢીનું સર્જન કરી શકે છે.
                                                           વાલીઓ જો બધા જ ઈચ્છે કે એના બાળકો જ પહેલા આવે કે આગળ રહે એ શક્ય નથી તો બીજાના વધારે  હોશિયાર  બાળકો  ક્યાં જશે ? ટૂંકમાં દરેક વાલીએ પોતાના બાળકોની ઉણપો અને હોશિયારીઓને સમજી જાણી તેને સુધારવા પ્રયત્ન કરવો રહ્યો. એને બીજાના બાળકોની સાથે સરખાવી  ઉતારી ન પાડવા જોઈએ . એમની સારી વસ્તુઓને પહેચાની તેને પ્રોત્સાહિત કરવા જોઈએ.

                                                                ઘણીવાર ઉચિત પ્રોત્સાહન  ગમે તેવા બાળકોને ઉપ્પર આવવામાં મદદ કરે છે. એમાં થોમસ એડિસન વિષેનો એક વિડિઓ જોવા જેવો છે જેમાં એની માતાએ એને પ્રોત્સાહિત  કરીને  કેવી રીતે એને એક મહાન વિજ્ઞાનિક બનાવ્યા હતા.  ટૂંકમાં મોટિવેશન એટલેકે ઉચિત પ્રોત્સાહન જ માણસનું વ્યક્તિત્વ બનાવે છે.  ઘણા બાળપણમાં એટલા તેજસ્વી નથી દેખાતા પણ આગળ જતા એ મહાન કામ કરી જાય છે. એની પાછળ ઉચિત તક  અને  પ્રોત્સાહન જ જવાબદાર હોય છે.
                                               ***********************************      

No comments:

Post a Comment