મોરારજી દેસાઈ -૧૨૪ મી જન્મ સંવત્સરી
પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈની ૧૨૪ મી જન્મ સંવત્સરી ૨૯ મી ફેબ્રુઆરી ૨૦૨૦ ના દિવસે પસાર થઇ ગઈ. એમને એમના જન્મ દિવસે મળવું જોઈએ એટલું મહત્વ મીડિયા અને વર્તમાનપત્રમાં ન મળ્યું. એમને લગતા કાર્યક્રમોને ટીવીએ પણ એટલું મહત્વ ન આપ્યું એમાં એમની નહિ પણ દેશની કમનસીબી છે. આજે દેશ જે લોકશાહીના મીઠા ફળ ખાઈ રહ્યો છે તે એમને આભારી છે.
આપાતકાળ દરમિયાન ભારતીય લોકશાહી પાટા પરથી ઉત્તરી ગઈ હતી ત્યારે એમણે એનો સખત વિરોધ નોંધાવીને ઈન્દિરાજીને હાથે કારાવાસ ભોગવવો પડ્યો હતો. એ કારાવાસ દરમિયાન પણ એમણે આત્મા પરીક્ષણ કરી એમની કેટલીયે ઉણપોને સુધારી હતી એવું એમણે કબુલ્યું . તે છતાં એમણે હિંમતપૂર્વક સંજોગોનો સામનો કરી સરકારને નમતું જોખ્યું ન હતું. એજ એમનું પ્રબળ વ્યક્તિત્વ બતાવે છે. એમની ઉચ્ચ આધ્યાત્મિકતાએ પણ એમાં મદદરૂપ બની હતી.
આપાતકાળ ઉઠાવી લેતા જયારે તેમની મુક્તિ થઇ ત્યારે એમનું જુદુંજ સ્વરૂપ જોવા મળ્યું હતું. ઈન્દિરાજી સામે ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ વડા પ્રધાન તરીકે ચૂંટાયા અને રાજની ધુરા હાથમાં લીધી. તેઓ રાજકીય પ્રતિસ્પર્ધીઓ તરફ ઉદાર અને નરમ રીતે વર્તતા હતા. ઈન્દિરાજીને પણ ખાતરી આપી હતીકે જ્યા સુધી એમની સામેના આક્ષેપો પુરવાર નહિ થાય ત્યાં સુધી એમને કોઈ હાથ નહિ લગાડી શકશે. ટૂંકમાં મોરારજીભાઈ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે અને ભારત સરકારની પ્રધાન તરીકે જે કડકાઈ અને કઠણાઈથી કામ લેતા હતા એ તત્વ એમાં દેખાતું ન હતું. તેઓ વહીવટમાં વધારે લોકશાહીને મહત્વ આપતા હતા. એ એમના વ્યક્તિવાનું સકારાત્મક પાસું બન્યું હતું. એનો ગેરલાભ પણ એમના રાજકીય પ્રતિસ્પર્ધીઓએ લીધો હતો અને એમની સરકારને ઉથલાવી પાડવામાં નિમિત્તમાત્ર બની રહ્યું હતું.
તે છતાં એમણે બંધારણમાં ઘરખમ ફેરફારો કાર્ય. કોઈ પણ સરકાર પાર્લિયામેન્ટની બહુમતી સિવાય ' ઈમરજંસી' દાખલ ન કરી શકે એવું બંધારણમાં આયોજન કર્યું .કોર્ટોને પણ વધુ સત્તાઓ આપવામાં આવી જેથી તેઓ પણ જરૂરી એવી બાબતોમાં સૂચના આપી શકે. આથી ત્યારબાદ કોર્ટો હવે વધુ સક્રિય બની છે અને રામજન્મ ભૂમિનો ચુકાદો એનો જીવતો જાગતો નમૂનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોર્ટની બાબતમાં મોરારજીભાઈને યોગ્ય ક્રેડિટ આપી છે.
એક વખત એવો હતો જયારે મોરારજીભાઇના નહેરુ સાથેના સબંધો બહુજ સારા હતા પરંતુ નહેરુના વંશવાદી વિચારોનો એમણે વિરોધ કર્યો હતો. આથી નારાજ થઇ નેહરુએ કામરાજ યોજના લાવી મોરજીભાઈને યુક્તિપૂર્વક પ્રધાનમંડળમાંથી બહાર કર્યા હતા. ત્યારથી એમની નહેરુ કુટુંબની સામે રાજકીય સંગર્ષ શરુ થયોને તેને હજુ સુધી નહેરુ કુટુંબ ભૂલી શક્યો નથી. એજ કારણે એમને વડા પ્રધાન થવા માટે વર્ષો સુધી સંગર્ષ કરવો પડ્યો હતો.
એમનું ચરિત્ર, વહીવટી કુશળતા, પ્રામાણિકતા અને એમની દેશભક્તિને એમના વિરોધીઓ પણ પડકારી શકતા નથી. પ્રમુખ જિમી કાર્ટરે કહ્યું છે કે ' હું મોરારજીભાઈને મારા અંગત મિત્ર માનું છું. તેઓને હું બહુજ હિંમતવાળા , પ્રામાણિક અને નીષ્ટાવાન માનવી તરીકે પિછાણું છું'. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમને નીચેના વીડિયોમાં અંજલિ આપેલી છે.
એમને ભારતનો સર્વોચ્ચ અવૉર્ડ 'ભારત રત્ન ' અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ ' નિશાને પાકિસ્તાન ' પણ મળેલો છે. જે લેવા કદી એ ગયા ન હતા પરંતુ એ બંને એવોર્ડ્સ એમને ઘરે માનપૂર્વક પહોંચાડવામાં આવ્યા હતા
પ્રસિદ્ધ ગુજરાતી લેખક ગુણવંત શાહ એ લખ્યું છેકે મોરારજીભાઈ નાળિયર જેવાછે જ્યાં સુધી નાળિયેર તોડીએ નહિ ત્યાં સુધી એનું મીઠું પાણી પીવા મળે નહીં ગુણવંત શાહનું કહેવું છે કે વિચિત્રતામાંથીજ અદભુત સર્જન થાય છે. મોરારજીભાઈ સાથે પાળે પડવું મુશ્કેલ હતું પરંતુ એમની સિદ્ધિઓ અદભુત હતી
82 વર્ષની ઉંમરે વડાપ્રધાન થવું એક રેકોર્ડ હતો પરંતુ એમનું સ્વાસ્થ્ય ત્યારે કોઈ યુવાનને પણ શરમાવે એવું હતું. જયારે ફોરેનએક્સચેન્જનું બેલેન્સ એકદમ મુશ્કેલ હતું અને વિકાસના કામો ચાલુ રાખવાના હતા ત્યારે એમણે લાંબો વખત ભારતનું નાણા ખાતું સફળતા પૂર્વક સાંભળ્યું હતું . નવ વખત ભારતનું નાણાકીય બજેટ રજુ કરવાનો એમનો રેકોર્ડ હજુ કોઈએ તોડ્યો નથી. એ વડા પ્રધાન હતા ત્યારે દરેક વસ્તુ બજારમાં સહેલાઈથી મળતી હતી અને મોંઘવારીનો દર ઍક્દમ રેકોર્ડ લેવલે નીચે હતો. અમેરિકા ,રશિયા , ચીન જાપાન, પાકિસ્તાન અને પાડોશી દેશો સાથેના સબંધો ઘણા જ ગાઢ બન્યા હતા અર્થ વ્યવસ્થા પણ તંદુરસ્થ હતી.
મોરારજી દેશાઇ ની રાજકીય કારકિર્દી દરમિયાન ખેતી સુધારાઓ, સામાજિક સુધારાઓ , પોલીસની કાર્યપદ્ધતિમાં સુધારાઓ , બસ સર્વિસનું રાષ્ટ્રીયકરણ એમાના મહત્વના પ્રદાનો છે. હોમ ગાર્ડ્સ , ગણોતધારો , સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ , દારૂબંધી , ફરજીયાત બચત, ગોલ્ડ કંટ્રોલ ધારો , એવા ઘણા સુધારાઓ એમની પહેલ હતી.
તેઓ પહેલા ગાંધીવાદી , ગુજરાતી અને વિરોધ પક્ષના વડા પ્રધાન હતા તેઓ સત્તાને લોકોની સેવા કરવાનું સાધન માનતા રાજકારણ પણ મૂલ્ય શીલ હોઈ શકે છેએવું એમના આચરણ દ્વારા સાબિત કરી બતાવ્યું હતું.
*****************************