Sunday, November 15, 2020

 


ગિલગિટ અને બાલટિસ્તાન                   

                                                                                       આ એવા પ્રદેશો છે જેના વિષે ઘણા ભારતીયો કદાચ જાણતાનહિ હોય. ૧૯૪૭ માં કાશ્મીરના રાજા હરિસિંઘે ભારત સાથે જોડાણ  કરવામાં જે ઢીલ કરી હતી તેનું પરિણામ આજે પણ એ પ્રદેશો ભોગવી  રહયા છે.  પાકિસ્તાની આક્રમણખોરો શ્રીનગરને ઝાંપે આવી ગયા ત્યારે ડરીને હરિસિંહએ ભારતને શરણે આવ્યા. તે દરમિયાન પાકિસ્તાનીઓએ  ગિલગિટ અને બાલટિસ્તાનને કબજે કરી લીધા હતા. જે પ્રદેશો જમ્મુ કાશ્મીરના પ્રદેશ હતા.એના પર આજે પણ પાકિસ્તાન ગેરકાયદેસર કબજો જમાવી  દીધો છે . આવા પ્રદેશોને આજે  પાકિસ્તાનીકબજા ધરાવતા પ્રદેશો બની ગયા છે.



                                             ગિલગિટ અને બાલટિસ્તાન એ ચીનની સરહદને અડીને આવેલો ૭૨૪૯૬ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ છે.  આ પ્રદેશ ખનીજોથી સમૃદ્ધ પ્રદેશ છે. એની બહુમતી મુસ્લિમ  પ્રજા શિયા પંથી અને એમને પાકિસ્તાનના મુસ્લિમ સુન્ની પંથીઓ સાથે ફાવતું નથી. તે ઉપરાંત પાકિસ્તાની લશ્કર એમના પર સારો એવો જુલ્મ કરે છે. એમને પસંદ નથી.તેથી તેઓએ  આઝાદીની લડત ઉપાડી છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે  શખ્સગામ ખીણનો ૫૧૮૦ ચોરસ કિલોમીટર જેટલો  પ્રદેશ ચીનને ભેટમાં આપી દીધો છે. એનો પણ ત્યાંના  લોકોમાં વિરોધ છે.

                                                        ચીનાઓએ સિંધુ નદી પર બંધ બાંધવા  માટે તૈયારીઓ કરી લીધી છે.   એનાથી ઘણી ફળદ્રુપ જમીનો ડૂબી જશે  એથી  લોકોનો જબરજસ્ત  વિરોધ છે. આજ પ્રદેશમાંથી ચીનની  પાકિસ્તાની  ગ્વાદર બંદર સુધીની સડક પસાર થાય છે. એનો પણ લોકોનો વિરોધ છે.  પાકિસ્તાને નામના એ પ્રદેશના પ્રમુખ  અને વડા  પ્રધાન  નીમેલા છે એ રાજ કરેછે.  એમની સામે પણ  ત્યાંના  લોકોને અસંતોષ છે અને એમને આઝાદ થવું છે અને ભારત પ્રત્યે પણ સહાનુભૂતિ છે.  



                                                        ભારતે પણ બધા ગેરકાયદેસર ચીનના પ્રોજેકટોનો  વિરોધ કરેલો છે. પરંતુ આ પ્રદેશો ભારતમાટે  વ્યુહની   દ્રષ્ટિએ  બહુજ અગત્યનો છે.  આજે નહિ તો કાલે ભારતે એ પ્રદેશોનો એટલેકે પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશોનો કબજો લીધા વગર છૂટકો નથી.

                                 **************************************

                                          




 









                                    












          

           

                                  





          

           

                                  

No comments:

Post a Comment