અલાસ્કા
અલાસ્કા એ અમેરિકાનું ૫૦ રાજ્યોમાંનું એક છે . જે બહુજ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખનીજોના ખજાનાઓથી સમૃદ્ધ રાજ્ય છે. ઉત્તત ધ્રુવની નજદીક અને રશિયાના સાઇબિરિયાની પાસે આવેલો પ્રદેશ છે. જુના કાળમાં એ રશિયાના તાબામાં હતો પરંતુ રશિયા એને બિન ઉપયોગી પ્રદેશ સમજીને એને અવગણતું હતું. રશિયાના રાજા ઝારે એને અમેરિકાને તે વખતના ૭.૨ મિલિયન ડોલરમાં વેચી નાખ્યો હતો .
તમે ક્રૂઝિંગ દ્વારા કૅનેડાની સમુદ્ર ધૂની મારફતે અલાસ્કા પહોંચો તો તમને અલાસ્કાનું અલૌકિક સૌંદર્ય જોવા મળશે . હિમ શિખરો, પર્વતી ઝરણાઓ , બરફના ખાળકો ખડકઓ જોઈને તમે જે પ્રસન્નતા અનુભવો તે દુનિયાની ઘણી થોડી જગ્યાએ અનુભવશો. બરફના ગ્લેસીયરને તમે નજદીકથી જુઓ અને જે રોમાંચ અનુભવો એનો આનંદ અનોખો હોય છે.
અલાસ્કાનો પ્રદેશ બે ટાઈમ ઝોન માં આવેલો એટલો વિશાળ છે. ત્યાં ૫૦૦૦જેટલા જ્વાળામુખી આવેલા છે અને સેંકડો તળાવો છે. એક લાખ જેટલા બરફના ગ્લેસિયરસ આવેલા છે. અલાસ્કાના દરિયામાં ૧૦૦૦ જેટલી વિકરાળ વહેલ માછલીઓ ફરતી રહે છે.
અલાસ્કાની જમીનમાં ખનીજ તેલોના ભંડારો આવેલા છે. સોનુ , ઝીંક , જેવી કિંમતી ધાતુઓ પણ અહીં નીકળે છે જે અલાસ્કાનો સમૃદ્ધ બનાવે છે . અમેરિકામાં અલાસ્કાનો ધાતુઓની પેદાશમાં બધા રાજ્યોની પેદાશમાં બીજો નંબર છે. તે ઉપરાંત વિપુલ પ્રમાણમાં દરિયામાં માછલીઓ મળે છે. અને ઘાઢ જંગલોને કારણે સારું એવું લાકડું પણ મળી રહે છે .
અલાસ્કામાં કોઈ આવક વેરો નથી. ત્યાંના રહેવાસીઓને નિશ્ચિત વાર્ષિક કેશ રકમ આપવામાં આવે છે એજ એની સમૃદ્ધિનો પુરાવો છે. આધુનિક રશિયા જરૂર અલાસ્કાનો અમેરિકાને વેચી દેવા માટી પસ્તાતું હશે પરંતુ એનો કોઈ અર્થ નથી.
**************************************************
No comments:
Post a Comment