પ્રીતિ પટેલ - બ્રિટનના ગૃહ પ્રધાન
પ્રીતિ પટેલ બ્રિટિશ રાજકારણની એક ચપળ નેતા છે. સતત સંગર્ષ અને વર્ષોની મહેનત પછી એ આવા અગત્યના સ્થાન પાર પહોંચ્યા છે. એ ગુજરાતી મૂળના છે પરંતુ એમના પિતા સુશીલભાઈ યુગાન્ડામાં હોટેલના વ્યવસાવમાં હતા. યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને ૮૦૦૦૦જેટલા એશિયાવાસીઓને યુગાંડામાંથી હાંકી કાઢ્યા હતા. તે વખતે સુશીલભાઈ લંડનમાં આવીને વસ્યા અને ફરીથી ન્યૂઝ પેપર એજન્ટ તરીકે ધંધો વિકસાવ્યો. સાથે સાથે કોફી શોપ પણ શરુ કરી અને બ્રિટનમાં પ્રસ્થાપિત થયા .
પ્રીતિ પટેલ રાજકારણના પાઠ એમના પિતા પાસે પણ અમુક અંશે શીખેલા છે. તેમણે રાજકારણના વિષય સાથે પોસ્ટ ગ્રજ્યુએશન કરેલું છે. ૧૭ વર્ષની વયથી બ્રિટનની કોંઝર્વેટીવ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ પાર્ટીનું પ્રેસ /મીડિયા ખાતું સંભાળી એના પ્રવકતા તરીકે કામ કરી ચૂકેલા છે. તેઓ તેમના પિતાની જેમ રાઈટ વિંગના પહેલેથી સમર્થક રહયા છે.તેઓ એકવાર નોટિંગહામમાંથી ચૂંટણી હારી ગયા હતા પરંતુલોકો સાથે સંપર્ક જાળવી રાખી અંતે 'વિચલ'ની સીટ પરથી સફળ નીવડ્યા હતા..
બ્રિટનના માજી વડા પ્રધાન ડેવિડ કેમરીનની કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ, રોજગાર ખાતું અનેપછી પરદેશ ખાતું પણ સંભાળતા હતા. બ્રિટિશ સરકારની પરવાનગી વગર ઈઝરાઈલ સરકાર સાથે ખાનગી મિટિંગ કરવા માટે એમનું રાજીનામુ માંગી લેવામાં આવ્યું હતું . આમ તે રાજકારણમાં હંમેશા વિવાસ્પદ રહયા છે. તેઓ યુરોપિયન યૂનિઓનમાંથી' બ્રિટને નીકળી જવું જોઈએ 'એના પ્રખર ટેકેદાર રહયા છે. આથી બોરિક જોનસનના પ્રધાન મંડળમાં હોમ સેક્રેટરીનું સ્થાન પામ્યા હતા.
તેમણે ૨૦૧૪ માં ટેક સલાહકાર એલેક્ષ નાસ્ડેક સાથે લગ્ન કર્યા હતા અને હવે એમનો ફ્રેડી નામનો પુત્ર પણ છે. તેઓ સુંદર પ્રભાવશાળી અંગ્રેજી બોલે છે . તેઓ બોલે છે ત્યારે ગાલમાં ખાડા પડેછે. તેઓ પુરી માહિતી સાથે વિશ્વાસથી બોલે છે એજ એમની સફળતાનું રહસ્ય છે. તેઓ સુંદરતા સાથે બહુજ હોશિયાર રાજકારણી છે.
જે બ્રિટેને ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું એજ બ્રિટનમાં એક ભારતીય મૂળની દીકરી બ્રિટનના પ્રધાન મંડળમાં બીજા સ્થાને બિરાજે છે . એ કોઈ નાની સુની વાત નથી . એના માટે દરેક ભારતીય ગર્વ લઇ શકે છે.
**************************************