Thursday, April 15, 2021



આપણી અજાણતા અને દુનિયા 

                                                       જ્ઞાન એ એવી ચીજ છે એની કોઈ મર્યાદા નથી . આથી મને બધુજ ખબરછે અને હું બધુજ જાણું છું એમકહેવું અહંમની  નિશાની છે.  આથી  દુનિયામમાં એવી ઘણી વસ્તુઓ છે જેના વિષે આપણે જાણતા નથી .

                                                      ઊંચા એપાર્ટમેન્ટના મકાનમાંથી ટ્રેન પસાર થતી કદાચ જ કોઈએ જોઈ હશે? ચીનમાં એવું  મકાન છે જેમાંથી ટ્રેન પસાર થાય છે.આપણે ઓસ્ટ્રેલિયા વિષે ઘણું સાંભળ્યું હશે. એ જાણીને આશ્ચર્ય થશે કે  ઓસ્ટ્રેલિયામાં ૧૦૦૦૦ દરિયા કિનારા (બીચ ) આવેલા છે જે બધા જોવા હોય તો ૨૭ વર્ષ લાગે.



                                                      પાઈનેપલ એવું ફળ છે જે  કેટલાએ બેરીસ  વર્ગના ફળોમાંથી ભેગા થઈને બનેલું છે. 

                                                       તાઈવાનમાં દરેક નાગરિકને ફ્રી વાઇફાઇ  મળે છે. જે પરદેશી મુસાફરોને પણ જોડે છે. રોલેક્સ વૉચ  કંપની  ચેરીટેબલે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે જે એના નફાના  ૯૦ % અનાથ છોકરાની સંસ્થાને  દાન માં આપે છે. એની  જાણ બહુ ઓછાને હશે. સાઉદી અરેબિયાનું  કિંગ ફહાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, દામમામ ઘણું વિશાળ છે.  તે  એક લાખ  બાણું હજાર એકર જમીન પર ફેલાયેલું છે જે મુંબઈ  જેવા શહેર કરતા પણ વધુ ફેલાયેલ છે. 



                                                      ભારતની ગો એર  એરલાઈન્સ ફક્ત સ્ત્રી ફ્લાયિંગ અટેન્ડન્ટને જ રાખે છે. એ જાણીને પણ આશ્ચર્ય થાય છે. તેઓનું વજન ઓછું હોય છે જેનાથી એરલાઈન્સ વર્ષે  $૫૦૦૦૦૦/- જેટલું વિમાની ઇંધણ બચાવે છે. 

                                                       આઇસલેન્ડ એવો દેશ છે કે જેનું કોઈ લશ્કર નથી એથી એ દુનિયાનો બહુ શાંતિપ્રિય  દેશ મનાય છે.  ફરારી કાર બનાવનારી  કંપની એમના  કામદારોના  ફરારી કાર ખરીદવાની  મના ફરમાવી છે. એ પણ એક અજાયબ વસ્તુ છે. સિંગાપોરેમાં જાનવરોને પસાર થવા દેવા જુદો પુલ બાંધવામાં  આવ્યો છે. જેથી તેઓ સહેલાઈથી હાઈવે પસાર કરી શકે.

                                          *******************************  

                                                       

                                                         


                                                      

                                                        

                                                                

Saturday, April 10, 2021

 


માનવીની માનસિકતા  

                                                            માણસની વ્યથાઓનું  કારણ માનસિક હોય છે.  એને  માણસની  ઉંમર સાથે પણ સબંધ હોય છે .

                                       જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ  લોકોને મળવાનું ઓછું થાય છે અને એની માનસિક સ્થિતિ  એવી કક્ષાએ પહોંચે છે કે  એને બહુ ઓછા લોકોમાં વિશ્વાસ કરે છે. 

                                       માનવી સંબંધોમાં પણ જો તમે એના નામથી બોલાવોતો  તમારા સબન્ધો વધુ ગાઢ બને અને સબંધો સુધરે. આમાં પણ માનવીની મનોવૃત્તિ  વધુ કામ કરે છે.

                                          કેટલાકની માનસિક સ્થિતિ એવી હોય છે કે  ફક્ત કોફીની સુગંધથી એની તંગ અવસ્થા દૂર થઇ જાય છે. એ પણ એક આશ્ચર્યની  વાત છે.

                                          માણસ ઘણીવાર ખોટા અને કલ્પિત વિચારો કરે જાયછે.  જે પ્રશ્નો  છે જ નહિ  એના વિષે વિચારો કરે જાય છે. એનાથી તે માનસિક  ડિપ્રેશનમાં  સરી પડે છે.

                                           જેની  ચિંતા કરતા હોય  અને એના તરફથી અચાનક કોઈ સંદેશો આવે તો  એની સારી અસર એ ચિંતિત  માનવીના શરીર પર થાય છે. અને એની માનસિક સ્થિતે તરત સુધરી જાય છે.



                                             જે લોકો જલદીથી બીજા સાથે  વાત વાતમાં  સંકોચ અનુભવે છે  એવા લોકો એના મિત્રોને વધારે વફાદાર હોયછે. તેઓ મિત્રોની લાગણીને ચોટ લગાવવા માંગતા નથી. એ પણ એક સકારત્મક માનસિક અવસ્થા છે. 

                                            સ્ત્રીઓ જેને વધારે પ્રેમ કરે છે એની સાથે સૌથી વધારે દલીલો કરે છે.આ પણ સ્ત્રીઓની માનસિક વૃત્તિનો એક નમૂનો છે. એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે.



                                              ઘણા એક બીજા તરફ આકર્ષાય છે કારણકે તેમના શોખ સરખા હોય છે.  જેમકે સંગીતકારો, નૃત્યકારો  લેખકો,  ચિત્રકારો અને સરખા વિચારધારા ધરાવતા   લોકો એક બીજાના સારા મિત્રો બની રહે છે. એ પણ એક સરખા ઉત્પન્ન થતા  માનસિક  મોજાઓને આભારી હોય છે.

                                               આથી બધી જ  માનસિક વ્યથા પાછળ માણસની માનસિકતા જવાબદાર હોય છે.

                                          ***************************************   

 


                                             

Friday, April 2, 2021



આલ્બર્ટ  આઈન્સ્ટાઈન  

                                    આલ્બર્ટ  આઈન્સ્ટાઈન  મહાન વિજ્ઞાનિક  હતા પણ ઘણા ધૂની હતા. આથી ઘણી વખત તેમને   વિચારમાંને વિચારમાં યાદ ભ્રમ થઇ જતો . તેમનું વર્તન ઘણી વાર વિચિત્ર  થઇ જતું. વિચિત્ર લોકોએજ આ દુનિયામાં નવા નવા સર્જનો કર્યા છે.  આઈન્સ્ટાઈન  પણ એવું જ વ્યક્તિત્વ ધરાવતા હતા.

                                       અગત્યના સભારંભોમાં  પણ  તેઓ લગરવગર  કપડાં પહેરીને જતા. એમના પત્ની એમને હંમેશા ટોકતા રહેતા પણ તેઓ કહેતા' ત્યાં મને બધા ઓળખે છે એટલે કપડાં બહુ અગત્યના નથી.' ઘણીવાર મોટા વિજ્ઞાનિક સંમેલનોમાં તેઓ ટીપટોપ બની જતા નહિ અને કહેતા 'ત્યાં મને કોણ ઓળખે છે' ?

                                     તેમનો રેલેટીવીટીનો સિદ્ધાંત સમજાવવાની અનોખી રીત હતી. તેઓ કહેતા કોઈ સુંદર સ્ત્રી સાથે એક કલાક બેસવું  જાણે એક મિનિટ બેઠા  જેવું લાગે.  એજ રેલેટીવીટી છે. તમે તમારો હાથ ગરમ સ્ટવ પર એક મિનિટ માટે  મૂકોતો  તો જાણે તમે એ હાથ એક કલાક મુક્યો હોય એમ લાગે . આવી રીતે તેઓ રેલટીવીટી સિદ્ધાંત સમજાવતા. 

                                    એકવાર  આઈન્સ્ટાઈન   ટેક્સીમાં  જતા હતા પરંતુ તેઓ એમનું  સરનામું  જ ભૂલી ગયા .  એમણે ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું ' તને  આઈન્સ્ટાઈન  ક્યાં રહે છે એની ખબર છે'? 'બધાજ એમને ઓળખે છે. એટલે પ્રિન્સ્ટનમાં બધાને ખબરછે એ ક્યાં રહે છે. તમારે  એમને મળવું છે?' ડ્રાઈવરે સવાલ કર્યો . ઈન્સ્ટાઇને કહ્યું ' હુંજ ઈન્સ્ટાઇન  છું. હું મારા ઘરનું સરનામું ભૂલી ગયો છું . તું મને મારે ઘરે લઇ જા. ' ટેક્સી ડ્રાઈવર ઈન્સ્ટાઇનને એને ઘરે લઇ તો ગયો પણ એમની પાસે ટેક્ષીનું ભાડું પણ ન લીધું.

                                    એકવાર આઈન્સ્ટાઈન ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ટિકિટ ચેકર આવ્યો . આઈન્સ્ટાઈન  શોધવા  પોતાના ખીસા ફમ્ફોળવા માંડ્યા. ટિકિટ  ચેકરે કહ્યું 'કઈ વાંધો નહિ. હું તમને ઓળખું છું. તમે કોણ છો. મને ખાતરી છે કે તમે ટિકિટ લીધી જ હશે. '  આઇન્સ્ટાઇને કહ્યું ' મને ખબરછે હું કોણ છું. પરંતુ મને એ ખબર નથી હું ક્યાં જઈ રહ્યો છું.' આવા ભુલકણા  હતા મહાન વિજ્ઞાનિક !



                                     એકવાર આઈન્સ્ટાઈન  અમેરિકાના  મહાન કલાકાર ચાર્લી ચેપ્લિન સાથે મુલાકાત થઇ તો આઇન્સ્ટાઇને ચાર્લી ચેપ્લિન ને કહ્યું 'તમારી કલાની આખી દુનિયા કદર કરે છે  અને તમે એક શબ્દ પણ ન કહો તો પણ દુનિયા સમજી જાય છે . મને તમારે માટે ગર્વ છે. '  ચાર્લી ચૅપ્લિને એનો સુંદર જવાબ આપ્યો હતો. 'તમારી વાત સાચી છે.  પરંતુ તમારી કિર્તી એના કરતા પણ મહાન છે.  દુનિયા તમને આદરથી જુએ છે તે છતાં કે ઘણી બાબતમાં તે તમને સમજી શક્તિ નથી. '

                                     ટૂંકમાં મહાન  માણસો ધૂની , ભુલકણા  અને વિચિત્ર હોય છે પરંતુ એવા જ માણસો દુનિયામાં નવી વસ્તુઓનું સર્જન કરતા હોય છે.

                                    *********************************