પુત્ર એ પિતાનું માનસ હોય છે જયારે પુત્રી પિતાનું હૃદય હોય છે. માનસ એટલેકે એક બુદ્ધિ અને ડહાપણ સાથેની વિચાર શક્તિ પરંતુ પુત્રી એ પિતાનીલાગણી અને પ્રેમના પ્રવાહની માહિતગાર હોય છે. માનસ અને હૃદય એ વિરોધીભાસી છે પરંતુ જીવનમાં અગત્યના અંગો છે. આથી પુત્રી હંમેશા પિતાના હૃદયમાં ઊંડે ઊંડે શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર હોય છે અને એને સમજી શકે છે. આજ કારણે દાંપત્ય જીવનમાં પુત્રી હોવી જરૂરી છે. આમ પુત્રી એના જન્મથી પ્રેમ તો આપે છે પરંતુ જયારે પરણીને બીજા ઘરે જાય છે તો પણ એનો પ્રેમ પ્રવાહ ઓછો થતો નથી. એટલેકે પ્રેમનો અખંડ પ્રવાહ વહેતો રહે છે. પોતાના લગ્ન બાદ અજાણ્યા પ્રદેશમાં બધી જાતની જીવનની મુશ્કેલી સાથે પણ પોતાના માતા પિતા પ્રત્યેની લાગણીઓ, પ્રેમ અને વફાદારી જરા પણ ઓછી થતી નથી. તેવીજ રીતે માતા પિતા માટે દૂર દૂર રહેલી પુત્રી પ્રત્યેના પ્રેમમાં ઓટ કદી આવતી નથી .
આથી દૂર દૂર રહેલી પુત્રીની યાદમાં અને પ્રેમમાં માતાપિતાની આંખો ભીંજી જ રહેછે. જયારે પણ પુત્રીનો જન્મદિવસ હોય કે પછી લગ્ન દિવસ હોય ત્યારે માતાપિતાને એની વસમી યાદો આવે છે . અને આંખોમાંથી પ્રેમધારાઓ વહેવા માંડે છે.
દીકરી જયારે ---
દીકરી જયારે તારી યાદો આવે
આંખો આંશુઓથી ભરી આવે
દીકરી જ્યારે ---
તુજ આગમન પહેલા
અમ જીવન સુનમય સુનમય હતું
તે આવી જીવન ભર્યું ભર્યું બનાવ્યું
પાપા મમ્મી જેવા કાલા કાલા બોલથી
અમારા પ્રેમની આગ બુઝાવી
દીકરી જયારે ---
બચપણની તારી ધમાચક્ડીઓ
નિર્દોષ અને લુચ્ચા પેલા મલકાટઓ
હજુએ એની મીઠી યાદો લાવે
ત્યારે આંખો આંસુઓથી ભરી આવે
દીકરી જ્યારે ---
પહેલું પગલું તે ભર્યું જ્યારે
જીવનમાં એક ધૈય આવ્યું.
પ્રેમથી સીંચ્ચીને છોડ વાવ્યો
જે એક દિવસે સાસરે લઇ જવાયો
દીકરી જ્યારે ---
ભારત દેસાઈ
( મારી દીકરી નમિતાને જન્મદિવસે અર્પણ -૧૯ માર્ચ ૨૦૨૨)
***********************************