શકુંતલાદેવી -માનવીય કોમ્પ્યુટર
શકુંતલાદેવી ઇન્ડિયન ગણિતશાસ્ત્રી અને કોમ્પ્યુટર સાથે હરીફાઈ કરી શકે એવી વ્યક્તિ હતી. તેઓ મોટા આંકડાઓની ગણતરીઓ સેકન્ડોમાં કરી શકવાની અજબ શક્તિઓ ધરાવતા હતા. એના કારણે તેમણે ગિનીસબુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોધાવેલાં હતા.
તેઓ એ બે ૧૩ ડિજિટ નંબરના ગુણાકાર ૨૮ સેકન્ડમાં કરી બતાવ્યા હતા. ૧૯૭૭માં શકુંતલાદેવીએ ૨૩ રુટ ઓફ ૨૦૧ આંકડાની ગણતરી ૫૦ સેકન્ડમાં કરી હતી. તેઓ કોમ્પ્યુટર સમાન શક્તિ ધરાવતા હતા, એટલેકે તેઓ તે વખતના યુનિવલ ૧૧૦૧ કોમ્પ્યુટરની હરીફાઈ માં હતા. એ એક અજાયબ શક્તિ ધરાવતા હતા. શકુંતલાદેવી સામે ટકી રહેવા માટે યુનિવલ કોમ્પ્યુટર માટે સ્પેશ્યલ પ્રોગ્રામ લખવામાં આવ્યો હતો જેથી તે શકુંતલાદેવી સાથે તેની ગણતરી કરવાની શક્તિઓ સામે હરીફાઈ કરી શકે.
આમ શકુંતલાદેવી ભારતનું ગૌરવ હતા જેના માટે દરેક ભારતીયો પણ ગૌરવ લઇ શકે છે.
*************************************