Thursday, January 12, 2023

 


રિશી સુનક - ઇંગ્લેન્ડના વડા પ્રધાન  

                                                                    જે  બ્રિટને ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું તેના વડા પ્રધાન તરીકે એક ભારતીય મૂળના એવા રિશી સુનક રાજ કરી રહ્યા છે. વર્ષો પહેલા બ્રિટિશ કલબોમાં પાટિયા લાગેલા હતા કે  'ભારતીયઓ અને કુતરાઓને  દાખલ કરવામાં આવશે નહિ 'એજ ઇંગ્લેન્ડમાં ૧૦ ડાવઉનિંગ સ્ટ્રીટ જ્યા ઇંગલિશ વડાપ્રધાનનું  નિવાસ સ્થાન  ત્યાં  રિશી સુનક એના પાલતુ કુતરા સાથે આજે રહે છે. એ ભારત માટે ખુશનસીબી છે



                                                  રિશી સુનક  વિલિયમ પિત્ત પછી ૪૨ વર્ષે વડા પ્રધાન બનનારા બીજા યુવાન વડા પ્રધાન છે. તેઓની ઉજ્જવળ કાકિર્દી છે. ફુલબ્રાઇટ શીષવૃત્તિ પર અમેરિકા જઇને 'સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાંથી'  'એમબીએ ' કરી તેમણે ગોલ્ડમેન સાચ અને હેઝ ફંડ સાથે પણ કામ કરેલું છે.તેઓ અમેરિકાની સિલીકોન વેલી કે જ્યા મોટી હાઈ ટેક કંપનીઓ આવેલી છે એના પ્રશંસક રહ્યા છે.  એની બાબતમાં એમનું કહેવું છે. કે ' દસ મિનિટના ડ્રાઈવમાં  ૧૦૦ ઉપરાંત મોટી કંપનીઓ 'બે એરિયામાં ' આવેલી છે જેણે દુનિયાના લોકીઓની જિંદગી બદલી નાખી  છે. 



                                                     રિશી સુનક દારૂ પિતા નથી પણ કદીક પોકર ગેમ રમી લેછે .તેમની વિચારધારા સકારાત્મક  છે. તેઓ જરૂરી હોય તો  રિસ્ક લેવામાં  પણ માને છે.તેઓ ઘણા  શ્રીમંત છે . એમની પત્ની અક્ષતા ભારતની હાઈ ટેક કંપની ઇન્ફોસીસમાં ૭૩% હિસ્સો ધરાવે છે જેની કિંમત ૭૦૦ મિલિયનરૂપિયા જેટલી થાય છે. તેઓ એક એપાર્ટમેન્ટ સાન મોનિકા,કેલિફોર્નિયા અમેરિકા ખાતે પણ ધરાવે છે. રિશી સુનક ધાર્મિક હિન્દૂ છે. અને એમના માતા પિતાનાનું  મૂળ ભારતમાં છે. 

       અત્યારે બ્રિટનની અર્થ વ્યવસ્થા તકલીફ માંથી પસાર થઇ રહી છે અને એ કપરી જવાબદારી રિશી સુનક સંભાળી રહ્યા છે. 

                                                *****************************

                                     

Sunday, January 8, 2023

 


એપલનું  ભવ્ય મુખ્ય કાર્યાલય 

                                                    અમેરિકન કંપની એપલનું  ભવ્ય કાર્યાલય સિલીકોન વેલી, કૅલીફૉનિયામાં આવેલું છે. જે સુખ સાયબી અને સગવડોથી ભરપૂર છે.  એપલના મોબાઈલો આખા વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ એના સંશોધનો તો આ કાર્યાલયમાં જ થાય છે. એથી એ કાર્યાલયને બધીજ જાતની સગવડોથી સજ્જ બનાવવામાં આવ્યું છે.  



                                                   એ કાર્યાલયને બાંધતા ૮વર્ષ લાગ્યા અને પાંચ બિલ્લીઓન ડોલરનો ખર્ચ આવ્યો છે.  ૫૭૬ એકરમાં પથરાયેલા એ કાર્યાલયનો ૮૦ % ભાગને લીલોતરીથી  વણી લેવામાં આવી  છે જેથી આજુબાજુનું વાતાવરણ ૧૨૦૦૦ કામદારો  માટે  સ્વચ્છ  અને આનંદદાયક રહે. એની ડિઝાઇન સ્ટીવ જોબના નિરક્ષણ  નીચે કરવામાં આવી હતી. એની ૭૫% ઇલેકટ્રીસિટી સોલાર પેનલ દ્વારા મેળવવામાં આવેછે. 



                                                 કામદારો માટે એક મોટી રેસ્ટોરન્ટ છે અને  મોટો   સ્ટીવ જોબ હોલ પણ છે. તે ઉપરાંત એકજુદું  વિઝિટર સેંટર પણ છે જે ૧૦૨૦૦ ફિટમાં પથરાયેલું છે. એમાં એપલ સ્ટોર્સ  અને  ૨૩૦૦ ફિટમાં કાફે આવેલું છે . અંડર ગ્રાઉન્ડ હોલમાં ભવ્ય સ્ટેજ  જેમાં કલા પ્રદર્શન અને યોગા જેવી પ્રવૃત્તિઓ પણ થઇ શકે છે. જે  જિમ લોનલે  સેન્ટર નામથી ઓળખાય છે . 



                                                 કામ કરતા લોકો માટે આરામ અને ચર્ચા  માટે જુદી જગ્યાઓની રચના કરવામાં આવી છે. કસરતો માટે પણ અલગ  જગ્યા રાખવામાં આવી છે. ટૂંકમાં કામ કરતા લોકોના સુખ અને સગવડોની અને ખાવા પીવાની  પણ વ્યવસ્થા  કરવામાં આવી જેથી તેઓ ઉત્તમ કામ આપી શકે.  કામમાં વાતાવરણ સારું હોય અને આનંદમય હોય તો લોકો રસપૂર્વક કામ પણ કરે અને દિન પ્રતિદિન કંપની પણ પ્રગતિ થતી રહે છે.

                                             ********************************

Monday, January 2, 2023

 


ચીનમાં લોકશાહીની મશ્કરી 

                                             ચીનમાં આમતો આપખુદશાહી ચાલે છે ,પરંતુ દુનિયાને દેખાડવા માટે ગયે વર્ષે મળેલી કૉમ્યૂનિસ્ટ પાર્ટીના ઉચ્ચ પોલીટ બ્યુરોએ જિનપિંગને  જીવનભર માટે રાજ કરવાનો પટ્ટો લખી આપ્યો છે. પોલીટબ્યુરોનાં અધિવેશન દરમિયાન જે નાટક ભજવાયું એ જોઈને દુનિયા પણ દંગ થઇ ગઈ.



                                              જિનપિંગે  સરમુખત્યાર  થવા માટે પહેલા એના ટીકાકારોને અધિવેશન માંથી  દૂર કર્યા.   ચીનના પૂર્વ પ્રમુખને બે અધિકારીઓ હોલની બહાર બળજબરીથી લઇ જતા દુનિયાએ વિડિઓ પર જોઈ લીધા . જિનપિંગને તેની કોઈ પડી ન હતી એ તેમની વર્તણુક બતાવતી હતી. તે ઉપરાંત જિનપિંગે એના વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાનને પણ ખસેડી કાઢી એની જગ્યાએ પોતાના વફાદાર માણસો ને ગોઠવી દીધા. ઉચ્ચ સમિતિમાં પણ પોતાના માણસોને જગ્યાઓ આપી દીધી . આજ બતાવે છે કે જિનપિંગને સામે ટીકા કરવા વાળું હવે ચીનમાં કોઈ નથી.

                                                હાઈટેક ઉદ્યોગને કાબુમાં રાખવા એના પર વધુ અંકુશ રાખવાની નીતિ હવે વધુ સખત બનશે . દુનિયાના નાણા રોકનારાઓને એજ  ડર હતો તે હવે હકીકતમાં બદલાઈ ગયો છે. ઉદ્યોગો પર વધુ  સરકારી અંકુશથી ચીનમાં આવતું પરદેશી નાણું અને ઉદ્યોગોને એની આડ  અસર થશે એમાં શંકા નથી.  કોવિદ-૧૯ ના લોકડાઉને  ચીનમાં વેપાર ઉદ્યોગને નુકશાન તો પહોંચ્યું છે પણ એ સાથે સરકારી અંકુશોને લીધે એમાં 'હોળીમાં ઘી રેડવાજેવી' હાલત થઇ રહી છે. એનાથી ભારત , વિએટનામ , જેવા દેશોમાં ચીનના વેપાર ઉદ્યોગો ચાલી જવા માંડ્યા છે.  



                                                ટૂંકમાં હવે ચીનમાં જિનપિંગને સવાલ પૂછનાર કોઈ નથી  એ હવે હકીકત બની ગઈ છે. તે ઉપરાંત ચીનમાં  કોરોનાના  ભયંકર ફૂફાડાએ  ચીનની હાલત બદતર બનાવી દીધી છે. જિનપિંગે ચીની પ્રજાના કોરોનોના કાબુમાં રાખવાના નિયમઓના વિરોધ વચ્ચે    'મરેતો મરવા દો'  ની નીતિ અપનાવી છે. પરંતુ એની  આડ અસર દુનિયા ભરમાં ફેલાશે એની પરવા કરી નથી. 

                                                    એતો દુનિયાની ઇતિહાસિક હકીકત છે કે 'સરમુક્તશાહીને '  પોતાના સિવાય કોઈની પરવાહ  હોતી  નથી. જેની ચીને મોટી કિંમત ચુકાવવી પડશે.

                                      **************************************