Monday, February 12, 2024



હોશિયારી અને ડહાપણ      

                                               હોશિયારી  અને ડહાપણ હંમેશા સાથે જતા નથી. એટલેકે એકજ વ્યક્તિમાં  એ બંને ગુણો સાથે હોવા મુશ્કેલ છે. અને જ્યા એ બંને સાથે જોવામાં આવે છે તે વ્યક્તિ માટે સફળતા હંમેશા વરમાળા પહેરાવે છે. એનું કારણ એ બંને ગુણોમાં તફાવત પણ છે.

                                               હોશિયાર વ્યક્તિઓ હંમેશા તર્ક અને વિજ્ઞાનિક કારણોને વધારે મહત્વ આપે છે.  હોશિયારો હંમેશા ચર્ચા અને વિવાદ કરતા હોય છે. જયારે ડહાપણ વાળા સમાધાન શોધતા હોય છે.  હોશિયારો પોતાના જ્ઞાનની શક્તિ બતાવતા હોય છે.



                                               ડહાપણવાળા પોતાના આત્મબળથી આગળ વધે છે. એ  લોકો લાગણી અને પ્રેમથી બીજાને જીતવા  પ્રયત્ન કરે  છે. અને  હરીફ ને માફ કરી દે છે. તેઓ નેતાગીરીને બદલે લોકોને માર્ગદર્શન આપે છે. તેઓ અનુભવમાંથી શીખવા માગે છે. એમની વિચારશરણી બહુજ મરડાય એવી હોય છે. અને એ બીજાઓને શિખામણ આપે છે અને પછી એનો અમલ એ વ્યક્તિ પાર છોડી દે છે. તેઓ લાંબા પ્રવચનોને સાંભળી લે છે પણ જે કહેવાનું રહી ગયું હોય છે એનું પણ અધ્યયન કરી લે છે. ડહાપણ ધરાવતી વ્યક્તિઓ જરૂર કરતા વધારે બોલતા પણ નથી.



                                              હોશિયાર માણસોની પ્રકૃતિ જુદી  હોય છે. એ હંમેશા પોતાના જ્ઞાનથી બીજાને શિખામણ આપે છે.અને ઘણીવાર કહે  છે કે 'એને બધુજ જ્ઞાન છે'. તેઓ દરેક વસ્તુમાં પોતાના મતને વળગી રહેવા પ્રયત્ન કરે છે. એમનામાં નેતાગીરી કરવાની તમન્ના હોય છે. એમને ઘણીવાર વણમાગી સલાહ આપવાની વૃત્તિ હોય છે. એ  બીજા  જે કહે એને સમજી શકે છે.  હોશિયારો  હજારો અને લાખોને  કાબુમાં રાખવા પણ પ્રયત્ન  કરે છે. 

                                                    ટૂંકમાં હોશિયારી એ સારી વસ્તુ છે  પરંતુ ડહાપણ પણ સારું પરિણામ લાવે છે. એ બંનેનો મેળાપ એ સોનામાં સુગંધ જેવો છે.

                                     ***************************************** 

Sunday, February 11, 2024

 


આલ્બર્ટ  આઈન્સ્ટાઈનની    સલાહ

                                                               આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક  મહાન વિજ્ઞાનિક સાથે એક ચિંતક પણ હતા. તેઓ મહાત્મા ગાંધીની વિચારધારાના પ્રશંસક હતા. એમની વિચારધારા એક મહાન વિવેચક અને ઊંડા વિચારક જેવી હતી.

                                               એમણે કહ્યું છેકે જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રશ્નનો સામનો કરવો પડે છે પણ એનો સામનો કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. તે છતાં એ બાબતમાં આઈન્સ્ટાઈનનું કહેવું છે કે અમુક બાબતમાં બીજી  વ્યક્તિને કહેવા પર સાવચેત રહેવું જોઈએ.



                                                  એમનું માનવું છે કે ' પોતાને મળેલી સફળતાનું રહસ્ય બીજાને કહેવું જોઈએ નહિ.' કારણકે તમારા સંજોગો અને બીજાના સંજોગોમાં ફરક હોય છે. બીજુકે કોઈ તમારી રીતે ચાલવા જાય તો એને કદાચ સફળતા ન પણ મળે. અને પછી નિસ્ફળતા માટે તમને દોષ પણ દે . તે ઉપરાંત બીજાની સફળતામાં બધાજ રાજી થતા હોય એવું હોતું નથી. 

                                                     તમારા પ્રશ્નોને બીજાને કહેવાથી  કોઈ ફાયદો થતો નથી. બધા તમારા હિતેચ્છુઓ હોતા નથી. ઘણા એવા પણ હોય છેકે તમારા વિકટ પ્રશ્નોમાંથી લાભ લેવા પણ પ્રયત્ન કરે છે. આથી લોકો પર વિશ્વાસ કરતા પહેલા વિચારવું આવશ્યક છે. બધી  બાબતમાં બીજા પર  પર વિશ્વાસ કરવો ન જોઈએ.

                                                  તમારી સપનાઓ અને તમારી યોજનાઓને લોકોને કહેતા રહેવું ન જોઈએ. કારણકે કેટલાક વિઘ્ન સંતોષીઓ એમાં ફાચર પણ મારી શકે છે. કેટલાક એવા હોય છેકે જેઓ તમારી યોજનાઓને તમારા કરતા જલ્દી અમલમાં મૂકી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

                                                     તમારી આવક વિષે કોઈને કહેવું જોઈએ નહિ. એના વિષે ગુપ્તતા જાળવવી આવશ્યક  છે. કારણકે ઘણાને એ ઈર્ષાનું કારણ બની શકે છે. 



                                                    છેલ્લે તમારા કુટુમ્બીક પ્રશ્નો પણ કોઈની સાથે ચર્ચા કરવી જોઈએ નહિ, કારણકે દરેક તમારા હિતેચ્છુ છે એમ માની શકાય નહિ. કેટલાક  વિઘ્નસંતોષી  લોકો મદદ રૂપ થવા કરતા એમાંથી આનંદ લે છે. અને પ્રશ્ન વધુ વિકટ  બને  છે.

                                                       આથી આલ્બર્ટ  આઇન્સ્ટાઇને  પોતાના અનુભવોને કારણે  ઉપરની પાંચ બાબતોમાં બીજા  લોકો  સાથે  વિચારીને વિનિમય કરવો જોઈએ.

                                             **********************************  

Saturday, February 3, 2024

 


જીવન જીવવાના જાપાનીસ મંત્રો 

                                                               દુનિયામાં અમુક રાષ્ટ્રોની પ્રજાનું ચરિત્ર ઉચુંછે. જેમ કે ઇંગલિશ, જર્મન , વગેરે પ્રજા  પણ  દેશભક્તિવાળી, મહેનતુ અને ઉચ્ચ ચરિત્ર ધરાવતી પ્રજા તરીકે ઓળખાય છે. જાપાન એક નાનો  દેશ છે પરંતુ પ્રગતિશીલ છે. ત્યાં વારેઘડીએ ધરતીકંપ , વાવાઝોડા , દરિયાયી તોફાનો આવે છે.  જાપાની પ્રજા એનો બહાદુરીપૂર્વક સામનો કરે છે. જાપાન છેલ્લા વિશ્વ યુદ્ધમાં  અમેરિકાએ નાખેલા બે  એટમબોંબનું પણ ભોગ બન્યું હતું. પણ આજે વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બની રહ્યું છે.  જાપાનની સફળતા પાછળ એની પ્રજાનું ઉચ્ચ ચરિત્ર અને રાષ્ટ્ર ભક્તિ  છે. જાપાનના ઉચ્ચ ચારિત્રનો પાયો એના જીવન જીવવાના ઉચ્ચ સિદ્ધાંતોને કારણે છે.



                                                 જાપાનીસ  જીવનમાં પોતાને માટે જીવવા કરતા  બીજાને માટે જીવવા માટે  અને બીજાને પ્રત્યે વધારે  ધ્યાન આપવાનું મહત્વ છે. તે ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાને આનંદ આપે એવી પ્રવૃત્તિઓ કરી જીવનનો આનંદ માનવો જોઈએ. જાપાનીઓ પોતાની  ઉણપો જોઈ જીવન કુદરતી રીતે જીવતા હોય છે.  જે કઈ મળ્યું હોય તેને  વેડફયા વગર  ભગવાનની મહેરબાની માની લોકો એમનું જીવન જીવતા હોય છે. મન અને શરીર પર કાબુ રાખી  એમની આદતો ઘડતા હોય છે. કારણકે સ્વસ્થ શરીર સંયમી મન જ સારા જીવનના પાયા છે.



                                         જાપાનીસ જીવનમાં ગુરુનું પણ એટલુંજ મહત્વ છે. ગુરુના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું અને જીવનમાં એનો અનુભવ લેવો. નવા પ્રયોગો કરવા અને જીવનને એના પરિણામો પ્રમાણે આગળ વધારવું. તેઓ માને છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ અમર નથી. આથી આધ્યાત્મિક થઇ વસ્તુઓ પ્રત્યેનો મોહ  ઓછો કરી નાખવો જોઈએ. તે ઉપરાંત નિસ્વાર્થભાવે  સેવા કરવી જોઈએ . એમાં કોઈ અપેક્ષાને સ્થાન નથી. લોકો સાથે ચર્ચા વિનિમય કરી  એના વિષે સર્વ  લોકોને માહિતગાર કરવા જોઈએ.


                                          જીવનમાં કોઈને કોઈ લક્ષ્ય  હોવું જોઈએ . અને જીવનમાં જે મળે એનાથી સંતોષ માની પ્રભુના હંમેશા આભારી રહેવું જોઈએ.  જીવનમાં આવતા પરિવર્તનોને હંમેશા સ્વીકારી લેવા જોઈએ.આવા જીવનથી મનુષ્ય જીવન આનંદદાયી અને  ચારિત્રવાન બને છે. એવો જાપાનીઓનો સંદેશ છે.

                                          ********************************