આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સલાહ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક મહાન વિજ્ઞાનિક સાથે એક ચિંતક પણ હતા. તેઓ મહાત્મા ગાંધીની વિચારધારાના પ્રશંસક હતા. એમની વિચારધારા એક મહાન વિવેચક અને ઊંડા વિચારક જેવી હતી.
એમણે કહ્યું છેકે જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રશ્નનો સામનો કરવો પડે છે પણ એનો સામનો કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. તે છતાં એ બાબતમાં આઈન્સ્ટાઈનનું કહેવું છે કે અમુક બાબતમાં બીજી વ્યક્તિને કહેવા પર સાવચેત રહેવું જોઈએ.
એમનું માનવું છે કે ' પોતાને મળેલી સફળતાનું રહસ્ય બીજાને કહેવું જોઈએ નહિ.' કારણકે તમારા સંજોગો અને બીજાના સંજોગોમાં ફરક હોય છે. બીજુકે કોઈ તમારી રીતે ચાલવા જાય તો એને કદાચ સફળતા ન પણ મળે. અને પછી નિસ્ફળતા માટે તમને દોષ પણ દે . તે ઉપરાંત બીજાની સફળતામાં બધાજ રાજી થતા હોય એવું હોતું નથી.
તમારા પ્રશ્નોને બીજાને કહેવાથી કોઈ ફાયદો થતો નથી. બધા તમારા હિતેચ્છુઓ હોતા નથી. ઘણા એવા પણ હોય છેકે તમારા વિકટ પ્રશ્નોમાંથી લાભ લેવા પણ પ્રયત્ન કરે છે. આથી લોકો પર વિશ્વાસ કરતા પહેલા વિચારવું આવશ્યક છે. બધી બાબતમાં બીજા પર પર વિશ્વાસ કરવો ન જોઈએ.
તમારી સપનાઓ અને તમારી યોજનાઓને લોકોને કહેતા રહેવું ન જોઈએ. કારણકે કેટલાક વિઘ્ન સંતોષીઓ એમાં ફાચર પણ મારી શકે છે. કેટલાક એવા હોય છેકે જેઓ તમારી યોજનાઓને તમારા કરતા જલ્દી અમલમાં મૂકી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
તમારી આવક વિષે કોઈને કહેવું જોઈએ નહિ. એના વિષે ગુપ્તતા જાળવવી આવશ્યક છે. કારણકે ઘણાને એ ઈર્ષાનું કારણ બની શકે છે.
છેલ્લે તમારા કુટુમ્બીક પ્રશ્નો પણ કોઈની સાથે ચર્ચા કરવી જોઈએ નહિ, કારણકે દરેક તમારા હિતેચ્છુ છે એમ માની શકાય નહિ. કેટલાક વિઘ્નસંતોષી લોકો મદદ રૂપ થવા કરતા એમાંથી આનંદ લે છે. અને પ્રશ્ન વધુ વિકટ બને છે.
આથી આલ્બર્ટ આઇન્સ્ટાઇને પોતાના અનુભવોને કારણે ઉપરની પાંચ બાબતોમાં બીજા લોકો સાથે વિચારીને વિનિમય કરવો જોઈએ.
**********************************
No comments:
Post a Comment