Saturday, February 3, 2024

 


જીવન જીવવાના જાપાનીસ મંત્રો 

                                                               દુનિયામાં અમુક રાષ્ટ્રોની પ્રજાનું ચરિત્ર ઉચુંછે. જેમ કે ઇંગલિશ, જર્મન , વગેરે પ્રજા  પણ  દેશભક્તિવાળી, મહેનતુ અને ઉચ્ચ ચરિત્ર ધરાવતી પ્રજા તરીકે ઓળખાય છે. જાપાન એક નાનો  દેશ છે પરંતુ પ્રગતિશીલ છે. ત્યાં વારેઘડીએ ધરતીકંપ , વાવાઝોડા , દરિયાયી તોફાનો આવે છે.  જાપાની પ્રજા એનો બહાદુરીપૂર્વક સામનો કરે છે. જાપાન છેલ્લા વિશ્વ યુદ્ધમાં  અમેરિકાએ નાખેલા બે  એટમબોંબનું પણ ભોગ બન્યું હતું. પણ આજે વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બની રહ્યું છે.  જાપાનની સફળતા પાછળ એની પ્રજાનું ઉચ્ચ ચરિત્ર અને રાષ્ટ્ર ભક્તિ  છે. જાપાનના ઉચ્ચ ચારિત્રનો પાયો એના જીવન જીવવાના ઉચ્ચ સિદ્ધાંતોને કારણે છે.



                                                 જાપાનીસ  જીવનમાં પોતાને માટે જીવવા કરતા  બીજાને માટે જીવવા માટે  અને બીજાને પ્રત્યે વધારે  ધ્યાન આપવાનું મહત્વ છે. તે ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાને આનંદ આપે એવી પ્રવૃત્તિઓ કરી જીવનનો આનંદ માનવો જોઈએ. જાપાનીઓ પોતાની  ઉણપો જોઈ જીવન કુદરતી રીતે જીવતા હોય છે.  જે કઈ મળ્યું હોય તેને  વેડફયા વગર  ભગવાનની મહેરબાની માની લોકો એમનું જીવન જીવતા હોય છે. મન અને શરીર પર કાબુ રાખી  એમની આદતો ઘડતા હોય છે. કારણકે સ્વસ્થ શરીર સંયમી મન જ સારા જીવનના પાયા છે.



                                         જાપાનીસ જીવનમાં ગુરુનું પણ એટલુંજ મહત્વ છે. ગુરુના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું અને જીવનમાં એનો અનુભવ લેવો. નવા પ્રયોગો કરવા અને જીવનને એના પરિણામો પ્રમાણે આગળ વધારવું. તેઓ માને છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ અમર નથી. આથી આધ્યાત્મિક થઇ વસ્તુઓ પ્રત્યેનો મોહ  ઓછો કરી નાખવો જોઈએ. તે ઉપરાંત નિસ્વાર્થભાવે  સેવા કરવી જોઈએ . એમાં કોઈ અપેક્ષાને સ્થાન નથી. લોકો સાથે ચર્ચા વિનિમય કરી  એના વિષે સર્વ  લોકોને માહિતગાર કરવા જોઈએ.


                                          જીવનમાં કોઈને કોઈ લક્ષ્ય  હોવું જોઈએ . અને જીવનમાં જે મળે એનાથી સંતોષ માની પ્રભુના હંમેશા આભારી રહેવું જોઈએ.  જીવનમાં આવતા પરિવર્તનોને હંમેશા સ્વીકારી લેવા જોઈએ.આવા જીવનથી મનુષ્ય જીવન આનંદદાયી અને  ચારિત્રવાન બને છે. એવો જાપાનીઓનો સંદેશ છે.

                                          ********************************

                                                    



No comments:

Post a Comment