Sunday, July 7, 2024

 


સૂર્ય નમસ્કાર 

                                                           હિન્દૂ માન્યતા પ્રમાણે સૂર્યની આદિકાળથી પૂજા થઇ થતી  આવી છે.  પ્રાતઃકાળે સૂર્યોદયે હિંદુઓ પાણીની આહુતિ આપીને સૂર્યને નમન કરે છે. એનું મુખ્ય કારણ સૂર્યને આ પૃથ્વીના જીવનદાતા માનવામાં આવે છે. દુનિયાની આ ચેતના સૂર્યને આભારી છે.  એટલા માટે  યોગની કસરતમાં પણ સૂર્યનમસ્કારને સ્થાન આપવામાં આવ્યું છે. આજ ભારતીય સંસ્કૃતિની  વિજ્ઞાનિક અવલોકનનું એક પાસું છે.

                        ભારતીય સંસ્કૃતિમાં ગાયત્રી મંત્રનું  એટલું  જ મહત્વ છે જે સૂર્યની પ્રચંડ શક્તિનું મહત્વ સમજાવે છે. ગાયત્રીમંત્ર સૂર્યની શક્તિઓ વિષે વિવરણ કરતા  કહે છે કે' હે સુખ આપનાર ,દુઃખ દૂર કરનાર, સર્વમાં શ્રેષ્ટ , તેજસ્વી ,  બ્રહ્મ સ્વરૂપ ,(એટલેકે ઈશ્વર સ્વરૂપ ), પાપોનો  નાશ કરનાર   અમને તારી શક્તિ આપી સારા માર્ગે લઇ જા .' આજ બતાવે છે કે સૂર્ય આ પૃથ્વીના જીવોનો જીવનદાતા છે. અને એના નિસ્વાર્થ ગુણોની પ્રશંસા કરી એને માનવી જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે.



                           આ બાબતમાં આધુનિક વિજ્ઞાનીકો  કહે છેકે સૂર્ય એક વિશાળ ગેસ જેવા પદાર્થનો એક સળગતો એક વિશાળ  ગોળો છે . પરંતુ બહારના વાતાવરણના આવરણના ઠંડા પદાર્થો એને ધીમે ધીમે વખતો વખત મંદ કરી રહી છે . એનાથી એના પર જાડું આવરણ જામતું જાય છે જે વખતો વખત સૂર્યની ગરમી અને કિરણો  પૃથ્વી પર આવતા અટકાવી દેશે તો એની અસર પૃથ્વી જીવન પર ગણી ખરાબ થશે. એનાથી પૃથ્વી પર અંધકાર જામી જશે અને સખત ઠંડી પડવા માંડશે. પૃથ્વીનું જીવનની એ શરૂઆત  હશે.  અને આખી પૃથ્વી આદિ સ્વરૂપમાં નિર્જન બની જશે. આ એક વિજ્ઞાનિક અઘાહી છે એને માટે કરોડો વર્ષો વીતી જશે.



                     અત્યારે વિજ્ઞાનીકો સૂર્ય શક્તિનો ઉપયોગ ઇલેક્ટ્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં લાગી ગયા છે જે સસ્તામાં  સસ્તી શક્તિ બની રહી છે.

                 આથી એક વાતતો સત્ય છે કે સૂર્યની પ્રચંડ શક્તિથીજ આ દુનિયાનું પોષણ  થઇ રહ્યું છે.

                                        **************************************

No comments:

Post a Comment