Tuesday, July 16, 2024

 


પ્રદુષણ 

                                           હવામાં વધતું જતું પ્રદુષણ એ અત્યારે વિશ્વમાં જીવનમરણનો પ્રશ્ન બની રહ્યો છે. ઉદ્યોગીક ક્રાંતિ  અને જમીનના તેલના  ઉપયોગે પ્રદૂષણ વધારી દીધું છે.  પ્રદૂષણો માનવીની તંદુરસ્તી પર અને હવામાન પર પણ આડઅસર પડી છે. એમાં પ્રદૂષણે માનવીઓના જીવનને વિવિધ રોગોની ભાળ આપી છે એ બહુ ખતરનાક છે. મુખ્યત્વે માનવીઓમાં શ્વાસોશ્વાસને  લાગતા  રોગો વધી રહ્યા છે. 



                                           અત્યારના સર્વે મુજબ કાર , ફેક્ટરીઓ ,ભયંકર આગો , લાકડા બળતા ચુલાઓ  દુનિયામાં આશરે વાર્ષિક ૯૦ લાખ જેટલા માનવીઓનું  અણધાર્યું  મોત નોતરે છે. એમાં દક્ષિણ એશિયામાં વધારેમાં વધારે મોત થાય છે. પ્રદુષણના  અંશો લોહી વડે છેક માનવીના  ફેફસા સુધી પહોંચી શ્વાશોશ્વાશના રોગો ઉત્પન્ન કરે છે. એમાં અસ્થમા, હૃદય રોગ અને સ્ટ્રોક  જેવી બીમારી પણ આવી શકે છે. સ્થૂળતા, ડાયાબિટીસઅને કોવિદ-૧૯ ના મૂળ પણ એમાં રહેલા હોય છે.

                                              વધારે વાહન વ્યહવાર જેવા વિસ્તારોની બાજુમાં રહેવાથી પ્રદુષણને લીધે બ્રેસ્ટ કૅન્સર જેવી બીમારી ૮% જેટલી વધવાની શક્યતા રહેલી છે . આ એક અમેરિકન સર્વેનું તારણ છે. તે ઉપરાંત વૃદ્ધો, બીમાર બાળકો વધારેમાં વધારે પ્રદુષણનો  ભોગ બને છે.  યુરોપના એક સર્વે પ્રમાણે પ્રદુષણને  કારણે નવજાત જન્મેલા બાળકો ઓછા વજનથી જન્મે છે . તે તેમની તંદુરસ્તી માટે ભયજનક હોય છે.



                                              અમેરિકામાં જંગલોમાં લગતી ભીષણ આગમાંથી ઉત્તપન થતું પ્રદુષણ માનવીય તંદુરસ્તીને અસર કરે છે. ઘણીવાર  ધુમાડાઓને લીધે વાતાવરણ ધુંધળુ  બને છે અને એવા વાતાવરણમાં  સ્યુસાઇડના કિસ્સાઓ વધી જાય  છે એવું તારણ પણ ઇલિનોઇસ  યુનિવર્સિટી ના પ્રોફેસરે  કરી છે.



                                                 આમ ખરાબ હવા  માનવીના સ્વાસ્થ્યને  અસર કરે છે. એથી જેમ બને તેમ પ્રદુષણ ઓછું કરવાના પ્રયત્નોને  લોકોએ પ્રોત્સાહિત  કરવા જોઈએ .  એમાં સર્વના સહકારની પણ જરૂરિયાત છે .

                                          ***********************************

No comments:

Post a Comment