દુનિયાની ભયંકર બીમારીઓ - કેન્સર અને અલઝહેઈમર .
કેન્સર એવો રોગ છે કે જે ગમે તે ઉંમરમાં ગમે તેને થઇ શકે છે. એનું નામ સાંભળીનેજ એની ભોગ બનનાર વ્યક્તિ અધમુવો થઇ જાય છે. પરંતુ કેન્સરમાં શરૂઆતમાં ખબર પડે તો એનો ઈલાજ થઇ શકે છે. એની દવા માટે આખી દુનિયામાં વિજ્ઞાનીકો અથાગ મહેનત કરી રહ્યા છે. પરંતુ એમાં ધરી સફળતા મળી નથી . અત્યારે તો કોલોનોસકોપીથી જાણી શકાય છે કે કેન્સર ક્યાં અને કેટલું પેટમાં ફેલાયેલું છે. તે ઉપરાંત એનોડોસઃકોપીથી ગળાના કે પેટના ઉપ્પર ના ભાગના કેન્સર વિષે જાણી શકાય છે. પરંતુ એના માટે કોઈ સહેલો અને સરળ ઉપાય માટે હજુ સંશોધન ચાલી રહ્યું છે.
તેમાં એક સારા સમાચાર છે કે એક અમેરિકન કંપની ગુરદાન્ત હેલ્થએ કેન્સરની ચકાસણી લોહીના ટેસ્ટથી જાણી શકાય એવી ટેકનોલોજી વિકસાવી છે. અમેરિકામાં કેન્સરના લીધે ૫૦% લોકો મૃત્યુનો ભોગ બને છે. લોહીના ટેસ્ટમાં ૮૩% કેસોમાં કેન્સરની ચકાસણી થઇ શકી છે. અને આગળ વધી ગયેલા કેન્સરના કેસોમાં ૧૦૦% જેટલી ચકાસણી થઇ શકી છે. આથી કૅન્સરની સારવાર માટે લોહીનો ટેસ્ટ હવે બહુજ અગત્યનો બની રહ્યો છે. એનાથી દર્દીને જલ્દી સારવાર શરુ થાય એ બચાવવામાં બહુ ઉપયોગી થઇ શકે છે. અમેરિકાની સરકારી સંસ્થાએ પણ તેની મંજૂરી આપી છે. પરંતુ કૅન્સરની દવાના સંશોધન પાછળ હજુ ઘણું કરવાનું બાકી છે.
અલઝહેઈમર એ વૃદ્ધાવસ્થા આવતી વિસ્મૃતિની મોટામાં મોટી બીમારી છે. એ વૃદ્ધોની હાલત બહુજ બહેતર કરી નાખે છે. એમાં દર્દી ઘણીવાર સાનભાન ભૂલી જાય છે અને ખરાબ હાલત માં જીવન વિતાવે છે. એનો દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રિગનનો છે. તેઓને તેમની નિવૃત્તિમાં અલઝહેઈમર થયો હતો. દુનિયાના એક વખતના શક્તિશાળી વ્યક્તિનીની હાલત એવી થઇ હતી કે એમનો પૌત્ર એમની લાકડી પકડીને લોસ એંજલસના સાન મોનિકાના દરિયા કિનારે ફરવા લઇ જતો. આમ એ એટલો ભયંકર રોગ છે જે દર્દીને બેજાર કરી નાખે છે.
અલઝહેઈમર બીમારી માટે એક જાપાનીસ કંપની 'ઈસાઈ' એ એના ઉદ્ધભવથી એને સારવાર આપતી એક દવા ' લેકએમબી ' શોધી છે. જેનો ઉપયોગ અમેરિકામાં થવા માંડ્યો છે. આનાથી આવતા સમયમાં આવતા ૮૫ મિલિયન જેટલા વૃદ્ધો ને લાભ અને રાહત થશે. એનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેથી એ ભયંકર બીમારીને મૂળથી જ કાબુમાં લઇ શકાય. તે છતાં એ રોગને મૂળથી નાબૂદ કરવા માટે વધુ સંશોધનની જરૂરિયાત છે.
*****************************