સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા -વેકસિનની અજબ કંપની
સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિદ-19 પછી ઘણીજ પ્રસિદ્ધ કંપની બની છે. એની વેકસિનએ આખી દુનિયામાં કરોડો લોકોની જિંદગી બચાવવામાં મદદ રૂપ બની હતી. એની ઓફિસ પૂના ખાતે આવેલી છે. એના મુખ્ય ઓફિસર આદર પુનાવાળા છે. એ ભારતીય કંપની હવે એની વેકસિનોને લીધે વિશ્વ વિખ્યાત કંપની બની ગઈ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટને એની આર 21/ મેટ્રિક્સ એમ મેલેરિયા વેક્સીન માટે ઉચ્ચ સ્થાન આપેલું છે. મચ્છરો દ્વારા ફેલાતો મેલેરિયા વિશ્વમાં દર વર્ષે ૬૦૦૦૦૦ માણસોનો ભોગ લે છે. આ વેકસિન સીરમએ યુનિવરસિટી ઓફ ઓક્સફર્ડ સાથે મળીને બનાવી છે. સીરમ વાર્ષિક ૧૦૦ મિલિયન ડોસીસ બનાવશે અને આફ્રિકાના દેશોમાં એમની જરૂરિયાતોને પુરી પાડશે. એ આરોગ્ય ક્ષેત્રમાં સીરમનુંવિશ્વમાં મહાન યોગદાન હશે. તે ઉપરાંત વેક્સીનના એક શોટ ચાર ડોલર જેટલા સસ્તા પણ હશે. એમાં પ્રોફિટ કરતા જન સેવાની ભાવના વધારે રહેલી છે.
આદર પૂનાવાલા ભારતના એક આગળ પડતા અને ધનવાન ઉદ્યોગપતિ પણ છે. એમણે એમના ધનનું ઘણા ઉદ્યોગોમાં રોકાણ કર્યું છે. એવા સમાચાર છેકે એમણેફિલ્મ ઉદ્યોગમાં હજારો કરોડોનું રોકાણ કરી કરણ જોહરની ફિલ્મમાં ભાગીદારી કરી છે.
એમની સફળતાનું રહસ્ય એમની જન સેવાની ભાવનાને આભારી છે.
**************************
No comments:
Post a Comment