જીવનમા દરેકને પોતાની જન્મભૂમિ યાદ આવે છે. ઍની વિશેષતાઓ ઍમના હદયમા છવાયેલી હોય છે. કોણ પોતાના ઍ જન્મ સ્થળને પ્રેમ નથી કરતો? આ કાવ્યમા સ્થળની વિશેષતા સુંદર શબ્દોમા વણી લેવામા આવી છે.
ઍક બાજુ છે દરિયો, બીજી બાજુ નદિયા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નિતસવારે ને સંધ્યાકાળે મંદિરના ઘંટારવમા
દિન દુ:ખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ સ્વર્ગ છે ઍનુ નામ
વર્ષામા નદિયાના પાણી હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ભારત દેસાઈ
==============
No comments:
Post a Comment