Friday, November 18, 2011


આ શુ વિચિત્ર નથી?
==============
શેર માર્કેટ ખરાબ છે પણ લોકો ઍમા પડ્યા પાથર્યા જ રહે છે.
પૈસા ખરાબ વસ્તુ છે ઍમ ઘણા માને છે પણ લોકો પૈસા ભેગા કરેજ રાખે છે.
ઉચી જગ્યા પ્રાપ્ત કરનાર મનુશ્ય ઍકાન્ત જીવન જીવે છે. છતા લોકો ઉચ્ચ પદની ખ્વાહિસ રાખતા રહે છે.
દારૂ અને જુગાર સમાજમા સામાન્ય રીતે ખરાબ ટેવો મનાય છે તૉ પણ ઘણા લોકો ઍમા સંડોવાયેલા હોય છે
ઘણા ગરીબો સાયકલ ચલાવતા હોય છે પણ ઘણા પૈસાવાળાઓ કસરત રૂપે સાયકલ જેવા મશીન પર ચાલતા હોય છે.
ઘણા ગરીબો કામ કરીને ચરબી બાળતા હોય છે જ્યારે પૈસાદારો ચાલીને ચરબી બાળતા હોય છે.
--------------
સંસારમા પણ આવુ બનતુ હોય છે જે સમજાવુ મુશ્કેલ છે-
"મને સમજાતુ નથી કે----
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે
વિચાર્યુ હોય કઈ અને અણધાર્યુ જ થઈ જાય છે
જીવનભર મારુ મારુ કરતા રહ્યા
અને પળમા બધુ ધૂળભેગુ થઈ જાય છે
હુ કોણ? હુ કરુ, મારાથી આ જગ ચાલે છે
ઍવા ભ્રમમા રહેનારા પણ પંચભૂતમા મળી જાય છે
મંદિરો, મસ્જિદો અને ગિરીજાગરો ભક્તોથી ચિક્કાર છે
તો પણ જગમા પાપોનો ભાર ક્યા ઑછો થાય છે
મને સમજાતુ નથી કે----"
ભારત દેસાઈ

No comments:

Post a Comment