Monday, November 21, 2011
ઍપલના સ્ટીવ જોબે આ દુનિયાની સકલ ઍમની અદભૂત શક્તિવડે બદલી નાખી છે. તેઓનુ થોડા વખત પહેલાજ કેન્સરની બિમારીથી મૃત્યુ થયુ. ઍમના મૃત્યુ સામેના યુધ્ધમા ઍમણે મૃત્યુ વિષે સુંદર લખ્યુ છે-
"મૃત્યુ ઍ જીવનની ક્દાચ સૌથી શ્રેષ્ટ શોધ છે. ઍ જીવનના બદલાવનો કાર્યવાહક છે. જે જુનાને સ્થાને નવો માર્ગ બતાવે છે."
આ કાવ્યમા મૃત્યુ ની નક્કરતાને સમજાવવા જ્ પ્રયત્ન કર્યો છે.
"મૃત્યુ શુ છે?
=======
અકેલા આવેલા અકેલા જવાનુ
અજાણ્યા માર્ગે છે વિહરવાનુ
નવજીવન અજાણી જગાઍ શરૂ કરવાનુ
જુના રસ્તાઓ ભૂલી નવે માર્ગે જવાનુ
અકેલા આવેલા અકેલા જવાનુ
અજાણી જગાનો ભય સતાવે સર્વને
ઍનો ઍહ્સાસ થતા રડાવે સર્વને
મૃત્યુતો નિસ્ચીત છૅ જનમ સાથે
તૉ પણ પામર મનુષ્યો લડવાના ઍની સામે
અકેલા આવેલા અકેલા જવાનુ
ભારત દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment