Saturday, November 12, 2011


કુદરત પાસે શાંતિ, પ્રેરણા, અને અનોખો આનંદ પ્રાપ્ત થાય છે. કુદરતનીની નિર્દોષતા, અને નિર્મળતા આપણા જીવનને સૂ:ખીમય બનાવી દે છે. આથી જ આપણા સંતો અને ઋષીઓ ડુંગરો અને જંગલોમા ભમ્યાકરી આપણને જ્ઞાનનુ રસપાન કરાવતા રહ્યા છે. સંસારીઓેઍ પણ દુ:ખનાભારને ઑછો કરવા માટે કુદરતને શરણે થોડે થોડે સમયે જવુ જ -
મારે ભમવુ છે ડુંગરે અને હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા તો પંખીઓના કલરવોમા
મારે કુદરતનો ખોળે રમવુ છે
જીવનના પરમ આનંદને માણવા.
મારે પવનના સૂંસવાટે થથરવુ છે
મેઘ અને વીજની જુગલબંધીને માણવી છે
જીવનના પરમ આનંદને માણવા.
મારે ભમવુ છે ડુંગરે અને હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા તો પંખીઓના કલરવોમા
ભારત દેસાઈ

No comments:

Post a Comment