રામનવમી-૨૦અપ્રિલ ૨૦૧૩
-------------------------------
ભારતમા રામને નામે ઘણા લોકો પોતાની ખિચડી પકાવી રહ્યા છે. રામમંદિરની અયોધ્યામા રચનાની બાબતમા રાજ઼ કારણ ટોચ પર પહોચ્યુ છે. રામના આદર્શો અને સીધાંતો પર જો લોકો અને રાજકારણીઓ ચાલ્યા હોત તો ભારતની આવી હાલત ન હોત. રામસેતુ પર પણ રાજકારણ ચાલુ છે. રામનો જન્મ અયોધ્યામા કઈ જગ્યા ઍ થયો હતો ઍ વિષે પણ વિવાદ ચલાવવામા આવેછે. આમા રામના કરતા ઍમના નામનો ઉપયોગ કરવાની વૃતિ વધારે છે. ગાંધીજી રામના ચારીત્રથી બહુજ પ્રભાવિત હતા અને રામને ઍમની જીવન શૈલીમા ઉતારી દીધા હતા. આથી તેઓ રામ નામ લેતા લેતા મૃત્યુને ભેટ્યા હતા. ઍમણે ઍમના શીષ્યોને સદાઈથી રહી રામની જેમ રાજ્ય ચલાવવા સલાહ આપી હતી. નાના ઘરોમા રહીને નામનો પગાર લઈ લોકોની સેવા કરવા કહ્યુ, તો ઍમની સલાહ ઍમનુ ગાંડપણ ગણી કાઢી નાખવામા આવી હતી. આવી જ રીતે ભારતમા રામનુ નામ રાખીને રામના આદર્શોને ફેકી દેવામા આવ્યા છે. ગાંધીનુ નામ રાખીને ગાંધીવાદને દફનાવી દેવામા આવ્યો છે. ઍજ આપણી કમનસીબી છે.
રાવણના પૂતળાને દર વર્ષે બાળવામા આવે છે, પરંતુ રાવણની નિપુણતા પણ રાજ઼ ચલાવવામા દાખવી શક્યા નથી. રાવણ જ્યારે મૃત્યુ શપ્યા પર હતો ત્યારે રામે લક્ષ્મણને ઍનિ પાસે રાજનીતિ શીખવા માટે મોકલ્યો હતો. રાવણની લંકા સોનાની હતી ઍટલેકે સમૃધ્ધ અને વહીવટની દ્રષ્ટિે ઍ સૂરાજ્ય હતુ. પોતાની ભક્તિની નિપુણતાથી શિવ સહિત બધા દેવતાઓના દિલ જીતી લીધા હતા. ઍટલેકે આધ્યાત્મિક દ્રષ્ટિેઍ ઉચ કક્ષાઍ પહેચેલો હતો. ઍટલેકે ભગવાન રામનો મહાન શત્રુ હતો. સિતાને ઉપાડી ગયો હતો પણ માનભેર રાખી હતી. ભલે ગુનેગાર હતો પણ ચારિત્રવાન હતો. ઍને આત્મ વિશ્વાસ હતો કે સામાન્ય માણસ તો ઍને હરાવી શકે ઍમ ન હતો. આથી જ ઍણે ભગવાન રામને હાથે મૃત્યુને આવકાર્યુ હતુ. આજના જમાનામા ભગવાન તો ઘણા બની બેઠા છે. સ્ત્રીઓનુ અપહરણ કરી જનારા પણ ઘણા છે. પણ રામ જેવા આદર્શ ભગવાન અને રાવણ જેવા વીદ્વાન પ્રામાણિક ગુનેગારો પણ ક્યા છે? ઍને માટે આપણે બધે ફાંફાં મારવાની જરૂર નથી, ફ્ક્ત ઍમનાઆદર્શો અને ગુણો આપણા જીવનમા આવવા જોઇઍ જેથી સામાજીક અને રાજકીય શાંતિ અને સમૃધ્ધિ આવે. ભગવાન રામ સર્વને ઍવી સદબધ્ધિ આપે ઍવી પ્રાર્થના.
********************************
No comments:
Post a Comment