Friday, April 19, 2013



મહાવીર જયંતિ- ૨૩ અપ્રિલ ૨૦૧૩
======================
                                          મહવીર સ્વામી જૈન ધર્મના ૨૪ મા અને છેલ્લા તીર્થંકર હતા. ઍમનુ જીવન ત્યાગ, તપસ્યા, મૌન, અને  ઉપવાસને આધીન હતુ.  જીવનના સત્યને  જાણવા માટે ઈન્દ્રીયોને કાબૂમા રાખવી જરૂરી છે. ઈન્દ્રીયોજો કાબૂમા આવે તો  આંતરઆત્મા પર આપોઆપ નિયંત્રણ કરી શકાય છે. મનના ભ્રમણમા પણ ઈન્દ્રીયોનો હાથ હોય છે. આથી ઍમણે પાંચ સિધ્ધાંતોને મહત્વ આપ્યુ છે.
૧) અહિંસા  પાળવી.
૨) સત્યને વળગી રહેવુ.
3)  બ્રમ્હચર્ય પાળવુ
૪) લોકો, જગ્યા, ભૌતિક વસ્તુઓતી દૂર રહેવુ.
૫) અયોગ્ય રીતે મળેલી વસ્તુ ન લેવી.
                                           ઍમનો સંદેશો -
તપ, ઉપવાસ અને મૌન દ્વારા
તૃસનાને મુળથી ભગાડો
મૃગજળ જેવી માયામાથી
જીવનને મુક્ત કરાવો
પજુસનના પર્વમા
તમ આત્માને ઢંઢોળો
સુવીચારના રટણ દ્વારા
સુગંધી મનમા ફેલાવો
ઈન્દ્રીયો પર કાબૂ થકી
જીવન સુખી અને શાંત બનાવો
તપ ઉપવાસ---
ભારત દેસાઈ
                                                     ******************************

No comments:

Post a Comment