Friday, April 26, 2013


ઍપલની પરંપરા
============


                                                                                      ઍપલ ઍ અમેરિકાની મોટામા મોટી કંપની છે જેણે આઇ પૅડ, આઇ ફોન, અને ટીવી આપી દુનિયાની સુરત ફેરવી નાખી છે. અમેરિકાની આગળ પડતી નવી નવી શોધો દ્વારા ક્રાંતિ લાવનારી કંપની છે. આર્થિક દ્રષ્ટિે ઍ પણ સધ્ધર કંપની છે.
                             
 અત્યારે ઍપલ ઍક ઍવી શોધની પાછળ છે જે દુનિયામા બીજી ક્રાંતિ લાવી દેશે.  ઍપલ અત્યારે ઍવી ઘડિયાળની શોધમા છે જે વિશ્વિક/ રાષ્ટ્રીય તરે અને માનવ જીવનને નવી અને અદ્યતન માહિતી ઍમના સ્વાસ્થ્ય અને માનવ જીવન વિષે પુરી પાડશે. ઍ ઘડિયાળ વખત સાથે તમે કેટલુ ખાધુ છે?  તમે કેટલી કેલરીસ ઍમાથી બાળી છે? તમારી ઉંધ કેવી હતી? ઍટલે કે સંતોષકારક કે અસંતોષકારક? તે સાથે ઍનો સંપર્ક તમારા આઇ પૅડ, આઇ ફોન, ઍપલ્ ટીવી અને ઇંટરનેટ સાથે પણ હશે. ઍનો અર્થ ઍ સાધન વડે તમે  તમારા ફોન, ક્રેટિટ કાર્ડની ચૂકવણી,  હવામાન આગાહી, બધાના જ સંપર્કમા રહી શકશો. ટૂકમા ઍ  સ્માર્ટ સાધન હશે જે તમારી બધી જ જરૂરીયાતો પુરી પડશે.
                             
 ઍના પરથી મેળવેલી માહિતીઓ રાષ્ટ્રીય કક્ષા ઍ સ્વાસ્થ્ય ને લગતા રીસેર્ચમા પણ ઉપયોગી થશે અને લાગતી વળગતી કંપનીઓે ને પણ ઉપયોગી થશે. ટૂકમા  દુનિયાની બધી જ માહિતી અને સગવડોનો ઍ અમૂલ્ય ભંડાર હશે.  માનવ જીવનને મુળભુતમાથી બદલી નાખનારી ઍમાની ઍક આ આધુનિક શોધ હશે ઍમા કોઈ શંકા ને સ્થાન નથી.
                                             ******************************************

No comments:

Post a Comment