આંતરાષ્ટ્રીય નાણાકિય વર્ચસ્વ
===================
આજે જોઈેઍતો આંતરાષ્ટીય નાણાકીય વર્ચસ્વ અમેરિકાના હાથમાં છે. ઇંટરનૅશનલ મૉનિટરી ફંડ, વિશ્વ બૅંક, ડેવેલપ બૅંક પર અમેરિકા ઍ નીમેલા પ્રતિનિધિઓનુ વર્ચસ્વ છે. આવા સંજોગોમા દેશોના નાણા ચલણનુ મૂલ્ય અમેરિકા કરે છે.
દેશોની પ્રગતી માટે નાણા સહાયનો દોર પણ અમેરિકાના હાથમા છે. ઍક વખત હતો જ્યારે દેશના નાણાનુ મૂલ્ય ઍના સોનાના જથ્થા પર રહેતુ પરતુ હવે ઍ અમેરિકાના હાથમા આડકરતી રીતે છે. ભારતીય રૂપિયાનુ મૂલ્ય ઍક ડૉલર સામે ૫૪ જેટલા રૂપિયા જેટલુ છે ઍમ નક્કી કરનાર સંસ્થા પણ અમેરિકાના વર્ચસ્વ હેટળ છે.
આંતરાષ્ટ્રીય નાણાકીય પરિસ્થિતિમા પણ મોટો ફરક આવી ગયો છે. ચીન હવે વિશ્વસતા તરીકે ઉપસી ચુક્યુ છે, અને અમેરિકાનૅ સૌથી વધુ ધિરાણ કરનાર રાષ્ટ્ર બની ચુક્યુ છે. ઍ પોતાનુ નાણાકીય ચલણને આંતરાષ્ટ્રીય ચલણ બનાવવાની માગણી કરી રહ્યુ છે. અત્યારની વ્યવસ્થા પ્રમાણે ડૉલર્સ હમેશા મજબૂત રહે છે, કારણકે આંતરાષ્ટ્રીય લેણદેણ ઘણુખરુ ડોલરમા કરવામા આવે છે. આથી અમેરિકાને જ લાભરૂપ બને છે. વિકાસશીલ દેશોની સ્થિતિ સુધરી રહી છે અને અમેરિકાના દેવાનો ભાર વધી રહ્યો છૅ. તેથી વિકાસશીલ દેશોમા આંતરાષ્ટ્રીય નાણાકીય વર્ચસ્વ માટેની હિલચાલ વધી રહી છે.
અત્યારે જ પાંચ દેશોઍ ભેગા થઈને નવીજ આંતરાષ્ટ્રય બેન્કની રચના કરવાના પગલા લીધા છે, અને ઍનુ નામ 'બ્રિક્સ' આપવામા આવ્યુ છે.' બ્રિક્સ' ઍટલે પાંચ દેશોના નામ ઍમા સમાયેલા છે. બ્રાજીલ, રશિયા, ઇંડિયા, ચીન અને સાઉથ આફ્રિકા ઍનિ રચના કરનારા મુખ્ય દેશો છે. ૧૦૦ બિલિયન ડોલરથી ઍનિ શરૂઆત કરવાની યોજના હતી પરંતુ અત્યારે ૫૦ બિલિયન ડૉલરથી શરૂ કરવામા આવશે. ઍમા ચીન જેવા મજબૂત રાષ્ટ્રનુ વર્ચસ્વ ન વધી જાય ઍનિ કાળજી લેવામા આવી છે.
આમા અમેરિકાના વળતા પાણીના ઍંધાણ તો નથીને ઍ જોવાનુ રહ્યુ?
*****************************************
No comments:
Post a Comment