માનવીની મહત્વકાંક્ષા
માનવીની મહત્વકાંક્ષાને કોઈ મર્યાદા રહી નથી. ઍ ક્યા જઈને અટકસે ઍની કોઈને કલ્પના પણ નથી. પરન્તુ ઍક વસ્તુ માનવી ભૂલી જાય છેકે ભગવાને ઍની મર્યાદા નક્કી કરેલી છે, ઍજો માનવી ઓળંગી જાય તો ઍને કુદરતની અને પ્રભુની કૃપાની કોઈ જરૂરત નહી પડે. આથી કુદરત ઍને કેવી રીતે ઓળંગવા સમર્થ બનાવે? આથી માનવી પોતાની મર્યાદાઓ સાનમા સમજે તો ઍના હિતમા છે. કુદરત અને પ્રભુના ક્રુર ફટકાઑ બાદ પણ માનવો હજુ સમજવા અસમર્થ છે.
અમે ચાંદ---
અમે ચાંદને ચુમ્યો છે અને સૂરજના ચક્કર લગાવવા છે
ગ્રહો પર વિજય મેળવીને ઍમની આડ અસર મીટાવવી છે
સાગરના ઉંડાણોમા પણ અમે ડૂબકીઓ મારી છે
ઍની ગહરાઈઓંના રહસ્ય અમારે જાણવા છે.
અમે ચાંદ---
અમે ઍડ્સ સામે લડી લઈશુ અને કેન્સરને ભગાવશુ
અમરતા મેળવવા માટે હર પલ જોર લગાવશુ
માનવીની બુધ્ધિ અને હોશીયારી ક્યા જઈને અટકશે?
જન્મ મૃત્યુ પર વિજય મેળવીને જ શુ રુકશે?
અમે ચાંદ---
પ્રભુ પોતાના સર્જનોના રહસ્ય કેવી રીતે બતાવે
જીવન અને મૃત્યુ માનવીના હાથોમા આપીને શુ પોતાનુ અસ્તિત્વ ગુમાવે?
અમે ચાંદ---
ભારત દેસાઈ
**********************************