Tuesday, October 18, 2016

અનાવિલ
   
                                                                                           
      અનાવિલ  બ્રાહ્મીણ જ્ઞાતી આમ વસ્તીની દ્રષ્ટિેઍ ગુજરાતમા  ઘણી નાની છે, પરંતુ ઍનૂ પ્રદાન ગુજરાતના જાહેર જીવનમા ઘણુ મોટુ છે. ઍમના મૂળ ' અનાવલ 'જેવા દક્ષિણ ગુજરાતના  નાના ઍક ગામ સાથે  છે.  ઍ જ્ઞાતિ ગુજરાતમા વાપી અને તાપી વચ્ચે વસેલી  હતી. હવે તે વિશ્વ અને ભારત વ્યાપી  છે. ઍ જ્ઞાતીની  ઉત્તપતિ શ્રી રામની સાથે સંકળાયેલી છે.
                         અનાવિલો બાહોશ, નિપુણ વ્યવસ્થાપક, અને ઇતિહાસમા શાસકો વતી કર ઉઘારાવવાની કામગીરી કરતા. આથી મોગલો અને મરાઠા વખતમા તેમને કર ઉઘારાવવા માટે દેસાઈગીરી પણ આપેલી હતી અને  ઍ માટે ઍમને  દેસાઈગીરી પણ મળતી હતી. આથી દેસાઈઓના સ્વભાવમા ક્ષત્રીયોના ગુણ વધારે આવેલા છે જેવાકે ક્રોધ, અભિમાન અને  તીક્ષ્ણ જીભ વગેરે વગેરે. બ્રિટિશોના વખતમા પણ દેસાઈઓ  રેલવે, ઇન્ષુરેન્સ કંપની, બૅંકો, અને શિક્ષણ જેવા ક્ષેત્રોમા ઉચ્ચ પદવીઑ ધરાવતા હતા.

                               સ્વતંત્રતાની લડાઈમા પણ ઍમણે મહત્વનો ફાળો આપેલો છે. મહાદેવ દેસાઈ, ભુલાભાઇ દેસાઈ, મોરારજી દેસાઈ, ખંડુભાઇ દેસાઈ,  ઠાકોરભાઇ દેસાઈ,  જેવા નેતાઓ સ્વાતંત્રની લડાઈમા  અદભૂત ભાગ ભજવ્યો હતો, મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ સુધી પહોચ્યા હતા,
                               જ્ઞાતિ નાની પણ દેશ વ્યાપી  પ્રદાન સારુ રહયુ  છે. હવે જ્ઞાતિના નવી પેઢીની ફર્જ બની રહી છે કે પરંપરાને ચાલુ રાખે.  શરદ પૂનમની રાત્રીઍ  અનાવિલ મિત્ર મંડળ અમદાવાદની  યુવતીઓની  ગરબા ની રમજટની તસ્વીરો-
                                                                *************************************

Thursday, October 13, 2016


સાકારત્મક  દ્રષ્ટી
                                                                                                       સકારાત્મક જીવન ઍજ સફળ. સુખી અને સ્વાસ્થય જીવનની ચાવી છે. ભૂતકાળને ભૂલી અન વર્તમાનના સારી વસ્તુઓને માણવા મા આનંદ છે. કલ્પિત વિચારોમા પોતાની શક્તિ વ્યય કરવામા  દુખના   ડુંગરો ઉભા થાય છે.  ઍટલા માટે માનવીઍ  શ્રધ્ધા અન શુભ આશાઓ સહિત જીવવુ આવશ્યક છે.
                                              ઍક કવિે ઍ કહ્યુ છે કે-

આશાની પાંખે જીવવુ છે મારે
કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે
ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય જોવુ છે મારે
કાળા ખડકોને  અવગણીને
લીલી હરીયાળી નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે
                                                આપણે દુનિયાને  આપણે માનીઍ ઍટલી ખરાબ પણ નથી. આપણે આપણી દ્રષ્ટી બદલવાની જરૂર છે. પ્રખ્યાત લેખક ગુલજાર કહે છે-
હર ઇન્સાન કા દિલ બુરા નહી હોતા
હર ઍક  ઇન્સાન બુરા નહી હોતા
બુજ જાતે હૈ દિયે કભી તેલકી  કમીસે
હર બાર કસર હવાકા નહી હોતા
                                                   આ સકારાત્મક વિચાર  જ છે. ઍક હિન્દી કવિેઍ તો  કહ્યુ કે માનવ રડતા રડતા જન્મે  છે ઍમા જીવનની નકારાત્મકતા અન કરુણતા સમાયેલી છે પરંતુ મૃત્યુ સાથે ઍ  સકારાત્મકતા તરફ  લઇ જાય છે. ઍ કહે છે-

ઍક સચ  યહ હૈ કે અગર જિંદગી ઇતનિ અચ્છી હોતી
તો હમ રોતે રોતે ના આતે
લેકિન ઍક મીઠા સચ  યેહ ભી હૈ કે
અગર યેહ જિંદગી બુરી હોતી તો હમ જાતે જાતે
લોકોકો રૂલા કર  ન જાતે
                                               ઍ જ સકારાત્મકતામા સત્યમા છુપાયેલુ છે. માટે  જીવનમા સુખ દુખની  કહાનીમા બધુ સારા માટે જ થાય છે. ગીતા ઍ આપેલી ઍ સકારાત્મકતા અપનાવવી જ રહી.
                                                *****************************************

Friday, October 7, 2016


નવરાત્રિ
                                                                                            નવરાત્રિઍ શક્તીનુ પ્રતીક છે અને ઍમા સંપૂર્ણ શુધ્ધતા અને સાત્વીકતા આવશ્યક છે. હિન્દુ  સંસ્કૃતિમા સ્ત્રીને શક્તીનુ પ્રતીક માનવામા આવે છે, કારણકે સ્ત્રી ફક્ત  વિશ્વમા  ઉત્પતિનુ સાધન નથી પણ ઍ સમાજનુ ઘડતર, રક્ષણ, અને અનર્થોનુ નાશ કરવાની પણ ફરજ બજાવે છે. કુટુમ્બ થકી સમાજ બને છે અને સ્ત્રી થકી કુટુમ્બ બને છે આથી સ્ત્રી શક્તિના પર્વ નવરાત્રીમા સ્ત્રી શક્તિનો જ મહિમા ગવાયો છે. આપણા શાસ્ત્રોમા પણ કહ્યુ છેકે ' જ્યા સ્ત્રીઓ પૂંજાય છે ત્યા દેવો વસે છે.' આથી સ્ત્રીઓને માટે જો ગુણગાન ગાયા હોય તો સમાજને રક્ષણ આપવા માટે સ્ત્રી મર્યાદા જેવી વસ્તુનુ પણ અનુરોધ કરવામા આવ્યો છે. મર્યાદા ક્યારે રહે જ્યારે સ્ત્રીમા પવિત્રતા અને સાત્વિકતા જળવાઈ રહે. ઍટલા માટે નવરાત્રિઍ સાત્વિક પર્વ છે. ઍને શ્રુગાર રસ સાથે કોઈ લેવા દેવા નથી.

                                                                                              સ્ત્રીની મર્યાદાઓનો ઉલ્લેખ રામાયણ થયેલો છે. સીતાઍ જ્યારે મર્યાદા ઉલેખી ત્યારે ઍનુ હરણ થયુ અને રામાયણ રચાયુ. તેવી જ રીતે દૌપદિઍ મર્યાદાઓનો ભંગ કરી ઍના જેઠ દુર્યોધનને' આંધળાનો છોકરો આંધળો 'કહ્યોને ઍમાથી મહાભારત થયુ. મર્યાદાનો ઉલ્લેખ ઍટલા માટેકે જે સદાઈ અને પવિત્રતા નવરાત્રીમા હતી, જે હવે રહી નથી. હવે નરી  શૃંગારતા અને મસ્તી નવરાત્રિ પર્વમા દેખાઈ રહી છે ઍમા સ્ત્રી શક્તીનુ અપમાન નીતરે છે. ઍમાથી સત્વ, પવિત્રતા,  શુધ્ધતા અલોપ થઈ રહી છે. ઍમા આપણી સંસ્કૃતીનુ પતન દેખાતુ નથી?
                                                                                             આજે ઍવો સમય આવ્યો છે કે લોકોને નવરાત્રિ પર્વ દરમિયાન તેમના કુટુમ્બોની સ્ત્રીઓની સલામતીની ચિંતા સતાવી રહી છે. હવે તો ઍવા પણ સમાચાર છે કે સમ્પતિવાન  લોકો તો ઍમના કુટુંબની સ્ત્રીઓની સલામતી માટે નવરાત્રિ પર્વ દરમિયાન માણસો રાખવા માડ્યા છે. આજ બતાવેછેકે નવરાત્રિ પર્વની પવિત્રતા પર શંકાની આંગળીઓ ઉભી થઈ રહી છે. ઍટલા માટે નવરાત્રીના પર્વને શૃંગારમય કરતા સાત્વિક અને સદાઇ થી ઉજવવાની આજની જરૂરીયાત છે.
                                ******************************************

Sunday, October 2, 2016


લાલ બહાદુર  શાસ્ત્રી-જન્મ દિવસ ૨ જી ઑક્ટોબર
                                                                             લાલબહાદુર શાસ્ત્રી નેહરુના મૃત્યુ બાદ વડા પ્રધાન થયા હતા પરંતુ ઍમની નિમણૂક પા છ ળ પણ નેહરુ કુટુમ્બ અને તે વખતની કામરાજ હેટળની કૉંગ્રેસની ટોળકીનો પણ હાથ હતો. નેહરુની મરતી વખતે  ઈંદિરા ને પ્રધાનમંત્રી બનાવવાની  ઈચ્છા હતી અને કામરાજ માટે સિનિયર નેતા મોરારજી ભાઈ કાબૂમા ન રહે ઍવા પ્રધાન મંત્રીના ઉમેદવાર હતા. લાલબહાદુર નહેરૂ કુટુંબને વફાદાર હતા ઍ ઍમનો મોટો ગુણ તે વખતે પ્રધાન મંત્રી થવા માટે મોટામા મોટી લાયકાત હતી. કામરાજની મદદથી  ઈંદિરા ભવિષ્યમા પ્રધાન મંત્રી  બની શકે ઍવી શક્યતા હતી. લાલબહાદુર ઍ પલટા માટે પ્રધાન  મંત્રી થવા માટે તે વખતે વધારે  અનુકુળ ઉમેદવાર હતા.
                                                                              લાલ બહાદુરઍ પણ મોરારજીભાઈની સાથે વર્ષો સુધી કામ કર્યુ હતુ ઍથી ઍમની રાષ્ટ્રભક્તિ, ગાંધીવાદી વિચારધારા, વહીવટ નિપુણતા, પ્રામાણિકતા  અને ચારિત્ર માટે માન હતુ. આથી તૅઓ ઍમની સામે ઉભા રહેવા તૈયાર ન હતા, આથી સ્પર્ધા નીવારવા માટે કામરાજે કૉંગ્રેસ પાર્ટીના લોકસભાના સભ્યોનો અંગત મતો લઇ નીર્ણય લેવાનુ નક્કી કર્યુ જેનો મોરારજી ભાઈઍ  વિરોધ કર્યો પણ કામરાજ માટે ઍ અનુકુળ રસ્તો હતો અને  ઍમણે લાલબહાદુર ને વિજય જાહેર કર્યા.
                                                                                લાલ બહાદુર પ્રધાન મંત્રી થયા  ઍમણે મોરારજીભાઈને પ્રધાનમંડળમા લેવાની ઑફર કરી જે મોરારજીભાઇ ઍ નકારી કાઢી. પરંતુ ઈંદિરા ગાંધીને તેમણે સામાન્ય પ્રશાશન ખાતુ આપ્યુ જે ઈંદિરાજીને પસંદ ન હતુ અને તેઓ નારાજ હતા.
                                                                                 લાલ બહાદુર શાસ્ત્રી  સાદા, નમ્ર, પ્રામાણિક, દેશભક્ત, ચરિત્રવાન, અને અડગ હિમ્મતવાળા નેતા હતા  અને પાકિસ્તાન સાથેના યુધ્ધમા તે સફળ રહયા અને ઍમની લોકપ્રિયતા વધી ગઈ. આથી ઈંદિરાગાંધીના પ્રધાન મંત્રી બનવાની તક ઑછી થતી જતી હતી. પરંતુ લાલ બહાદુરનુ  તાસ્કન્ત ખાતે અચાનક અને અકાળ અવસાન પછી ઈંદિરા ગાંધીની પ્રધાન મંત્રી થવાની તક પાછી જાગી, લાલ બહાદૂરના મૃત્યુ  સામે પણ અનેક શંકા અન કુશંકા જાગી. ઍમા લાલ બહાદૂરજીના કુટુંબીજનો પણ સામેલ હતા.
                                                                                  લાલ બહાદુર કદમા નાના હતા પણ નેતા તરીકે  કદાવર સાબિત થયા હતા. તેઓ ગરીબીમાથી ઉપ્પર આવ્યા હતા. પ્રામાણિક સેવક હતા અને મર્યા બાદ કોઈ પણ મિલકત છોડી ગયા નથી. ઍક  રેલવે  અકસ્માત માટે રેલવે મંત્રી તરીકે રાજીનામુ આપી ઍક અનોખો દાખલો બેસાડ્યો હતો. ઍટ લે લોકો હજુ પણ ઍમને યાદ કરી અંજલી આપે છે.
                                                  **************************************