Sunday, October 2, 2016


લાલ બહાદુર  શાસ્ત્રી-જન્મ દિવસ ૨ જી ઑક્ટોબર
                                                                             લાલબહાદુર શાસ્ત્રી નેહરુના મૃત્યુ બાદ વડા પ્રધાન થયા હતા પરંતુ ઍમની નિમણૂક પા છ ળ પણ નેહરુ કુટુમ્બ અને તે વખતની કામરાજ હેટળની કૉંગ્રેસની ટોળકીનો પણ હાથ હતો. નેહરુની મરતી વખતે  ઈંદિરા ને પ્રધાનમંત્રી બનાવવાની  ઈચ્છા હતી અને કામરાજ માટે સિનિયર નેતા મોરારજી ભાઈ કાબૂમા ન રહે ઍવા પ્રધાન મંત્રીના ઉમેદવાર હતા. લાલબહાદુર નહેરૂ કુટુંબને વફાદાર હતા ઍ ઍમનો મોટો ગુણ તે વખતે પ્રધાન મંત્રી થવા માટે મોટામા મોટી લાયકાત હતી. કામરાજની મદદથી  ઈંદિરા ભવિષ્યમા પ્રધાન મંત્રી  બની શકે ઍવી શક્યતા હતી. લાલબહાદુર ઍ પલટા માટે પ્રધાન  મંત્રી થવા માટે તે વખતે વધારે  અનુકુળ ઉમેદવાર હતા.
                                                                              લાલ બહાદુરઍ પણ મોરારજીભાઈની સાથે વર્ષો સુધી કામ કર્યુ હતુ ઍથી ઍમની રાષ્ટ્રભક્તિ, ગાંધીવાદી વિચારધારા, વહીવટ નિપુણતા, પ્રામાણિકતા  અને ચારિત્ર માટે માન હતુ. આથી તૅઓ ઍમની સામે ઉભા રહેવા તૈયાર ન હતા, આથી સ્પર્ધા નીવારવા માટે કામરાજે કૉંગ્રેસ પાર્ટીના લોકસભાના સભ્યોનો અંગત મતો લઇ નીર્ણય લેવાનુ નક્કી કર્યુ જેનો મોરારજી ભાઈઍ  વિરોધ કર્યો પણ કામરાજ માટે ઍ અનુકુળ રસ્તો હતો અને  ઍમણે લાલબહાદુર ને વિજય જાહેર કર્યા.
                                                                                લાલ બહાદુર પ્રધાન મંત્રી થયા  ઍમણે મોરારજીભાઈને પ્રધાનમંડળમા લેવાની ઑફર કરી જે મોરારજીભાઇ ઍ નકારી કાઢી. પરંતુ ઈંદિરા ગાંધીને તેમણે સામાન્ય પ્રશાશન ખાતુ આપ્યુ જે ઈંદિરાજીને પસંદ ન હતુ અને તેઓ નારાજ હતા.
                                                                                 લાલ બહાદુર શાસ્ત્રી  સાદા, નમ્ર, પ્રામાણિક, દેશભક્ત, ચરિત્રવાન, અને અડગ હિમ્મતવાળા નેતા હતા  અને પાકિસ્તાન સાથેના યુધ્ધમા તે સફળ રહયા અને ઍમની લોકપ્રિયતા વધી ગઈ. આથી ઈંદિરાગાંધીના પ્રધાન મંત્રી બનવાની તક ઑછી થતી જતી હતી. પરંતુ લાલ બહાદુરનુ  તાસ્કન્ત ખાતે અચાનક અને અકાળ અવસાન પછી ઈંદિરા ગાંધીની પ્રધાન મંત્રી થવાની તક પાછી જાગી, લાલ બહાદૂરના મૃત્યુ  સામે પણ અનેક શંકા અન કુશંકા જાગી. ઍમા લાલ બહાદૂરજીના કુટુંબીજનો પણ સામેલ હતા.
                                                                                  લાલ બહાદુર કદમા નાના હતા પણ નેતા તરીકે  કદાવર સાબિત થયા હતા. તેઓ ગરીબીમાથી ઉપ્પર આવ્યા હતા. પ્રામાણિક સેવક હતા અને મર્યા બાદ કોઈ પણ મિલકત છોડી ગયા નથી. ઍક  રેલવે  અકસ્માત માટે રેલવે મંત્રી તરીકે રાજીનામુ આપી ઍક અનોખો દાખલો બેસાડ્યો હતો. ઍટ લે લોકો હજુ પણ ઍમને યાદ કરી અંજલી આપે છે.
                                                  ************************************** 

No comments:

Post a Comment