નવરાત્રિ
નવરાત્રિઍ શક્તીનુ પ્રતીક છે અને ઍમા સંપૂર્ણ શુધ્ધતા અને સાત્વીકતા આવશ્યક છે. હિન્દુ સંસ્કૃતિમા સ્ત્રીને શક્તીનુ પ્રતીક માનવામા આવે છે, કારણકે સ્ત્રી ફક્ત વિશ્વમા ઉત્પતિનુ સાધન નથી પણ ઍ સમાજનુ ઘડતર, રક્ષણ, અને અનર્થોનુ નાશ કરવાની પણ ફરજ બજાવે છે. કુટુમ્બ થકી સમાજ બને છે અને સ્ત્રી થકી કુટુમ્બ બને છે આથી સ્ત્રી શક્તિના પર્વ નવરાત્રીમા સ્ત્રી શક્તિનો જ મહિમા ગવાયો છે. આપણા શાસ્ત્રોમા પણ કહ્યુ છેકે ' જ્યા સ્ત્રીઓ પૂંજાય છે ત્યા દેવો વસે છે.' આથી સ્ત્રીઓને માટે જો ગુણગાન ગાયા હોય તો સમાજને રક્ષણ આપવા માટે સ્ત્રી મર્યાદા જેવી વસ્તુનુ પણ અનુરોધ કરવામા આવ્યો છે. મર્યાદા ક્યારે રહે જ્યારે સ્ત્રીમા પવિત્રતા અને સાત્વિકતા જળવાઈ રહે. ઍટલા માટે નવરાત્રિઍ સાત્વિક પર્વ છે. ઍને શ્રુગાર રસ સાથે કોઈ લેવા દેવા નથી.
સ્ત્રીની મર્યાદાઓનો ઉલ્લેખ રામાયણ થયેલો છે. સીતાઍ જ્યારે મર્યાદા ઉલેખી ત્યારે ઍનુ હરણ થયુ અને રામાયણ રચાયુ. તેવી જ રીતે દૌપદિઍ મર્યાદાઓનો ભંગ કરી ઍના જેઠ દુર્યોધનને' આંધળાનો છોકરો આંધળો 'કહ્યોને ઍમાથી મહાભારત થયુ. મર્યાદાનો ઉલ્લેખ ઍટલા માટેકે જે સદાઈ અને પવિત્રતા નવરાત્રીમા હતી, જે હવે રહી નથી. હવે નરી શૃંગારતા અને મસ્તી નવરાત્રિ પર્વમા દેખાઈ રહી છે ઍમા સ્ત્રી શક્તીનુ અપમાન નીતરે છે. ઍમાથી સત્વ, પવિત્રતા, શુધ્ધતા અલોપ થઈ રહી છે. ઍમા આપણી સંસ્કૃતીનુ પતન દેખાતુ નથી?
આજે ઍવો સમય આવ્યો છે કે લોકોને નવરાત્રિ પર્વ દરમિયાન તેમના કુટુમ્બોની સ્ત્રીઓની સલામતીની ચિંતા સતાવી રહી છે. હવે તો ઍવા પણ સમાચાર છે કે સમ્પતિવાન લોકો તો ઍમના કુટુંબની સ્ત્રીઓની સલામતી માટે નવરાત્રિ પર્વ દરમિયાન માણસો રાખવા માડ્યા છે. આજ બતાવેછેકે નવરાત્રિ પર્વની પવિત્રતા પર શંકાની આંગળીઓ ઉભી થઈ રહી છે. ઍટલા માટે નવરાત્રીના પર્વને શૃંગારમય કરતા સાત્વિક અને સદાઇ થી ઉજવવાની આજની જરૂરીયાત છે.
******************************************
No comments:
Post a Comment