Saturday, March 16, 2019


રાજનેતાઓ અને ઍમની વિચિત્રતા
                                                                     જાણીતા ગુજરાતી લેખક ગુણવંત શાહે ક્હ્યુ છે કે વિચિત્રતા ધરાવતા મનુષ્યો જ કઈક અનોખુ કામ કરી જાય છે. ઍમા રાજનેતાઓ પણ બાકાત નથી.
                                                                       ભારતના નેતાઓમા જવાહરલાલ નેહરુ બહુજ ક્રોધ કરી બેસતા. ઍક વાર મુંબઈમા બિરલા હાઉસમા  ગાંધીજી, સરદાર, નહેરૂ અને અન્ય નેતાઓ વિચાર વિમર્શ કરી  રહયા હતા ત્યારે મતભેદ થતા નહેરૂ ક્રોધમા સભા છોડી ને ચાલી ગયા તો સરદારે ગાંધીજીને કહ્યુ ' બાપુ ઍને બોલાવી લો. '  'ઍ મારા વગર રહી શકે ઍમ છે જ નહી. જોજે થોડી વારમાજ પાછા આવી જશે' ગાંધીજીઍ સરદારને કહ્યુ . ઍમજ બન્યુકે ક્રોધ પર કાબૂ મેળવી નહેરૂ પાછા ફર્યા. ગાંધીજી ઍના શિષ્યની વિચિત્ર સ્વભાવથી પરિચિત હતા.
                                                                       ઍવુ સરદાર પટેલની બાબતમા હતુ. ઍક્વાર સરદારે કૅબિનેટ મીટિંગમા હૈદ્રાબાદનો કબજો લેવાની યોજના મૂકી તો નહેરૂ ઍમાના સ્વભાવ પ્રમાણે  ક્રોધિત  થઈ સરદારને લેવા માંડ્યા હતા. પરંતુ સરદારે પોતાના પૅપરો લઈને ચાલવા માંડ્યુ.  ત્યારબાદ નેહરુને કહ્યા વગર હૈદરાબાદનો કબજો લીધો હતો. અને કેબિનેટ મીટિંગમા  પણ હાજરી આપી ન હતી.  નેહરુની ક્રોધિત વિચિત્ર  વર્તનનો જવાબ  આપી દીધો હતો.
                                                                          અરુણ પુરી નામના ઍક પત્રકારે ઈંદિરા ગાંધીની નિર્ણય લેવાની વિચિત્ર પધ્ધતિ વિષે લખ્યુ કે ' ઈંદિરા ગાંધીની શક્તિ ઍના નિર્ણય લેવાની શક્તિમા છે પરંતુ  ઍમને ઍમના નિર્ણયના પરિણામો  વિષે ખબર હોતી નથી.'

                                                                           ઍવીજ રીતે અમેરીકન પ્રમુખો  પણ વિચિત્રતા ધરાવતા હતા. અમેરિકાના પહેલા પ્રમુખ જૉર્જ  વોશિંગ્ટનની વિચિત્ર  પરીસ્થિતિ હતી.   ઍમની પ્રમુખ તરીકેની સોગંદ વિધિ વખતે તેઓ બોખા  દેખાતા  હતા.  તેમને ઍક્જ  દાંત  હતો.  ઍમણે હાથી દાંત અને અન્ય ધાતુઑના બનેલા દાંતના ચૉકટૂ પહેરેલુ હતુ.
   
                                                               
અમેરિકન  પ્રમુખ જૉન ક્વન્સી આદમને વોશિંગ્ટન ડીસીની બાજુમા આવેલી પોટોમેક નદીમા  નાગા નાગા તરવાની વિચિત્ર આદત હતી.  તે સારુ હવામાનનો  લાભ લેતા.
                                                         
           
                                                       
                                                                       અમેરિકન પ્રમુખ જેમ્સ બુચાનનને  આંખની વિચિત્ર ખામી હતી. ઍક આંખે દુરનુ દેખાતુ તો બીજી આંખે પાસેનુ જ દેખાતુ હતુ. ઍક  અમેરિકન પ્રમુખ જેમ્સ કે પોકની પત્ની ઍટલી કડક અને વિચિત્ર હતીકે વાઇટ હાઉસમા પાના રમવાનુ, દારૂ પીવાનુ. અને નૃત્ય કરવાની મના ફરમાવી હતી.
                         
                                             
ઍદોલ્ફ હિટલરને ઍક વિચિત્ર આદત હતી કે જ્યારે ઍને કોઈને મોતની સજા ફરમાવવી હોય ત્યારે તે  વ્યક્તિને મરવા માટે વિંનંતી પત્ર મોકલી આપતા.
                                                             ******************************

Monday, March 11, 2019


રાજકીય પ્રપંચ અને લોકોની પાયમાલી
                                                                 દુનિયામા રાજકારણીયો પ્રજાના ભલા માટે રાજ઼ કરવા આવે છે પરંતુ નીજી સ્વાર્થ માટે કેટલી વખત નિર્દોષ લોકોનો ભોગ લઈ લે છે ઍવા કેટલાઑ કિસ્સાઓ બનેલા છે. જ્યા લોકશાહી બરાબર ચાલતી હોય છે ત્યા ઍવા કિસ્સાઓ પ્રજા સમક્ષ આવી જાય છે જ્યારે કેટલાકતો સમયની સાથે વિસરાઇ પણ જાય છે.
                                                                    અમેરીકામા ઍવી લોકશાહી છે ઍમા ભાગ્યેજ કઈ છૂપુ રહે છે. મીડીયા ઘણીવાર રાજકારણિયોને ઉઘાડા પણ પાડી દે છે.'ફેરેનાઈટ ૯/૧૧' ફિલ્મમા અમેરિકન પ્રેસીડેન્ટ જૉર્જ  બુશના કુટુંબના ઓસામા બિન લાદેન કુટુમ્બ સાથેના આર્થિક સબંધો કઈ કંપનીમા હતા તે બતાવવામા આવ્યુ છે. અને ઍજ ઓસામા બિન લાદેન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટરને તોડી પાડવાને નિમિત્ત રૂપ હતો. ઍમા અમેરિકાના હજારો નાગરિકોના મોત થયા હતા. અમેરિકાને અબજો ડોલરોનુ નુકશાન પણ થયુ હતુ.ઍ  ઍક વિચિત્ર ઘટના હતી. લોકોે ઍમા શુ સમજવૂ ઍ પ્રશ્ન છે.  બુશની ટીમમા તે વખતે ડિક ચીની ઉપ પ્રમુખ હતા અને તેઓ પહેલા ઍક મોટી પેટ્રોલિયમ કંપનીમા મુખ્ય અધિકારી હતા. બુશના સમય દરમિયાન ચીની કરતાહર્તા હતા. જૉર્જ બુશને બીજી વખત ચુંટાવાની પણ તકલીફ હતી.  આથી ઍના  ઉપપ્રમુખે રસ્તો કાઢ્યો હતો. તેઓ ઍવી વાત લાવ્યા કે ઈરાકનાશાસક સાદામ  હુસૈન પાસે કેમિકલ, અને વિનાશક શસ્ત્રો છે.  ઍ અમેરિકા માટે નુકશાનકારક છે. ઍટલા માટે ઈરાક પર આક્રમણ કરવુ જરૂરી છે. અને ઈરાક પર આક્રમણ કરી સદામ  હુસૈનનો નાશ કર્યો. ઍમા ઍક કાંકરે બે પક્ષી માર્યા જેવુ કર્યુ. ઍક તો જૉર્જ બુશની બીજી ટર્મ નક્કી થઈ ગઈ. અને ઈરાકના તેલના કુવાઓનો કોન્ટ્રાક્ટ ઍની પોતાની પેલી પેટ્રોલિયમ કંપની મળી ગયો.  ઈરાકમા ઍવુ કઈ ન હતુ જેનો' ચીની' ઢોલ વગાડતા હતા. પરંતુ ઈરાકની તો સદામ હુસૈનના પતન બાદ પનોતી બેસી ગઈ અને ઈરાક આંતરિક યુધ્ધમા ફસાઈ ગયુ અને બધી રીતે બરબાદ થઈ ગયુ.
જેહાદી આંતકવાદીઓેઍ ઈરાકનુ સત્યાનાશ કરી નાખ્યુ ઍમાથી ઈરાક હજુ બહાર આવ્યુ નથી. ' વાઇસ' નામની ફિલ્મમા જૉર્જ બુશ અને ડિક ચીનીને ઍમા  ઉંઘાડા પાડવામા આવ્યા છે. ટુંકમા નિજ સ્વાર્થ માટે રાજકારણીઓ કેવો વિનાશ નોતરી શકે છે.

                                                                                સિરીયામા પણ લોકશાહીને નામે યુધ્ધ ચાલી રહયુ છે ઍમા ઍક બાજુ  અમેરિકા અને બીજી બાજુ સિરીયન ડિક્ટેટર અસદની મદદે રશિયા  પડ્યુ છે. ઍમા ઈરાકી આંતકવાદીઓેઍ દખલ કરી સિરીયન લોકોનો વિનાશ નોતરી દીધો છે. ટુંકમા  રાજકારણમા સિરીયન લોકોની સ્થિતિ દર્દમય છે.


                                                                                  અત્યારનો ઍક દાખલો  વેનેઝૂઍલા નામના દક્ષિણ અમેરિકાના દેશનો છે. ત્યાના લોકોની દર્દમય કહાની છે. લોકોને  ઈચ્છા આપખુદ રાજકારણીને કાઢી લોકશાહીની સ્થાપના કરવાની છે. નિકોલસ  માન્દુરોને કાઢી  વચગાળાના પ્રમુખ  ગ્વેદોને લૉકૉઍ સ્થાપિત કર્યા છે. પરંતુ આપખુદ પ્રમુખ નિકોલસ ગાદી છોડવા તૈયાર નથી. ઍમા લોકોની ખરાબ દશા થઈ ગઈ છે. મોંઘવારીઍ માંઝા મૂકી છે. ચલણનુ પતન થયુ છે. અનાજના કઈ ઠેકાણા નથી. ઉધ્યોગો બંધ થઈ રહ્યા છે. લોકો બાજુના દેશોમા હિજરત કરી રહયા છે. હોટેલના બિલ ચૂકવવા બૅંક બૅલેન્સ બતાવવુ પડે છે. દેશમા આવેલા પેટ્રોલના કુવાઓ આજે દેશ માટે શાપ રૂપ બની રહ્યા છે. ઍક બાજુ રશિયા અને ચીન પ્રમુખ નિકલસ દ્વારા પોતાનુ રાજકારણ રમી રહ્યા છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને બીજા દેશો હંગામી પ્રમુખને ટેકો આપી રહ્યા છે. મૂળમા દેશના તેલ ભંડારો પર બધા દેશોની નઝર છે. ગરીબ પ્રજાની ઍમા પાયમાલી થઈ ગઈ છે. ટુંકમા રાજકારણીઓ દરેક વસ્તૂમા પોતાના સ્વાર્થ જોતા હૌય છે. પ્રજાની પાયમાલિની ઍમને કઈ પડી નથી.

                                                                                    ભારતમા પણ આંતકવાદ કાશ્મીરમા જોસમા છે.  પુલવામા નિર્દોષ ૪૫ જેટલા જવાનોની આંતકવાદે બોમ્બ બ્લાસ્ટ દ્વારા હત્યા કરી નાખી. ઍની સામે સૈન્યઍ પગલા લીધા. તેમા પણ રાજકારણ રમાઈ રહયુ છે. જ્યારે નિર્દોષ સૈનિકો અને નાગરિકોની હત્યા આંતકવાદીઑ દ્વારા કરવામા આવી રહી છે ત્યારે પણ રાજકારણીઓ પોતાની મેલી રાજકીય નીતીઓ  છોડતા નથી.  આ પણ ગંદી રાજનીતીઓનો દાખલો છે. ઍમા નિર્દોષ લોકો બરબાદ થઈ રહ્યા છે.
                                            પોતાનો સ્વાર્થ  સચવાય તો રાજકારણીઓ ગમે તે હદે જઈ શકે છે.
                                                                  ****************************

Wednesday, March 6, 2019


સૂર્યપુરથી સુરત
                                                                                   સુરત સૈકાઓથી સમૃધ્ધ શહેર રહયુ છે અને ઍનો ઇતીહાસ પણ ઍટલોજ રસપ્રદ છે. ગોપી નામના બ્રાહ્મણે ઍની રચના ૧૫મી સદીના અંતમા કરી હતી. હજુ પણ સૂરતમા ગોપીપુરા નામનો વિસ્તાર આવેલો છે. સુરતનુ પૂરાણિક નામ સૂર્યપુર હતુ અને અંતે સુરત બની ગયુ. સૂર્યપુર ઍટલેકે સુર્યનુ  શહેર, અને ઍનો ઉલ્લેખ સંસ્કૃત શાસ્ત્રોમા છે.  કહેવાય છે કે દ્વારકા જતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે સૂરતમા વિશ્રામ કર્યો હતો. ભગવાનના પવિત્ર પગલાઓેઍ સુરતને ન્યાલ કરી નાખ્યુ છે. ઍટલા માટે સુરતના લોકો સારા અને સમૃધ્ધ રહ્યા છે. ૧૫૩૦ મા સૂર્યપુર સુરત તરીકે  ઓળખવા લાગ્યુ.

                                                                             
 ખંભાત બંદરના  પતન પછી સૂરતનો વધુ ઉદય શરૂ થયો. ૧૬મી સદીના અંત સુધી  પોર્ટુગીઝો સુરતના વેપાર પર પ્રભુત્વ ધરાવતા હતા. પરન્તુ ૧૬૦૮ મા અંગ્રેજોે ઍ ઈસ્ટ ઇંડિયા કંપની દ્વારા  સૂરતમા પ્રવેશ કર્યો. ઈસ્ટ ઇંડિયા કંપનીઍ ૧૬૧૫ મા સુરતમા પોતાની પહેલી કોઠી નાખી.  તે વખતે સુરતમા સુંદર હાથવણાટનુ કાપડ, રેશમી કાપડ, વહાણવાડો અને જરી કામનો વેપાર પણ  હતો. તે ઉપરાંત સુરત બંદર પર ૫૬ દેશોના વાવટા ફરકતા હતા. સુરત દ્વારા હિંદનો વેપાર પરદેશો સાથે ચાલતો હતો. તે વખતે સુરતમા વીરજી વોરા, હાજી ઝહીદ બેગ, ભીમજી પારેખ, અબ્દુલ ગફૂર, હરી વૈશ્ય, અને અર્જુન નાથજી જેવા ધુરંધર શરાફો હતા. જેમનો વેપાર હિંદમા અને  વિશ્વમા હતો. ઍ લોકો  અંગ્રેજો, પોર્ટુગીઝો,  અન્ય યુરોપની કંપનીઓને ધિરાણ પણ કરતા. ઍમનો વેપાર હિંદ વ્યાપી હોવાથી ઍમણે તે જમાનામા પોતાની અલાયદી પોસ્ટ પધ્ધતિ પણ રાખી હતી જેથી ઍમને સારા હિંદની રાજકીય અને નાણાકીય ખબરો મળતી રહેતી હતી. મુસલમાનો પણ હજ જવા માટે સૂરતનો જ ઉપયોગ કરતા. હજુ પણ સુરતમા મોગલ સરાઇ વિસ્તાર જાણીતો છે.

                                                                           ઈસ્ટ ઇંડિયા  કંપનીના રાજકીય ચંચુપાત પછી મોગલ સામ્રાજ્ય તૂટી પડવા માંડ્યુ હતુ ઍના સુબાઓ ઍટલેકે  સુરતના નવાબ સ્વતંત્ર થવા માંડ્યા  હતા. તેઓ ધનિક  શરાફોને પણ  લુટતા.  અંગ્રેજોઍ શરાફ અર્જૂન  ત્રવાડી નુ બહુમાન કર્યુ હતુ તો સુરતના નવાબ તેગબેગખાનને ઈર્ષા થઈ હતી અને પોતાના ખર્ચાઓ કાઢવા માટે અર્જુનને લૂંટી લીધો હતો. સુરતની સમૃધ્ધિની વાતો આખા હિંદમા પ્રચલિત હતી.   ઍથી શિવાજીઍ પણ મોગલો સામે લડવા નાણા ભેગા કરવા માટે બે વાર સુરતને લુટયુ હતુ. ઍમા સુરતના નવાબોની ભૂમિકા ઘણી નીંદનીય હતી. તે વખતે નવાબનુ લશ્કર નીરક્ષક બની રહયુ  હતુ.  આજે પણ સુરતના નવાબોના વંશજો સુરતમા  વસેલા છે. ૧૬૬૮ પછી મુંબઈનો ઉદય થયો કારણકે અન્ગ્રેજોઍ ઈસ્ટ  ઇંડિયા કંપનીનુ મથક સુરતથી મુંબઇ લઈ જવામા આવ્યૂ.  તે છ્તા સુરતની સમૃધ્ધિ ઍના  હૅંડલૂમ કાપડ ઉદ્યોગ, જરીકામ, જેવા વેપારી  કામોથી ચાલુ રહયા.  વહાણ બનાવવાનો ઉદ્યોગ જ મુંબઇ ચાલી ગયો. સુરતના લોકોની ખેલદીલી અને પ્રામાણિક વૃત્તિઓને લીધે ઍમની સમૃધ્ધિ ચાલુ રહી.

                                                                        આજે પણ સુરતમા ટેક્સટાઇલ ઉદ્યોગ, જરી  ઉદ્યોગ, ચાલુ છે. સૂરતમા  દુનિયાના ૮૦ % હિરાઓ પૉલિશ્ડ થાય છૅ.  રેશમી બ્રોકેડ બનાવવાનો ઉદ્યોગ, પેપર મિલ્સ જેવા ઉદ્યોગો પણ આવેલા છે . તાપીની સામી બાજુ હજીરામા ઍસ્સાર,  રિલાઇયન્સ,  અને ઍલ ઍન્ડ ટી જેવી વિશ્વ  વિખ્યાત કંપનીઓના ઉદ્યોગો આવેલા છે જે સુરતની આજની સમૃધ્ધિના ભાગીદાર છે. તે ઉપરાંત સુરત આજે દુનિયાનુ ત્રીજુ સ્વચ્છ શહેર બની ચુક્યુ છે. ટુંકમા દુનિયામા કોઇપણ રીતે સુરતની સમૃધ્ધિ ટકી રહી છે. ભારતનુ ઍ ફાસ્ટેસ્ટ આગળ વધતુ  શહેર પણ છે.

                                                  ************************** 

Sunday, March 3, 2019


શરીર સ્વાસ્થ્ય પર નવો અભિગમ
                                                             શરીરનુ સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણા લોકો પરેજી પાળે  છે અને કેટલાક તો ઉપવાસ પણ કરે છે. પરંતુ શરીર ઉતારવા માટે અભિગમ બદલવાની જરૂર છે. લોકો સ્વાસ્થ્ય નિષ્ણાતોના સલાહ સૂચન પર શરીર ઉતારવા  આંધળો  અમલ કરી શરીરમા બીજી વ્યાધીઓને દાખલ કરી દે છે. ભારતમા કેટલાક લોકો તો પરદેશી નિષ્ણાતોની વજન ઘટાડવાની સલાહને દેશી ઉપચારો કરતા ઉત્તમ માનનારા પણ છે.  બધુ દેશી કઈ નક્કામુ હોતુ નથી.
                                                                       શરીરનુ વજન ઘટાડવા કરતા . સ્નાયુઓ અને હાડકાઓને મજબૂત બનાવવા જરૂરી છે. ઍમા જુદી જૂદી જાતના ખોરાક લેવા જરૂરી ચ્હે. દાખલા તરીકે કેળા, રો,  ઑછી ચરબી વાળા,  મિનરલ ધરાવતા અને, રેસાવાળા ખોરાક લેવા જોઇઍ.  ખોરાક પણ તરત રાંધેલો જ ખાવો અને વાસી અને જંક ખોરાકથી દૂર રહેવાની જરૂર છે. પરેજી ઍવી ન હોવી જોઇઍ કે જે જીવન માટે બોજારૂપ બની જાય અને પરેજી પાળનારને દુખી ન બનાવી દે.
                                                                          થેપલા, હાંડવા, અને ઢોકળા જેવા પારંપરિક ખોરાકમા પણ પ્રોટીન હોય છે. થોડા પ્રમાણમા ઘીનુ સેવન પણ શક્તિ આપે છે. ટુંકમા કુદરતી, પારંપરિક અને સિઝનલ ખોરાક પ્રોટીન અને શક્તિ વધારે છે જે હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. આથી કુટુંબની સાથે બેસીને પારંપરિક ખોરાકને ચાવીને ખાવાથી પણ સ્વાસ્થ્ય સારુ રહે છે. પોતાની ભાષામા ટેબલ પર ચર્ચા પણ વાતાવરણને આલહાદક બનાવે છે જે કુટુંબીજનોનૂ સ્વાસ્થ્ય સુધારે છે.

                                                                             તે ઉપરાંત  ઍક અઠવાડિયામા ૧૫૦ મિનિટ ક્સરત કરવાથી સ્નાયુઓ અને હાડકા પણ મજબૂત થાય છે. દરરોજની શરીરની હાલચાલ વધારવી જરૂરી છે જેથી શરીરની શક્તિ અને સ્ફુરતી વધે છે.
                                                                          ટૂંકા ગાળાની પરેજીના પરિણામો કરતા લાંબાગાળાની પરેજીઓના પરિણામો વધારે ફાયદા કારક હોય છે. ટુંકમા માનસિક દ્રઢતા અને અનુકુળ વાતાવરણ શરીરને તંદુરસ્ત અને વજનને કાબૂમા રાખી શકે છે. ઘણીવાર સખત પરેજી માનસિક અને શારીરિક નાશ નોતરે છે.
     
                               *************************************************