ભારતીય અર્થવ્યવસ્થા - મંદી તરફ પ્રયાણ
શેર બજાર એ અર્થવ્યવસ્થાનો માપદંડ છે જે અત્યારે અજબ ગજબ ઊથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે. ઘણી કંપનીઓની મૂડીનું ધોવાણ થઇ ગયું છે. સરકારને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.
આ વર્ષના બજેટમાં પૈસાદોરો પર સરચાર્જ નાખી કર વધારવામાં આવ્યો છે. તેના પ્રત્યાઘાત રૂપે પરદેશી રોકાણ પરત થવા માંડ્યું છે . અમેરિકાની અને ચીનની ટેરિફ યુદ્ધ પણ દુનિયાના ઘણા દેશની અર્થવ્યવસ્થા પર અસર કરી છે એમાંથી ભારત પણ બાકાત નથી.
બેન્કો છૂટથી ધિરાણ કરીને એમના ખરાબ ધિરાણોને વધારવા માંગતી નથી. આ પણ એક ધિરાણ નીતિમાં ગુંચવાડો છે.
ભારતનો દવા ઉદ્યોગ આખા વિશ્વમાં અનુકરણીય છે એમાં પણ સરકારની દખલગીરીએ વમળો સર્જ્યા છે.
સુરતના હીરા ઉદ્યોગ પણ અત્યારે મંદીમાંથી પસાર થઇ રહ્યોછે એને લીધે લાખો કારીગરો બેકાર થઇ ગયા છે. હીરા ઉદ્યોગને બેંક ધિરાણમાં તંગી અનુભવી રહ્યો છે. નીરવ મોદીના હજારો કરોડના ગોટાળાઓએ હીરા ઉદ્યોગની નીતિમત્તા વિષે સંદેહો ઉભા કર્યા છે. જેની અવળી અસર હીરા ઉદ્યોગને થઇ રહી હોય એમ લાગે છે.
કાપડ ઉદ્યોગ જે લાખો લોકોને રોજગારી આપતો હતો તે ચીન તરફ ઘસડાઈ ગયો છે. કાપડ ઉદ્યોગને જીવિત કરવા માટે સરકારે મજબૂત પગલાં લેવા પડશે. સુતરાવ ઉદ્યોગ પણ હવે વિએટનામ જેવા દેશે ખેંચી લીધો છે.
કૃષિ ઉદ્યોગ માટે સરકાર ઘણા પ્રયત્નો કરે છે. જેમકે ખેડૂતોના દેવા માફ. પરંતુ ઉત્પાદન વધારવા આધુનિક પદ્ધતિ અપનાવવાની દિશામાં બહુ પ્રગતિ થઇ નથી. ખેડૂતોની આવકમાં બહુ વધારો થયો હોય એ જણાતું નથી. કૃષિ ઉદ્યોગમાં રોજગારીની તકો ઘટી રહી છે.
પોતાની નિસ્ફળતાને ઢાંકવા માટે સરકારી અફસરો ખોટા બહાના બતાવી રહયા છે.
ટૂંકમાં આ બધી મંદીના આગમનની નિશાનીઓ છે. આથી સરકારે સજાગ રહેવાની જરૂરત છે કારણકે સરકારી સંસ્થાઓ ઊંઘતી ન પકડાઈ જાય.
********************************
No comments:
Post a Comment