શીખો
પરદેશી આક્રમણો કારણે પંજાબને હંમેશા સહન કરવાનું આવ્યું છે. તે ઉપરાંત ગ્રીકો, હુણો, મોંગોલો જેવી પ્રજાના ક્રૂર આક્રમણોએ હિન્દૂ સંસ્કૃતિ ને રગદોળવામાં કઈ બાકી રાખ્યું નથી. કેટલાક લૂંટફાટ કરીને ચાલી ગયા અને થોડા ભારતમાં જ રહી પડયા અને પંજાબની પ્રજામાં ભળી ગયા. એમાંથી કેટલાક ક્રૂર પરદેશી મુસલમાન રાજકર્તાઓએ પંજાબની હિન્દૂ પ્રજાને મુસલમાન બનાવવાની ઝુંબેશમાં ક્રૂરતા દાખવવામાં કઈ બાકી ન રાખ્યું. એવા મુસીબત ભર્યા સમયમાં ગુરુનાનકજી જેવા સંતો બહાર આવી હિન્દૂ મુસ્લિમની એકતાના પાઠ ભણાવ્યા અને એમાંથી શીખ ધર્મનો ઉદય થયો. શીખ ધર્મમાં હિન્દૂ અને મુસ્લિમ ધર્મના સારા એવા બધા જ ઉપદેશોનો સમાવેશ કરી હિન્દૂ મુસ્લિમ એકતાનો પાયો નાખવામાં આવ્યો હતો. મૂળમાં તો શીખ ધર્મ મુસ્લિમ અને હિંદુઓ વચ્ચે કુશન રાખવાનું કાર્ય કરનારો ધર્મ છે. એથી શીખોમાં એક પુત્ર હિન્દૂ હોય તો બીજો મુસ્લિમ પુત્ર મુસ્લિમ ધર્મ પણ પાડતા હોય છે. આ હિન્દૂ મુસ્લિમ એકતાનો ઉત્તમ નમૂનો છે.
શીખો ઉમદા બહાદુર અને ઘણી મહેનતુ પ્રજા છે. એમને વિશ્વભરમાં સફળતા મેળવી છે અને નામના કાઢી છે. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં પણ મોટો ફાળો આપેલો છે. નેતાજી સુભાષ બોઝની સેનામાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર શીખ લશ્કરી સેનાપતિઓ હતા. આવી પ્રજાને ખાલિસ્તાન માટે ભડકાવવામાં ભારત વિરોધી તત્વો અને ગંદુ રાજકારણ હતું. એમાં કેટલાએ નિર્દોષ શીખોને સહન કરવું પડ્યું હતું. પરંતુ શીખોની ભારત પ્રત્યેની વફાદારીમાં કોઈ પરખ પડ્યો નથી.
શીખો ભારતીય લશ્કરમાં આશરે ૪૫% ટકા જેટલા છે. એમની બહાદુરીનો કોઈ જોડ નથી. આમ તો શીખૉ ની વસ્તી ભારતમાં ૨.૫% છે પરંતુ ભારતના વિકાસમાં એમનો ફાળો અમૂલ્ય છે. શીખોની ઉદારતા એમની ભારતમાં ૬૭%જેટલા કરાતા દાનમાં દેખાઈ આવે છે.તેઓ ૩૩% જેટલો ફાળો કર માળખામાં નોંધાવે છે. અને દેશના વિકાસમાં ઉત્તમ ફાળો પણ આપે છે.
શીખોના આશરે 59000 ગુરુદ્વારાઓ દરેક ધર્મ માટે ખુલ્લા હોય છે. એમાં દરરોજ ૬૦ લાખ ગરીબ અને તવંગર લોકો મફત ખાઈ શકે છે. આવો ઉમદા અભિગમ બહુ ઓછી પ્રજામાં જોવા મળે છે. આથી શીખ પ્રજા ભારતને માટે એક મજબૂત ટેકારૂપ છે અને એના માટે સર્વ ભારતવાસીઓને ગર્વ હોવો આવશ્યક છે .
ગુરુ નાનક દેવે મુસ્લિમોના પવિત્ર શહેર મક્કામાં કહ્યું હતુંકે 'ઈશ્વર સર્વત્ર છે ' જે ભારતીય સંસ્કૃતિનો મુખ્ય અંશ છે.
*********************************
No comments:
Post a Comment