એક વનવાસી નેતા
ધર્મ પ્રત્યેની લાગણીઓ દરેક મનુષ્યમાં હોય છે. પછી ભલે એ ઉચ્ચ શિક્ષિત સનાતની હોય કે પછી એ અશિક્ષિત આદિવાસી હોય . ભારતમાં અંગ્રેજો આવ્યા બાદ ક્રિશ્ચન મિશીનરીઓનીપ્રવૃત્તિઓ વધી અને આજે આપણે જોઈએ છેકે પછાત પ્રદેશોમાં ગરીબ અને અશિક્ષિત લોકો ક્રિશ્ચન બની ચુક્યા છે. એમાં મિશીનરીઓ તરફથી અપાતી આર્થિક અને શિક્ષણિક લાભો પણ જવાબદાર છે.
આવી ક્રિશ્ચન મિશીનરીઓની પ્રવૃત્તિ સામે ગુલામીના વખતમાં પણ ઘણા આદિવાસી નેતાઓએ લોકોને જાગૃત કરી એમાં બિરસા મુંડાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. ઇતિહાસમાં એની જોઈએ એવી નોંધ લેવાંમાં આવી ન હતી પણ સ્વતંત્ર ભારતે હવે એની નોંધ લીધી છે અને આદિવાસી નેતા બિરસા મુંડાને એના ક્રિશ્ચન મિશીનરીઓ સામેની લડત અને બલિદાન માટે નવાજવામાં આવ્યા છે.
૧૫૦ વર્ષ પૂર્વે ક્રિશ્ચન મિશીનરીઓ ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ જેવા પછાત પ્રદેશોમાં વધારે પ્રવૃત્તિમય હતી ત્યારે બિરસા મુંડાએ તેમની સામે લડત ઉપાડી હતી અને હિંદુઓને ક્રિશ્ચન બનાવવા સામે ઉગ્ર લડત ચલાવી હતી. તેની સામે અંગ્રેજ સરકારે આદિવાસીઓ પર જુલમ ગુજાર્યો હતો. જેલોમાં તેમને નાખી દઈ એમના પર અસહ્ય જુલમ ગુજાર્યો હતો.
બિરસા મુંડા નો જન્મ ઝારખંડના લોહરદગા ગામમાં ૧૮૭૫ માં આદિવાસી કુટુંબમાં થયો હતો. એમનો જન્મ બૃહસ્પતિ વારે થયો હતો એથી એમનું નામ બિરસા રખ્ખા રાખવામાં આવ્યું હતું. શિક્ષણ અને બીજી મદદો માટે એમણે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો અને એમનું નામ બિરસા ડેવિડ રાખવામાં આવ્યું. એમણે મિશીનરી સ્કૂલોમાં ક્રિશ્ચન ધર્મનો પ્રચાર અને હિન્દૂ ધર્મની અવગણના જોઈ એથી એમનું ર્હદય દ્રવી ઉઠ્યું અને ફરીથી ધર્મ બદલી અને ક્રિશ્ચન મિશીનરીઓ સામે લડત ચલાવી જેનું નામ ' ઉલ ગુલામ ' આપ્યું એટલે કે ' ભારી કોહરામ '. એ ક્રાંતિકારી લડતમાં અનેક આદિવાસીઓને ગોળી મારવામાં આવી ને જલિયાંવાલા જેવો હત્યા કાંડ કરવામાં આવ્યો. એમનું ૨૪ વર્ષની ઉંમરમાં જેલમાં જ મૃત્યુ થયું . માનવામાં આવે છે કે જેલમાં એમને આરસનિકનું ઝેર આપવામાં આવ્યું હતું.
તેઓ આદિવાસી હતા પણ સ્વાતંત્ર સૈનિકની જેમ અંગ્રેજો સામે જુજમ્યા હતા અને શાહિદ થયા હતા. તેઓ આદર્શવાદી હતા. માંસ, શરાબના વિરોધી હતા. ગાય અને તુલસીની પૂંજાને હિન્દૂ સનાતન સંસ્કૃતિ પ્રમાણે પ્રોત્સાહન આપતા હતા.
તેમણે ૧૩ વર્ષ સુધી આદિવાસીઓના ટેકા સાથે અંગ્રેજ રાજ સામે લડતા રહયા હતા. એક દેશ ભક્ત સ્વતંત્ર વીરની જેમ વનવાસીઓમાં જાગૃતિ લાવી સ્વતંત્રતાની ચીંગારી પ્રજવિત કરી હતી. જે મુશ્કેલ કામ હતું. ભારત એમના માટે આજે પણ એમનું ઋણી છે.
********************************
No comments:
Post a Comment