વોલમાર્ટ અમરિકાની એક અજાયબી
વોલમાર્ટ એ અમેરિકાનો એક રાક્ષસી સ્ટોર છે એને ચલાવવાની ગોઠવણી અદભુત છે. કોઈ એક દેશનો વહીવટ ચલાવવા જેવી આવડત માંગી લે છે કારણકે દર એક કલાકે અમેરિકનો $ ૩૬૦૦૦૦૦૦/- જેટલી ખરીદી એના સ્ટોરો દ્વારા કરે છે, અને દરેક મિનિટે વોલમાર્ટ $૨૦૯૨૮/- નો નફો કરે છે.
તે ઉપરાંત વોલમાર્ટ અમેરિકાના કેટલાએમોટા સ્ટોરો જેવાકે હોમ ડીપો, ટાર્ગેટ , કોસકો , કે માર્ટ , ભેગા કરો તો પણ મોટો છે. એના વિવિધ જગ્યાએ ફેલાયેલા સ્ટોરોમાં લાખોં લોકો કામ કરે છે. આમ એ ઇતિહાસિક દ્રષ્ટિએ પણ મોટામાં મોટો નોકરી આપનાર સ્ટોર બની ચુક્યો છે.
દુનિયાના કોઈ પણ સ્ટોર કરતા વધારે ખાદ્ય પદાર્થ વેચનાર સ્ટોર છે .એના પોતાના ૩૯૦૦ સ્ટોરો છે. એ સ્ટોરો કોઈ પણ અમેરિકેનો ઘરથી ૧૫ માઈલ કરતા દૂર નથી. એથી અમેરિકેનો માં ઘણો પ્રખ્યાત છે.
આટલા મોટા સ્ટોરનો વહીવટ એટલો અદભુત છે કે કોઈ રાજ્યના વહીવટને પણ વટાવી જાય છે. એથી એનો વહીવટ દુનિયાના વેપારીઓ માટે પ્રેરણા દાયક છે.
*********************************************
No comments:
Post a Comment